________________ 20 शोभनस्तुति-वृत्तिमाला પણ વત્સ, તારા વડીલબંધુએ જે આજ્ઞા સ્વીકારી નથી તે તું શી રીતે પાળીશ? સર્વદવે શોભનકુમારનું મસ્તક હાથ વડે પંપાળતાં સઘળી હકીકત કહી. પિતાજી, મારામાં હજી અવિનયનો દોષ હશે માટે આપે આ રીતે મારી પિતૃભક્તિમાં શંકા કરવી પડી પણ તાત, જન્મથી જ હું સરળ છું. ભદ્રક સ્વભાવ ધરાવું છું. પિતાની આજ્ઞા જ પુત્ર માટે સર્વસ્વ છે એટલું જ હું જાણું છું માટે આપના વચનનો ઈન્કાર નહિ કરું. અગ્રજ ધનપાલ તો મહાપંડિત છે, રાજમાન્ય છે એથી કદાચ આપના વચનમાં છિદ્ર જુએ એ શક્ય છે. મારા માટે એ શક્ય નથી. પિતાજી, આપ નચિંત બનો. આપના વચન ખાતર હું શ્રી મહેન્દ્રસૂરિજી પાસે દીક્ષા અંગીકાર કરીશ. જીવનને ધન્ય કરીશ. તાત, એમના અહિંસામય આચારો માટે મને તો પ્રથમથી જ પ્રેમ છે. કયો સરળ મનુષ્ય હિંસાત્મક ધર્મમાં રૂચિ રાખે ? ભલેને તે કુળ પરંપરાથી પ્રાપ્ત હોય ! આત્માનું હિત તો દયામય જૈન ધર્મ દ્વારા જ થઈ શકશે એવી મને શ્રદ્ધા છે અને એથી હું જૈન દીક્ષા લેવા તત્પર છું. ધનપાલના લગ્ન પછી એનું મન એક લક્ષ્મી અને બે, પત્ની ધનશ્રીમાં કેવું સંતપ્ત રહે છે એ મે જોયું છે. લગ્ન કરીશ તો આ જ સંતાપ મને પણ દઝાડશે.માટે મારે લગ્ન નથી કરવા. કૃપા કરો, એ ગુરુદેવ પાસે મને લઈ જાઓ. એમના શ્રી ચરણોમાં મને અર્પણ કરીને તમારા વચનને પરિપૂર્ણ કરો ! શોભનકુમારના આવા અત્યંત શોભન વચનો સાંભળીને પિતા સર્વદેવની રોમરાજી વિકસી ગઇ. તેમણે પુત્રને આલિંગન આપ્યું. આંખેથી હર્ષાશ્રુના બુંદ વરસાવતાં તે બોલ્યાં પુત્ર, તું જ મારો સાચો અપત્ય છે. તને ધન્ય છે. આવી પિતૃભક્તિ કરીને તે તારા બંને જન્મને યશોમય બનાવ્યાં છે. > શોભનકુમારની દીક્ષા કુટુંબફ્લેશઃ એ પછી ઘરના અન્ય સભ્યોને કશી વિગત કહ્યાં વિના સર્વદેવ બ્રાહ્મણ શોભનકુમારને સાથે લઇ ચાલી નીકળ્યાં. આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી પાસે પહોંચ્યાં. વંદન કર્યું અને વિજ્ઞપ્તિ કરી : ભગવંત, આપના જ્ઞાનને, ધર્મને અને મનને જેવો ઇષ્ટ છે એવો આ શિષ્ય છે. આ મારો લઘુપુત્ર શોભન આપના ધર્મને દીપાવશે. એનો સ્વીકાર કરવાની કૃપા કરો! જ આ પ્રકારના ઉત્તમ આત્માના સંયમનો લાભ જાણનારાં આચાર્યદેવે સવેદવ વિપ્રનું વચન સ્વીકાર્યું. એમની સાક્ષીએ જ તુરંત શોભનકુમારની દીક્ષા વિધિ કરી. શોભનવિજય એવું નામ સ્થાપન કર્યું. પોતાના શિષ્ય તરીકે તેમને ઘોષિત કર્યા.