________________ થઈ શકતું ન હતું તે પ્રસ્તુત જગ્યામાં ચાર પાંચ મહિનામાં પાર પાડી શકાયું આ અંગે વિશેષ ઉલ્લેખ હું બહાર પડનારા અન્ય ગ્રન્થના નિવેદનમાં કરવા માગું છું. અત્યારે તે મારા એ ભક્તિવંત ઉપર્યુક્ત ધર્માત્માઓ, ભક્તિવંત ધર્માત્મા સુશ્રાવિકાઓ સરલાબહેન, કેકિલાબહેન શ્રી વિરલભાઈ તથા ઘરના શિરછત્ર ધર્માત્મા સુશ્રાવક શ્રી દામોદરભાઈ તથા તેમના ધર્મપત્ની સમાજસેવિકા ધર્માત્મા સ્વ. રંભાબહેન વગેરે કુંટુંબ પરિવારને ખૂબજ આભારી છું. તેઓ સહુ શ્રુતસેવાના કાર્યમાં . નિઃસ્વાર્થ રીતે અનુપમ ભક્તિભાવ દાખવી અનેક રીતે જે સહાયક બન્યા તે બદલ જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેનો આ ભક્તિભાવ સદા ય જવલંત રહે એ જ શુભેચ્છા ! સ્તોત્રના અનુવાદનું કામ ઘણું કપરું છે. અનુવાદની પદ્ધતિઓ, - લઢણે ભિન્ન ભિન્ન પણ હોય છે અહીં આ અમુક પદ્ધતિને જાળવીને અનુવાદ પ્રસ્તુત કર્યો છે. વીરસ્તવના અનુવાદનું કાર્ય ઘણુ જ કપરું હતું, સંક્ષેપમાં કરવું વધુ કઠિન હતું અને એ અનુવાદ જોઈએ તેવો ચીવટથી જોઈ શકાય પણ નથી એટલે અનુવાદક મહાનુભાવની જે કંઈ ક્ષતિઓ હોય તે માટે વાંચકો ક્ષમા કરે અને તે ક્ષતિઓ સંસ્થાને જણાવે. - અન્તમાં સહુ કોઈ આત્મા આ સ્તોત્રનું અધ્યયન-અધ્યાપન કરીને આધ્યાત્મિક પ્રકાશ મેળવે એજ મંગલ કામના. મુનિ યશોવિજય ડે. બાલાભાઈ નાણાવટી હોસ્પીટલ વિલેપારલા, મુંબઈ તા. 31-4-75