________________ 17. અમે આ જે લખી રહ્યા છીએ, તે ધર્મને પક્ષ લઈને વર્તમાન કેલવણીને ઉતારી પાડવા લખતા નથી. પણ આજના આંકડાશાસ્ત્રીઓ અને વર્તમાન ભારતને અનુભવ પામેલા તટરથ મહાશયોના લેખના અભિપ્રાય જ લખીયે છીયે. ચિકિત્સાઓ વધી નથી પણ ખવાઈ ગઈ છે. 50-60 વર્ષ પહેલાં ડોકટરો લગભગ હતા નહી. માટે રોગો પણ આટલા હતા નહી, ડોકટરો વધ્યા માટે રોગ વધ્યા છે. 50 વર્ષો પહેલાં ઠીક પ્રમાણમાં વૈદ્યો હતા. નાડી જોઈ મૂત્ર–વિષ્ટા જોઈ લેતા. અને નિદાન કરતા. નાડી જોઈ રગને ઓળખી લેતા અને રૂપિયા બે રૂપીયાની દવામાં રોગીને નિરામય-રોગમુક્ત બનાવતા હતા. રોતા આવેલા રોગી હસતા ઘેર પહોંચતા હતા. - ભૂતકાલ 50-60 વર્ષ પહેલાં ભારત ભરમાંથી એકઠા કરાય તે પણ બહુ થોડા ડેકટરે ભેગા થાય. આજે ગામડે ગામડે ડોકટરોની દુકાને ખેલાઈ છે. સુવાની રાબ અને અજમાની ફાકીથી પેટને દુખાવો મટી જતું હતું. આજે પેટના રોગીઓ ડેકટર પાસે જાય તે 100 ની નોટ તે થાય જ. આજે ભારત ભરમાં લાખો ડોકટર બીરાજમાન છે. લાખો નવી પરીક્ષાઓ આપી રહ્યા છે. અને લોકોની બેકારીમાં મદદગાર બની રહ્યા છે. - 60 વર્ષ પહેલાં ગરીબને વૈદ્યોની જરૂર પડતી નહીં. કારણ કે ઘર દીઠ અને માણસ દીઠ પરિશ્રમ હતો. ઘરનો નારીવર્ગ અનાજ જતે દક્તિ, પાણી જાતે ભરતે, ઘેર ઘેર ગાયો-ભેંસો હોય જ. વલેણું જાતે કરવાનું. આવા પરિશ્રમી માનોને રોગ આવે કેમ? વળી ઘેર ઘોડા, ઊંટ કે બેલગાડી ન હોય તેવા માણસે પગે મુસાફરી કરતા. ડું વજન પણ એક ગામથી બીજે ગામ ઉપાડી લાવતા હતા.