________________ દુખિયા હેય તેનું દુખ માવું એ વધારે લાભ ન કહેવાય? પ્રભુની પ્રાર્થના અને ગરીખેની સેવા, આ જ સાચો ધર્મ શું ન કહેવાય? "ઉત્તર - સેવા અને સહાય બે વસ્તુ તદ્દન જુદા છે, નિરાળાં છે. જૈન ધર્મમાં એકે વહેવારને અનાદર નથી. માટે જ અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિદાન, જ્ઞાનદાન, અન્નદાન, ઓષધદાન, ગુણાનુરાગ, વૈયાવચ્ચ–આવા બધા જ માર્ગો બતાવ્યા. છે. એકને પણ અનાદર નથી બધાને આદર મલ્યો છે. ભૂત અને વર્તમાનકાળના જૈનેએ એક પણ ધમના (ઉપર બતાવેલા) અંગનું અપમાન કર્યું નથી. પરંતુ વખતે-વખત ઈન્સાફ આપે છે. આંહી કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ, જગડુશાહ, ભામાશાહ, રાજીયા-વછયા પારેખ બાંધવ-બેલડી વિગેરે ચહાશયો દ્વારા દુષ્કાળ ઉતરાવ્યાના રાજા અને રંકને યથાયોગ્ય ન્યાય. આપ્યાના દાખલા આપણું ઇતિહાસમાં ભર્યા પડયા છે. મનુષ્ય સેવામાં પણ સાથે જમવા બેઠેલા શેઠ-નોકરને, ખાનપાન સમાન અપાય પણ માનને ભેદ અવશ્ય હોવું જોઈએ. તેમા ગુણ અને ગુણી આત્માઓ અને બીચારા ગરીબના આદરમાં ભેદ હેય જ. કેઈની સેવા થાય, કેઈને સહાય અપાય. શેરડી અને એરંડા. બંનેને ઓળખવા તે જોઈએ જ. આંબાને બગીચે અને ગવારનું ક્ષેત્ર બનેને પિષણ આપવાની ના ન હોય પણ પાત્રતા બન્નેની જુદી છે જ. પરંતુ વર્તમાન કેળવણીમાં ગુણદોષની ઓળખાણ તજવી છે. સુપાત્રો ભુલાણ માટે સુપાત્રદાન કરતાં માણસ સેવા આગળ આવી, છે. આવા આર્યોના રીવાજો હતા નહી. પરંતુ કૃશ્ચિયન કેળવણીને. પ્રાપ છે. અહિંસાને ઓલવામાં વપરાય છે, પણ મુંગા જીવોના પોકાર સાંભળવા લક્ષ ખવાયું છે.