________________ સંસ્કૃત સુભાષિત સૂક્ત રત્નમાલાની પ્રસ્તાવના પ્રશ્ન-અન્ય એટલે શું? ઉત્તર-ગ્રન્થ એટલે આગમો-આગમ એટલે આપ્ત પુરૂષના બનાવેલા ચાર અનુગ પૈકી કઈ એક બે ત્રણ વા ચારેનું સંક્ષેપથી કે વિસ્તારથી બતાવેલ સ્વરૂપ. ગ્રન્થ એટલે ચાર પૈકીના એક અનુગનું અથવા તેના પણ અંતર્ગત એક પેટાવિષયનું સ્વરૂપ બતાવનાર એક નિબંધ. ગ્રન્ય એટલે છ દ્રવ્ય અથવા નવતને સમજાવનાર નિબંધ. કર્મપ્રન્ય-લેખ્રકાશ-પ્રવચન સાદ્વાર–તત્વાર્થ આવા આગમાનુસારી વિના નિચેડ બતાવનાર બધાજ નિબંધે-ગ્રન્થ-આગમે શારોસિદ્ધાંત નામથી ઓળખાય છે. પ્રશ્ન-ગ્રન્થ કે ગ્રન્થ બનાવવાનું પ્રયોજન શું? ઉત્તર-ગ્રન્થ બનાવનારને પિતાને સ્વાધ્યાયને લાભ થાય છે. સ્વાધ્યાયથી ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતાથી સંવર થાય છે. અર્થાત ભાવ સામાયિકની સ્પર્શના થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયા હોય તે નિમલ થાય છે, અને મળેલા ગુણો સ્થિર થાય છે. ઉત્તરોત્તર તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય છે. બહિરાતમાં ભારે પાતળા પડે છે. ભવાભિનંદીદશા, નષ્ટ થાય છે. પગલિક વાસનાઓ રોકાય છે. ઉત્તરોત્તર આત્મગુણો ખીલે છે. ગુણનું રટણ વધે છે. છેવટે સર્વજ્ઞદશા, સ્વભાવ દશા, વીતરાગદશા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજે લાભ-ભવ્ય જીવોને ધર્મમાં આકર્ષણ જાગે છે. વીતરાગની વાણના રથે જે કોઈ વાંચે, તેમને સંસારથી નિર્વેદ થાય છે. સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. અનાચારના કટવિપાકે સંમજાવાથી,