________________ 14 મિટાવવા જુદી જુદી સગવડોની સહાય લેવી પડે છે. પરંતુ ઉપરોક્ત - બધી મુશ્કેલીઓનું એકદમ નિર્મલ નાશ કરવાનું સાધન શ્રીવીતરાગની વાણુ જ છે. શાસ્ત્રોના અજાણ ને અંધ–બધીર અને મૂંગા જેવા - ગણાવ્યા છે. જેમ આંધળો પિતાની જાતે સત્યમાર્ગ જોઈ શકો નથી. બહેરાઓ સત્યમાર્ગ સાંભળી શકતા નથી. અને મૂંગા બીચારા પિતાની શંકાઓનાં સમાધાન પામી શકતા નથી. તે જ પ્રમાણે શાસ્ત્રમાં - અજાણ છવડાઓ પા૫પુણ્યને સમજી શકતા નથી. તેથી કુદેવને દેવ માને છે. કુગુરૂઓને ગુરૂ તરીકે સ્વીકારે છે. હિંસા જેવા રૌદ્ર અને ભયંકર પાપને ધર્મ માને છે. અધમ કેટિના દેવ અને દેવીઓ માણસનાં પણ બલિદાન માગે છે. અને અજ્ઞાની અસાત્વિક મૂખ લેકે, માણસનાં પણ બલિ આપે છે. પાપશાસ્ત્રોને - શાસ્ત્રો સમજીને તેને રવીકાર અને પ્રચાર કરે છે. પ્રશ્ન-જ્ઞાન ન હોય માત્ર દેખાદેખી અને ગતાનુગતિક પર ભાથની સમજણ વિનાના છ દાન આપે, શીલ પાલે, તપશ્ચર્યા કરે, સામાયિક-પ્રતિક્રમણ-પૂજા વિગેરે ધર્મનાં અનુષ્ઠાન કરે તે શું તેને કશે લાભ જ નહીં ? ઉત્તર-ક્રિયા એકલી થાય તે તદ્દન નકામી કે નિષ્ફલ છે. એમ બોલનાર પોતે જ અજ્ઞાની બને છે. ઉત્સત્ર પ્રરૂપણને દોષ લાગે છે. પરંતુ “જ્ઞાન રહિત ક્રિયા કહી, કાસ કુસુમ ઉપમાન” જ્ઞાન વગરની ક્રિયા કેસુડાના ફુલ જેવી અસાર છે. આવી સમજણ વગર ક્રિયા અનંતીવાર થઈ પણ આત્માની રખડપટ્ટી બંધ - થઈ નથી. અને વગર સમજણે કરેલાં અનુષ્ઠાન બહુમૂલ બનતા નથી. - તેટલા માટે આપણે દાનાદિ જે ક્રિયા કરીએ છીએ. તેને