SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા છે. બધા ધર્મની ઓળખાણ જ્ઞાનથી જ થાય છે જ્ઞાન એ જ ધર્મ છે. અજ્ઞાન એ જ પાપ છે. જ્ઞાનથી જીવ–અજીવ પુણ્ય–પાપના - ભેદે સમજાય છે. ધર્મની અતિ બારિકતા જ્ઞાનથી જ જણાય છે. સૂર્ય, ચંદ્ર, દીપક અને, પ્રકાશના સમુદાય; જ્ઞાન પ્રકાશ વિણ એ બધા, ફલદાયક નવ થાય.” “સમ્યજ્ઞાન આવ્યા પછી, વિવેકના સમુદાય; આતમના મિત્રો બને, કમબંધ રખાય.” માટે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા - રૂ૫, સ્વાધ્યાય આત્માનું અસાધારણ અવલંબન છે. મોક્ષ મહેલની. નિસ્સરણી છે. લડથડતા માણસને દોરડાની માફક ધારી રાખનાર, અવલંબન પણ વીતરાગની વાણી જ છે. શ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન.” ક્રિયાઓને સમજાવનાર પણ જ્ઞાન છે. ક્રિયાઓમાં રસ ઉત્પન્ન પણ -જ્ઞાનથી થાય છે. કોડ પૂર્વ સુધી ચારિત્ર પાલનારને, અતિચાર પણ લાગે નહિ, ત્યાં પ્રભાવ જ્ઞાનને જાણ. - ગવ લાવ્યા સિવાય બદલે લેવાની ઈચ્છા વગર હજાર વર્ષ 500 મુનિરાજેની વેયાવચ્ચ કરવા છતાં શ્રમ કે કંટાળો આવ્યો નહી. તે પ્રભાવ જ્ઞાનને જાણુ. ધનાકાનંદી છઠ્ઠ–છ તપના પારણે નિરસ વસ્તુઓથી પારણું કરતા હતા. પણ થાક્યા કે કંટાળ્યા નહી. તે પ્રભાવ જ્ઞાનને જ સમજાય છે. નંદન મુનિરાજે એક લાખ વર્ષ માસક્ષમણે અને એક પારણું કર્યું. આવાં 11-80-645 માસક્ષમણે કર્યા. થાક્યા નહી, કંટાળ્યા - નહી. ક્રોધ-માન-માયા-લેભ-ઈર્ષા કાઈ દોષ આવ્યા નહી. દુષ્ટ કર્મો ખપાવ્યાં અને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. આ પ્રભાવ સમ્યગૂજ્ઞાનને જાણુ.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy