SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ शोभनस्तुति-वृत्तिमाला સહુની નજર ત્યારે આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી તરફ જ મંડાઈ. એ જ આચાર્ય ભગવંત પાસે ધારાનગરી સહિતના માલવાના સંઘોનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું. અણહિલપુર પાટણમાં ત્યારે સૂરિવર બિરાજમાન હતાં. એમના ચરણોમાં શાસન પર આવી પડેલી આ આફતનું કોઈ પણ ભોગે નિરાકરણ કરી આપવાની વિનંતી થઇ. સૂરિજી પણ ઉપાયની શોધમાં પડ્યાં. > શાસનરક્ષાનો સંકલ્પઃ એ સમયે શોભનમુનિએ ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈ વિજ્ઞપ્તિ કરી : ભગવંત, આપની આજ્ઞા હોય તો જૈનસંઘ પરની આ આફતનો પ્રતિકાર કરવા હું તૈયાર છું. ' ...શી રીતે પ્રતિકાર કરશો? ગુરુદેવે પૂછ્યું. પ્રતિબંધનો સરેઆમ ભંગ કરીને કેટલાંક મુનિઓ સાથે હું ધારામાં પ્રવેશીશ. એ પછી ધનપાલ પંડિતને અને રાજાભોજને પ્રતિબોધ આપવાનો યત્ન કરીશ. એમના દ્વારા જ આ પ્રતિબંધ પાછો ખેંચાવીશ. ...પરિસ્થિતિ કદાચ કલ્પનાથી વિપરીત ઉભી થઈ ગઈ તો? ગુરુદેવે શોભનમુનિની કસોટી કરી. ...તો એનો સામનો કરતાં કરતાં પ્રાણોને ત્યાગી દઈશ અને જીંદગીને કૃતાર્થ માનીશ કેમકે શાસનના શ્રમણ પરંપરાના ગૌરવના રક્ષણ માટેની તે શહાદત હશે. આ જવાબ સાંભળીને આચાર્યદેવના મુખારવિંદ પર આનંદનું વર્તુળ રચાઈ ગયું. હૃદયમાં સંતોષની ભાવના પ્રગટી. શોભનમુનિ પાસે જે અપેક્ષા એમણે રાખી હતી એ પૂર્ણ થતી નિહાળી. શિષ્યના મસ્તકે વાત્સલ્યપૂર્વક હાથ મૂકીને આશિષ આપ્યાં અને સંઘને ઉદ્દેશીને કહ્યું મને વિશ્વાસ છે, શોભનમુનિ આ આફતને જરૂર દૂર કરી શકશે. એટલું જ નહિ, જિનશાસનની જે ધર્માધ શાસકો દ્વારા અવહેલના થઈ છે એમના થકી પ્રચંડ પ્રભાવના પણ કરાવી શકશે. શોભનમુનિને હું કેટલાંક મુનિવરો સાથે માલવા તરફ મોકલું છું. માલવાનો સંઘ આ સાંભળીને અત્યંત પ્રસન્ન બની ગયો. વંદના કરીને વિદાય થયો. શોભનમુનિની પ્રતીક્ષા કરવા માંડ્યો. આ તરફ, બાર વર્ષના સંયમ પર્યાયમાં સતત શાસ્ત્રાભ્યાસ કરીને શોભનમુનિ ગીતાર્થ બની ચૂક્યાં હતાં. ગુરુદેવે એમને વાચનાચાર્ય બનાવી ગૌરવ બક્યું હતું. તેઓ કેટલાક મુનિઓ સાથે પાટણથી માલવા તરફ પધાર્યા. પ્રતિબંધનો સરેઆમ ભંગ કરીને રાજાભોજની રાજય સીમામાં પ્રવેશ્યાં. રાજસૈનિકોએ પણ તેમને ન રોક્યાં કેમકે સીમાનું રક્ષણ કરતાં એ સૈનિકો શોભનમુનિના પરિચિત હતાં. ગૃહસ્થજીવનના તેમના રાજમાન્ય વ્યક્તિત્વથી અભિભૂત સૈનિકો પ્રતિબંધની જાણ હોવા છતાં તેમને રોકી શક્યાં નહિ.
SR No.004429
Book TitleShobhan Stuti Vruttimala Part 01
Original Sutra AuthorN/A
AuthorRihtvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2010
Total Pages234
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy