SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના 21 આ રીતે પોતાના વચનનું પાલન કરીને અત્યંત હર્ષાતુર બનેલો સર્વદેવ આનંદપૂર્વક પાછો ફર્યો. પાછા ફરતી વેળાએ પુત્ર મુનિને નિહાળવાનું તે ચૂક્યો નહિ. બીજી તરફ, આચાર્યદેવને શોભનકુમાર જેવા રાજમાન્ય પુરૂષની જૈન દીક્ષા થઈ જતાં સનાતનપંથી ભોજરાજા તરફથી અને ધનપાલ પંડિત તરફથી ઘોર આપત્તિ ઉપસ્થિત થવાનો સંભવ લાગ્યો. એમણે બીજે જ દિવસે ધારાનગરીથી પ્રયાણ કર્યું. ઉગ્ર વિહાર કરીને તેઓ અણહિલપુર પાટણ પધારી ગયાં. કેટલોક સમય વિત્યાં પછી ધનપાલ પંડિતને પોતાના નાના ભાઇએ જૈન દીક્ષા સ્વીકારી લીધી છે અને એને દીક્ષા અપાવનાર પોતાના જ પિતાજી છે એ વાતની જાણ થઈ. તે અત્યંત ક્ષુબ્ધ બની ગયો. તેના ક્રોધની સીમા ન રહી. પિતાજીને કઠોર ઠપકો આપીને એ ધનપાલ પંડિતે પિતાજી સાથેના સંબંધો કાપી નાખ્યાં. અલગ રહેણાંક કર્યું. આથી પણ એના મનને શાંતિ ન વળી. > ઐતિહાસિક ઉથલપાથલ : એની નસેનસમાં જૈન મત માટેનો દ્વેષાનલ સળગી રહ્યો હતો. - રાજાભોજ પાસે ધસી જઇને એણે રાજાના કાન ભંભેર્યા. જૈન મત ઉપર અનેક અઘટિત આરોપો મૂક્યાં. જૈન શ્રમણો પર ભ્રામક આક્ષેપો કર્યા. જૈનાચાર્યોને સ્ત્રી અને બાળકોને ચોરી જનારા કહીને રાજાને એમની વિરુદ્ધ ઉશ્કેર્યા. ભાઈ શોભનની દીક્ષાને ધનના બદલામાં શિષ્યના સોદા તરીકે વખોડી. આ બધી એકતરફી વાતોથી પ્રભાવિત થયેલાં રાજાભોજે આખરે પોતાના સમગ્ર રાજયમાં શ્વેતાંબર જૈન સાધુઓ માટે પ્રવેશબંધી ફરમાવી. આમ, ઇતિહાસની બહુ મોટી ઉથલ-પાથલ કરાવીને પછી જ ધનપાલ ઝંપ્યા. રાજ્યના આવા અત્યાચારી નિર્ણયથી મધ્યભારતનો જૈનસંઘ ખળભળી ઉઠ્યો. જૈનસંઘે ધર્માધ શાસક રાજાભોજને સમજાવવાની શક્ય તમામ કોશિષ કરી પરંતુ તે નિષ્ફળ નીવડી. સમયનું ચક્ર એની શાશ્વતગતિ પ્રમાણે આગળ ધપ્યું જતું હતું. જોત-જોતામાં તો બાર વર્ષ જેવો વિરાટ કાળ વ્યતીત થઈ ગયો. અનેક પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યાં અને જેની પર આશા હતી તે કાળક્ષેપ પણ જ્યારે વિફળ ગયો ત્યારે માલવાના સંઘે એકત્ર થઇને કોઇ બેશર્ત ઉપાયની ખોજ શરૂ કરી. એવો ઉપાય જે શ્વેતાંબર સાધુઓના આવાગમન પરનો પ્રતિબંધ દૂર કરાવે. રાજયને એની સીમાનું ભાન કરાવે.
SR No.004429
Book TitleShobhan Stuti Vruttimala Part 01
Original Sutra AuthorN/A
AuthorRihtvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2010
Total Pages234
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy