SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ ઘટનાના પ્રત્યાઘાત ઉભા થાય એ પહેલાં તો શોભનમુનિ અસ્મલિત વિહાર કરીને ધારા આવી પહોંચ્યાં. > ધનપાલનું ગર્વખંડનઃ નગરની સીમામાં જ્યાં એમણે પ્રવેશ કર્યો ત્યાં સામેથી રાજાભોજ અને ધનપાલ પંડિત ઘોડા પર બેસીને આવી રહ્યાં હતાં. ધનપાલને એ સમજતાં વાર ન લાગી, સામે શોભનમુનિ છે. જૈન મુનિના વસ્ત્રોમાં પોતાના ભાઈને સજ્જ થયેલાં જોઇને એનું મન દ્વષાકુળ બની ગયું. એણે તિરસ્કાર કરતી ભાષામાં શાતા પૂછી. જર્મદ્રત! મા! સુવું તે . ગધેડા જેવા દાંતવાળા સાધુ, તું મઝામાં છો? શોભનમુનિએ પણ ચપળતાપૂર્વક ધનપાલ પંડિતને એવો જ જવાબ આપ્યો: મદા ! વય ! પ્રિયં તે? વાનર જેવા મોઢાવાળા હે મિત્ર, તું પ્રસન્ન છે? ભાઈ મુનિના ઉત્તરમાં જબ્બર બુદ્ધિચાતુરી સમાયેલી હતી. જેનો ખ્યાલ આવતાં ધનપાલના છૂપા અહંકરનું તત્સણ ખંડન થઈ ગયું. એણે વિચાર્યું : બાર વર્ષમાં આ મારો ભાઈ મારાથી ય વધુ વિદ્વાન થઈ ગયો. ભદ્રા શબ્દ વાપરીને મારી કરેલી મઝાકનો મેં જ જે છબરડો વાળ્યો, એનો ઉત્તર એણે માત્ર પ્રિય શબ્દ દ્વારા આપી દીધો. આમ, ગર્વખંડન થવાથી ભાઇ માટેની કંઈક પ્રીતિ જાગી. પંડિતે પૂછ્યું : અહીં તો જૈન સાધુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે પછી કોના અતિથિ બનશો? ધનપાલ પંડિતના... ચતુર શોભનમુનિએ ઉત્તર આપ્યો. ઇચ્છા નહોતી છતાં ઔચિત્યને વશ થઈને ધનપાલે મુનિઓને પોતાના આવાસમાં ઉતારો આપ્યો. > ધનપાલને પ્રતિબોધ : ભિક્ષાનો સમય થયો એટલે બે મુનિઓ ભિક્ષા માટે પંડિતના ઘરમાં પધાર્યા. પંડિતપત્ની ધનશ્રી સવારથી વ્યાકુળ હતી, જૈન મુનિઓ ઘરે આવી ચડ્યાં એથી સ્તો. એણે મુનિઓને એમ કહીને ભિક્ષાનો ઇન્કાર કર્યો, હજી તો કશી જ રસોઈ નથી થઈ. તમને શું આપું? સ્નાન કરી રહેલાં ધનપાલે આ સાંભળ્યું. એણે પત્નીને ઉપાલંભ આપતાં કહ્યું : આંગણે આવેલાં અતિથિને પાછો ન વળાય. જે કાંઈ તૈયાર હોય તે તું આપી દે.
SR No.004429
Book TitleShobhan Stuti Vruttimala Part 01
Original Sutra AuthorN/A
AuthorRihtvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2010
Total Pages234
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy