________________ વલી પણ “વાળો રંપરાનો એટલે જ્ઞાનથી જ દર્શન-સમ્યકત્વ પમાય છે. અજ્ઞાની સમ્યકત્વ પામી શકે નહી. અને જ્ઞાનવાન આત્મા જ અતિચાર લગાડ્યા વિના ચારિત્ર આરાધી શકે છે. પ્રશ્ન- તો પછી આજકાલઢગલાબંધ અતિચારે લગાતાર લાગ્યા જ કરતા હોય તેવા બધા અજ્ઞાની જ કહેવાય છે? ઉત્તર - વિના કારણુ નિઃશંકપણે વર્તન થાય તે અતિચાર જ નહી પણ અનાચાર પણ કહેવાય. આવાં વર્તન માટે બળાપ-પશ્ચાત્તાપ પણ ન જ થાય તે અજ્ઞાની કહેવામાં કાંઈ વાંધો નથી. જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स / आणा भट्टाओ वहु जणाओ मा भणइ संघुत्ति // 1 // અર્થ - સુખશીલીયા, સ્વચ્છેદાચારી, મેક્ષમાગથી વિપરીત વર્તનવાળા, લગભગ આજ્ઞા વિરુદ્ધ વર્તનારા, ભલે મોટા પક્ષ તરીકે દેખાતા હોય તે પણ તેવા સંધ તરીકે પણ રહેવા ગ્ય નથી. તે પછી જ્ઞાની તે કહેવાય જ કેમ? પ્રશ્ન:- જૈન મુનિરાજે બધા જ આવા હેય એ કેમ બની શકે? કેમ માની શકાય? ઉત્તર:- બધા જ મુનિરાજે પડવાઈ છે કે ગોરજી જેવા છે. અથવા આણબિષ્ટ છે. એવું અમે કહેતા નથી. કેમ બોલી શકાય? આવું બોલનાર પણ મહાન ઉસૂત્રભાષી જ ગણાય. આજે પણ ખૂબ સારી આરાધના કરનારા સાધુ મુનિરાજે અને સાધ્વીજી મહારાજાએ મેટી સંખ્યામાં વિચરી રહ્યા છે. જેમનાં દર્શન કરીયે તે આપણું પાપ ધોવાય.