________________ 7 ] . . કેટલાક તેત્રો ગજરાતી અર્થ સાથે પ્રગટ થયાં છે પણ એક બે નાનકડા સ્તોત્ર અવશેષ રહી જાય છે, તે ગુજરાતી આવૃત્તિમાં સમાવી લેવાશે. આ તમામ સ્તોત્રાદિક હિંદીઅર્થ સાથે પ્રથમ જ પ્રગટ થાય છે. અમુક કૃતિઓ પહેલી જ વાર પ્રગટ થાય છે. ઉપાધ્યાયજીના સ્તોત્ર “તેંત્રાવલીથી પ્રસિદ્ધ હોવાથી આ ગ્રન્થનું નામ પણ “સ્તોત્રાવલી રાખ્યું છે. આ અંગેની વિસ્તૃત નોંધ લખવાનું માંદગીના કારણે હોસ્પિટલમાં બિછાનાવશ હોવાથી શકય નથી તેથી સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો છે. મારા સહૃદયી મિત્ર ડો. રુદ્રદેવજીએ અનુવાદક તરીકે, અનુવાદના સંશોધન તરીકે, મુદ્રણાદિકની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઈને જે સહકાર આપ્યો તે બદલ તેઓ સાચા અભિનંદનના અધિકારી બન્યા છે ઉપાધ્યાયજી વિરચિત કાવ્ય-પ્રકાશની ટીકાનું મુદ્રણકાર્ય મુફ સંશાધન વગેરે પણ તેઓ જ ખૂબ જ ખંતથી કરી રહ્યા છે. થોડા મહિના બાદ તે કૃતિ પણ બહાર પડશે. ઉપાધ્યાયજીના ગ્રંથોનું વરસોથી અધૂરું પડેલું કાર્ય મારા ધર્મસ્નેહી ધર્મબંધુ શ્રીં ચિત્તરંજન ડી. શાહ અને ધર્માત્મા સરલાબહેને માઉન્ટયૂનીકમાં આવેલા તેમના અનુજ બંધુ હેમંતભાઈની જગ્યાની અમને સગવડ આપી અને મેં ત્યાં બહારની કેઈપણ વ્યક્તિને આવવા ઉપર સખત પ્રતિબંધ રાખીને ભૂગર્ભવાસની જેમ જ હું રહ્યો. નીરવ શાંતિ અને રોજના દસ-દસ બાર-બાર કલાક કામ કરીને ઉપાધ્યાયજીની પ્રેસકોપીઓ શોધ માટે જે જે અધૂરી હતી, કેટલીકને છેવટને સ્પર્શ આપવાનું હતું એ બધી પ્રેસકોપીઓને આપો, કલ્પના ન કરી શકાય તેવો ક્ષયોપશમ જાગ્રત થયો હતો, પરિણામે કામ ખૂબ થયું. આ સ્તોત્રાવલીને આખરી સ્પર્શ પણ માઉસૂનીક જગ્યામાં જ આ હતે. દશ વરસનું કામ જે જાહેર સ્થળમાં મારાથી