SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના 29 પૂ. શોભન મુનિરાજનો દેહાંત પહેલાં થયો છે એ પછી તેમના વડીલબંધુ, ધનપાલ કવિનો દેહાંત થયો છે. તેઓ જીવનના ઉત્તરાર્ધમાં રાજા ભોજની ધારા નગરી છોડીને સાંચોરમાં વસ્યાં હતાં કેમ કે રાજા ભોજ જૈનશાસન તરફ અનાદર રાખતાં હતાં અને તે ધનપાલથી સહન થતું ન હતું. ધનપાલ કવિમાં અદ્ભુત તત્ત્વપિપાસા હતી. પૂ. શોભન મુનિએ રચેલી સ્તુતિ વસ્તુર્વિશિકા નું સંશોધન કવિરાજે જ કર્યું હતું અને તેની ઉપર પ્રથમ ટીકા રચીને તેને ગૌરવ બક્યું હતું. કવિરાજ રચેલી ટીકાનું પ્રમાણ 1000 શ્લોકો જેટલું થાય છે. જીવનના કીનારે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે પણ શાસ્ત્રાભ્યાસની ભૂખ તેમણે ગુમાવી ન હતી. આયુષ્યના છેલ્લાં વર્ષમાં તેઓ વાદિવેતાલ, પૂ. શાંતિસૂરીશ્વરજી મહારાજ પાસે દર્શનશાસ્ત્રના વધુ અભ્યાસ માટે પાટણ પહોંચ્યા. ત્યાં જૈનદર્શનના ન્યાય-પ્રમાણના ગ્રંથોનું ટૂંક જ સમયમાં તલસ્પર્શી અધ્યયન કર્યું. અંતે પંદર દિવસનું ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કરીને ધનપાલ કવિએ પાટણના એ ઉપાશ્રયમાં પ્રાણોને ત્યાગ્યાં. કવિરાજના જીવનના ઉત્તરાર્ધની વાતો ખૂબ જ પ્રેરક છે, દ્રાવક છે. જેની વિશેષ વિગતો પ્રબન્ધચિન્તામણિ ગ્રંથમાં ઉપલબ્ધ છે. (6) અવચૂરિકાર: પ્રસ્તુત ગ્રંથમાં છઠું સ્થાન અવચૂરિને આપવામાં આવ્યું છે. અવચૂરિના કર્તા, તેમનો કાળનિર્ણય, જીવનવૃત્તાંત વિગેરે બાબતો સામગ્રીના અભાવે અમે જાણી શક્યાં નથી. ઇતિહાસની પ્રાપ્ત સામગ્રીઓ ઉપરોક્ત વિગતો પ્રાયઃ આપી શકે તેમ પણ નથી. આમ છતાં એટલું કહી શકાય તેમ છે કે ધનપાલ કવિએ ટીકા રચી એ પછીના કાળમાં એ જ ટીકાને અનુલક્ષીને આ અવસૂરિ રચાયેલી હોવી જોઈએ કેમ કે અવચૂરિની રચનાશૈલી ધનપાલ કવિ કૃત ટીકાનું અનુસરણ કરનારી ભાસે છે. જાણે ધનપાલ કવિએ રચેલી ટીકાનો સંક્ષેપ એટલે જ પ્રસ્તુત અવચૂરિ ! 2 ઉપસંહાર : આમ, આ પ્રસ્તાવનામાં શોકનસ્તુતિ અને તેની ઉપર રચાયેલી વિવિધ વૃત્તિઓ અંગે શક્ય એટલી વિશદ અને ચોક્કસ માહિતી આપવાનો અમે પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થનું પ્રેરક બળ એક જ આશામાં સમાયેલું છે. આશા એ છે કે જૈન સંઘનો તત્ત્વપિપાસુ વર્ગ આવા આલંબનોના સહારે વધુને વધુ શાસ્ત્રકદષ્ટિ બને. પ્રસ્તુત શોભનતુતિ - વૃત્તિમાના ના સંપાદનનો આ પ્રયાસ આપણાં સહુના અંતરમાં ભક્તિયોગનો અખ્ખલિત પ્રચાર પેદા કરો એવી શુભાભિલાષા સેવું છું. - મુનિ હિતવર્ધનવિજય વિ.સં. 2066, દ્ધિ.વૈ.વ. દશમ 2. છ. ઉપાશ્રય, નવસારી
SR No.004429
Book TitleShobhan Stuti Vruttimala Part 01
Original Sutra AuthorN/A
AuthorRihtvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2010
Total Pages234
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy