________________ : પ્રશ્ન - તે પછી ઉપરની ગાથાને અર્થ લાગુ પડે એવા પણ સાધ્વાભાસો હશે ખરાને? . ઉત્તર:- ઓછામાં ઓછા કંચન કામિનીના ત્યાગી અને શુદ્ધ પ્રરુ૫ક હેય તેવા પણ આવા કાળમાં આરાધક આત્મા ગણાય. પણ જેઓ લાખો ધનની માલિકી ધરાવતા હેય. રેલ્વે, મોટર, પ્લેનમાં બેસતા હેય, ન બેસે પણ તેવાઓનું સમર્થન કરતા હોય, સાવીઓને વિહારમાં અને ચોમાસામાં કાયમ સાથે રાખતા હેય. પિતાની માલિકીનાં મુકામે રાખતા હેય, દીવાના પ્રકાશમાં બેસતા હોય, કાચા પાણી વાપરે, કાચાપાક પાણુથી દરરોજ અગર વારંવાર સ્નાન કરે. નેકરે રાખે, નેકરે પાસે પાણી મંગાવે, કાપ કઢાવે, બેટરીઓ રાખે. બટન જાતે દબાવી દીવા કરે, દીવામાં નિઃસંકોચ બેસે, ઉભા રહે, ફરે, કાળ વખતે કામળી ન ઓઢે, નેકરે દ્વારા બજારનાં ખાનપાન મંગાવી જમતા હય, જયોતિષ જોઈ આપે, સ્ત્રીઓ અને પુરુષના હાથ જોઈ ભવિષ્ય કહે, મોટા જેવીઓની મહાન પદવી ધરાવતા હોય. ગુરૂપૂજન કરાવી (દેવ દ્રવ્યમાં જ લઈ જવાતું ગુરુપૂજન દ્રવ્ય) પિતે લેઈ પિતાની પાસે રાખે. અને પોતાની મનપસંદ ઈચ્છાઓ. પૂરી કરવામાં વાપરે. નારી વર્ગ સાથે વારંવાર નિઃસંકેચ એકાન્ત સેવે. ચારિત્રની ઉપાધિ પણ હજારની કિંમતની ભેગી કરે. સમુદાયના મુનિઓથી અનેક ગુણ ઉપધિ નિઃસંકોચ એકઠી કરે. આવા વેશધારીઓ વધી રહ્યા છે. સમાજની બેદરકારીને દુરુપયોગ વધી રહ્યો છે. આવા જે કઈ હોય, ભલે પછી તેવાઓ ખૂબ વકતાઓ હેય, લગાતાર ટી તપસ્યાઓ પણ કરતા હોય, શાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરતા હોય. પણું વીતરાગદેવોની આણંદ અને પાંચ મહાવ્રતે ઘવાતાં હોવા છતાં છાતી કાઢીને ચાલનાર અજ્ઞાની કહેવાય છે. કશું ખોટું નથી. કહ્યું છે કે -