________________ 22 આજથી 560 વર્ષ પહેલાં આદેશના રુઢ રીવાજે જ હતા કે-નારીજાતિ ભલે પછી તે પુત્રી હોય કે વધૂ હેય, ભગિની હેય કે માતા હેય પણ ઘરબાર નીકળે તે માથે ઓઢવાનું. વહુએને અવશ્ય લાજ કાઢવાની. મુખ, મસ્તક ને સ્તન ત્રણે નારીજાતિના મોહક અંગે છે. માટે ઢાંકીને બહાર જવાય. આજે લગભગ નારીવર્ગ ઉઘાડા મસ્તકે કરવામાં પિતાને ભાગ્યશાળી માને છે. માથું ખુલ્લું, મુખ ખુલું, પાછળને કેટલાક ભાગ ઉધાડે, છાતિ, પેટ પણ લગભગ ઉઘાડી રાખીને ચાલવામાં સારા-કુલ ખાનદાન કુટુંબની બહેનેને પણ શરમ લાગતી નથી. આ ખરેખર આ કાળની કેળવણીને જ પ્રતાપ સમજાય છે. એટલે જે આદેશની ભૂતકાળની કેળવણું, ભણતર હતું. તે મેટા ભાગે ધર્મના અને નીતિના સિદ્ધાંતની પૂરવણું રુપે હતું. અને આ કાળની કેળવણીએ તે ધર્મને-નીતિને અને સમાજોના બંધારણને પણ મોટું નુકશાન પહોંચાડયું છે. આર્યદેશને અને આર્ય કને, ન શોભે તેવી, હજારે ગેરરીતિઓ શરૂ થઈ ગઈ છે. જ્ઞાનદાનના વર્ણનમાં જ્ઞાન કોને કહેવાય-તે સમજવા માટે આટલી વાત કહેવી પડી છે. શાસ્ત્રકારના શબ્દથી પણ જ્ઞાન– અજ્ઞાનના ભેદ સમજી શકાશે. तज्ज्ञानं द्विविध-मिथ्यासम्यग भेदद्वयेन च / रागद्वेषकरं यच्च, मिथ्याज्ञानं तदुच्यते // 1 // અર્થ:- તે જ્ઞાન બે પ્રકારે છે. મિથ્યાજ્ઞાન અને સમગૂજ્ઞાન. જે જ્ઞાનથી રાગ-દ્વેષ વધે. હિંસા, અસત્ય વધે, ચોરી, લુચ્ચાઈ શિખવાડે. કામશાસ્ત્ર સમજાવે. આવાં બધાં જ્ઞાન આભવ, અથવા અલ્પકાળ માટે સારાં લાગે પણ, દુર્ગતિની સગવડ પૂરી પાડનારાં છે.