________________ 42 છે. ભગિની સમાજને રાક વિના અટકવું પડે છે. તથા હાથમાં લઈને જમતી વખતે, પેટ અને પગ વિગેરે ઉપર સંખ્યાબંધ એઠવાડ પડે છે. તથા પાત્ર ન રાખવાના કારણે નવીન દીક્ષિત, વડીલે, ગુરુપુરૂષે, શ્વાનસાધુઓ અને વૃદ્ધસાધુઓની વેયાવચ્ચ થાય જ નહી. આ અપૂર્વ અને અમૂલ્ય નિર્જરા અદ્રશ્ય થઈ છે. વૈયાવચ્ચ એ અત્યંતર તપ છે. તે બાજુના દરવાજાને તાલાં જ વસાણું છે. સાથે સાથ જૈન મુનિઓનું ખાન-પાન ગૃહસ્થને બતાવાય જ નહીં. તેવી મર્યાદાને તદ્દન તિલાંજલિ અપાઈ છે. પ્રશ્ન - શ્વેતામ્બર સાધુઓને આવા આહારના, પાણીના વસ્ત્રોના દોષ લાગતા નથી? ઉત્તર- જેમને ચારિત્ર વહાલું છે. જે શરીરના મમત્વથી પર છે. જેઓ સંસારની ભયંકરતા સમજ્યા છે. તેવા મુનિરાજે આહારાદિકના દેષોથી બચાય તેટલું બચવા જરૂર જાગતા છે જ. છતાં પણ દિગંબર જેવી ગૌચરીની મર્યાદાઓ તાંબર પક્ષમાં સાવ અદ્રશ્ય થઈ નથી. આ વિષય તટસ્થ આત્મા જરૂર સમજી શકે તેવો છે જ. પ્રશ્ન- સ્થાનકવાસીઓ કરતાં મૂર્તિપૂજકેમાં આરંભસમારંભે વધુ પ્રમાણમાં થાય છે, આ વાત સાચીને? ઉત્તર-દર્શન, વંદન, પૂજન વિગેરે આરાધનાના માર્ગો છે. તેમાં સંપૂર્ણ વિવેક જાળવીને, કરવા પડતા આરંભે, સમ્યફવાદિની પ્રાપ્તિના લાભ પાસે અતિઅલ્પ છે. લાખોની કમાણીવાળાને હજારેના ખચ અનિવાર્ય બને છે. તેમ વાચક મહાશય અહિં પણ વિચાર કરેતે સમજાય તેવું છેજ. સ્થાનકવાસીઓ આલીશાન ઉપાશ્રયસ્થાન બનાવે છે. તેમાં પણ જરૂર પ્રારંભ થાય છે. મુનિરાજ કે મહાસતીજી અવસાન પામે, તેમને