________________ 18 આજની સાધન સામગ્રીથી સુખ વધ્યું નથી, પણ આરોગ્ય ખવાઈ ગયું છે, પામર પણ ચક્કીમાં દળાવીને જમે છે. પાણીના ઘેર ઘેર નળ થઈ ગયા છે. ગામડે ગામડે નળ થવાથી મજુર વર્ગની મજુરી ઝુંટવાઈ ગઈ છે. લાખે નહીં પણ ક્રોડેની સંખ્યામાં ગાયે ભેસો, બકરી, ઘેટી કપાઈ ગયાં. તેથી મધ્યમ વર્ગના અને શ્રીમંતનાં ઘરમાંથી વલોણુ ગયાં દુધ-દહીં છાશનાં સ્વપ્ન પણ ભુલાઈ ગયાં, ગરીબની મજુરી ગઈ. મધ્યમ અને શ્રીમંત કુટુંબના ઘરમાંથી પરિશ્રમ-કસરત ગઈ. રોજે રોજને આટ-લેટ ખવાય. ચેમ્બુ કુવાઓની સરવણનું પાણી અદશ્ય થયું. દૂધ-દહી અને ધી–નવું-તાજું –ભેળસેળ વગરનું-ઘરનું કિંમત વગરનું. અગર અ૫ કિંમતનું પણ ચમ્મુ અને પૌષ્ટિક ખાનપાન ગયું. ઘીની જગ્યા ડાડાએ લઈ લીધી. દુધ-તદ્દન ખોટું-બે ત્રણ ચાર દિવસનું-પાણ–ચરબી પાવડરના ભેળસેળવાળું. તદ્દન સ્વાદ અને કસ વગરનું મળે છે. જે આદમી ઘરની ભેંસ ગાય-સિવાયનું દુધ-દહીં-છાશ-થી ચાખતે નહીં. તેને આજે બકરીનું-ઘેટીનું બુડીનું કે અમેરીકન પાવડરનાં દુધ-દહીં-છાશ ખાવાં પડતાં હશે. ગામડાઓના વેપાર ધંધા, અને મજુરી ખવાયાં. તેથી લેકે ઘરબાર ગામડાં અને મધ્યમ વર્ગનાં શહેર છેડી છોડીને મુંબઈ કલકત્તા-મદ્રાસ-દિલી અમદાવાદ જેવી મેટી નગરીમાં ભરાવા લાગ્યા. ગામડાંઓનાં ઘરો પડી ગયાં. શહેરમાં રહેવા જગ્યા જ મલતી નથી. ઝુંપડા અને ફુટપાથરી પણ મેધાં પડે છે. દેશી ખાણું–તાજું ખાણું ખુલી હવામોકળાશને વસવાટગ્રામજીવન-નિર્ભય વસવાટ–ગરીબનું બધું જ ઝુંટવાઈ ગયું. અને બચારા નેકરી મજુરીનાં ફાંફાં મારતા શહેરમાં ફુટપાયરી ઉપર પડવા રહી, દિવસે–મહીનાઓ નહી વર્ષો વિતાવી રહ્યા છે. અને કંગાલ દશા ભોગવી રહ્યા છે.