________________ 24 शोभनस्तुति-वृत्तिमाला પત્નીએ ત્રીજા દિવસનું દહીં કાઢ્યું. મુનિઓએ દહીં ત્રીજા દિવસનું હોવાથી વહોરવાનો નનૈયો ભણ્યો. એ સાંભળીને ધનપાલ રોષપૂર્વક ત્યાં ધસી આવ્યો. એણે ઉદંડ વચનો ઉચ્ચાર્યા: આ દહીમાં પણ તીર્થકરોએ જીવ જોયાં છે કે એની ના કહો છો ? હા, કવિવર. તીર્થકરે બે અહોરાત્ર ઉપરાંતનું દહીં જીવવ્યાકુળ બનવાનું જણાવ્યું છે... શોભનમુનિએ ત્યાં આવીને જવાબ આપ્યો. સાબિતી આપો... પંડિતે કહ્યું. તો અડતીનો રસ લાવો. દહીંના ભાજનમાં નાખો... મિથ્યાત્વી પંડિતને બોધિ પમાડવા શોભનમુનિએ આમ સૂચવ્યું. ધનપાલે તેમ કર્યું. ખરેખર અડતીનો રસ રેડાતાં જ દહીંનું ભાજન લાલચોળ થયું. એમાં તáર્ણના અનેક જીવો ઉપર તરી આવ્યાં... ધનપાલ તો આભો જ રહી ગયો. એ પછી એણે મોદક વહોરાવવા માંડ્યાં. શોભનમુનિએ એનો પણ નિષેધ કર્યો અને જણાવ્યું : આ મોદક વિષમિશ્રિત છે. મિથ્યાત્વને કારણે જૈન પ્રવચન પ્રત્યે તીવ્ર અરૂચિ ધરાવતાં ધનપાલથી આ સાંભળ્યું ગયું નહિ. જીવહિંસાનો વિચાર કર્યા વિના એણે એ મોદક પાળેલી બિલાડીને ખવડાવ્યાં. થોડીવારમાં બિલાડીનું મોત નીપજયું... આમ, ઉપરાઉપર જૈનમુનિઓના જ્ઞાનની સમુwવળતા સિદ્ધ થઈ જતાં હવે તેનું અંતઃકરણ નમ્ર બન્યું. એણે વિનયથી પૂછ્યું બંધુ, તમે આ મોદક વિષમિશ્રિત છે, એવું શી રીતે જાણું? ટૂંવાડä વિષે વોવિદ ધરે વિરા: 1 જિનેશ્વરોએ કહ્યું છે કે ચકોર પક્ષી ઝેરી અન્નને જોઈ ઉદાસ થઇ જાય છે. બંધુ, જરા સામે જુઓ ! પેલાં વૃક્ષ પર બેસેલું ચકોર પક્ષી ઉદાસ નજરે મોદક જોઈ રહ્યું છે. ધનપાલના રૂંવે રૂંવા આવા અદ્દભુત જ્ઞાન પ્રકાશને નિહાળી પ્રભાવિત બની ગયાં. એના હૃદયગત મિથ્યાત્વનો દોર કાચો થવા માંડ્યો. > ધનપાલનું જીવન પરિવર્તન : ગોચરી તો મહાત્માઓ અન્ય સ્થળેથી લઈ આવ્યાં. એ પછી ધનપાલ શોભનમુનિ પાસે આવ્યો. એક, બે, પાંચ એમ અનેક દિવસો સુધી આત્મા, મોક્ષ, વિધિ-વિધાન, અહિંસામયે આચાર, યજ્ઞ-યાગ, રાગ-દ્વેષી દેવોની વિડંબના, જિનાગમ અને વેદજ્ઞાનની તુલના જેવા વિષયો પર એણે મુનિ સાથે ચર્ચા કરી. પ્રશ્નો કર્યા... આ ચર્ચા દરમ્યાન શોભનમુનિના