SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આ વખતે દેશમાં બૌદ્ધોના માટે વિદ્યાપીઠે હતા. ત્યાં દેશ પરદેશના વિદ્વાને આવતા. “સિદ્ધ' ને તેની તરફ આકર્ષણ થયું. તેણે બૌદ્ધ વિદ્યાપીઠમાં ભણવા જવા ગુરૂપાસે આજ્ઞા માગી. ગુરૂ નિમિત્તશાસ્ત્રના પ્રવીણ પુરૂષ હતા. તે સમજતા હતા કે ગમે તેટલું સમજાવવા છતાં સિદ્ધ માનશે નહિ. તેમણે સિદ્ધને ઘણું સમજાવ્યો પણ તેને બૌદ્ધ વિદ્યાપીઠમાં ભણવા જવાની રઢ લાગી હતી. ગુરૂએ કહ્યું “તું ચક્કરમાં પડી જઈશ અને કરેલી કમાણી ગુમાવી બેસીશ. તર્કશાસ્ત્ર એવું છે કે ભલભલાને ગોથામાં નાંખી દે. સિદ્ધને પિતાની જાત ઉપર વિશ્વાસ હતો. બીજા માટે ભલે તેમ બને પણ મારે માટે નહિ બને. કચવાતે હૃદયે સંમતિ આપી પણ સાથે સાથે કહ્યું કે જો કદાચ તારુ દીલ ભ્રમિત થાય તે આ મેં તને એ આપ્યો છે તે મને પાછો આપવા આવજે.” સિદ્ધને આ વાત ન ગમી. પણ તેને તે જવું હતું તે કબુલ થયો. ઘાને છુપાવી જુદો વેષ ધારણ કરી બદ્ધ વિદ્યાપીઠમાં સિદ્ધ રહ્યો. જોતજોતામાં તે અનેક શાસ્ત્રો ભર્યો. અને ત્યાં પણ ગણનાપાત્ર બન્યા. બૌદ્ધોએ સિદ્ધને પિતાને કરવા બૌદ્ધોના મોટા ગુરુ તરીકે સ્થાપવા વિચાર કર્યો. સિદ્ધ પણ બૌદ્ધોને પરિચય અને બૌદ્ધ શાસ્ત્રના અધ્યયનથી ડ. સિદ્ધને બૌદ્ધની દીક્ષા આપવાને સમય મુહૂર્ત નકકી થયું. સિદ્ધ હૃદય ખેલી કહ્યું “મેં પૂર્વગુરુને એ ઘો પાછો આપવાનું વચન આપ્યું છે. આ વચન મારે પાળવું જોઈએ.” બૌદ્ધોએ તેના એકવચનીપણાના ગુણને અભિન દ્યો. છૂપાવેલ એ લઈ સિદ્ધ ગુરૂ પાસે આવ્યા. * સિદ્ધ બૌદ્ધમત અને તેના પ્રત્યેના આદરથી રંગાયેલું હતું. જે વખતે ગુરૂ પાસેથી નીકળે તે વખતે જે પ્રેમ શ્રદ્ધા અને પૂજ્યભાવ હતો તે અત્યારે ન હતાં. ગુરૂને પાટે બેઠેલા જોઈ તે બોલી ઊઠયે “જશથા ગુમા ? -ચે બેઠેલા તમે સારા લાગતા નથી. આ શબ્દોથી ગુરૂ તેને બધે ભાવ સમજી ગયા તે માપી ગયા કે હમણાં જ આ કહેશે કે “લે આ તમારો ઘો. તેમણે સમય સૂચકતા વાપરી ખુબ આદર બતાવ્યું. તેને પિતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે “અમે દેરાસર જઈ આવીએ છીએ તું શેડે વખત બેસી આ પુસ્તક જોઈ જા.” સિદ્ધનું દીલ બૌદ્ધ ધર્મ તરફ ઢળ્યું હતું. પણ વિવેક વિસરાયે ન હતું. તે બેઠો અને ગ્રંથ ઉઘાડી વાંચવા મા. આ ગ્રંથ તે ચત્યવદન ઉપરની લલિતવિકતરા નામની હરિભદ્રસૂરિજીની ટીકા હતી. નિમિત્તવાસી આત્મા છે. કેઈ સાધારણ વચન પણ માણસની પરિણતિ બદલી શકે છે. આ ગ્રંથ વાંચતાં પ્રખર નૈયાયિક સિદ્ધની વિચાર પરિણતિ હિલોળે ચડી, તે શંકાના હિંડળે હિંચવા લાગે. ગ્રંથમાં ઊંડે ઊતર્યો. તેને તક અને ઉન્માદ ઓસરી ગયે. થોડી વાર પછી ગુરૂ આવ્યા. ગુરૂને “નિસિહી’ શબ્દ સાંભળતાં સિદ્ધ ઉભે થયે. ગુરુને સત્કાર કર્યો. કુશળ ગુરૂ સિદ્ધમાં પરિવર્તન થયું છે. તે પામી ગયા. ગુરૂના બેલ્યા પહેલાં સિદ્ધ બેલી ઉડયે “ભગવંત! આપ મારા મહા ઉપકારી છો.” “આઘા પાછા આપવાને બહાને તમે મને પાછા બોલાવ્યો અને આ લલિતવિસ્તરા ગ્રંથે મને મારા બધા તર્કોનું આપોઆપ સમાધાન કર્યું. ગુરૂએ શાસનનું ભાગ્ય અને સિદ્ધની બુદ્ધિની પ્રશંસા કરી. સિદ્ધ પ્રાયશ્ચિત્ત માગ્યું. ગુરૂએ પ્રાયશ્ચિત્ત આપ્યું. | સિદ્ધષિને સંઘ સેંપી ગુરૂ જિનકપની તુલના કરવામાં પરોવાયા. સિદ્ધર્ષિ ગચ્છના નાયક થયા. આ લલિતવિસ્તરા ગ્રંથે સિદ્ધર્ષિગણિના જીવનમાં પરિવર્તન આણ્યું. તે વાત સિધષિ પિતે– विषं विनिध्य कुवासनामयं. व्यचीरचद्यः कृपया महाशये अचिन्त्यवीर्येण सुवासनासुधा नमोऽस्तु तस्मै हरिभद्रसरये કુવાસના થી ભરેલ ઝેર પેઈને મારે માટે ન ચિંતવી શકાય તેવા વિધિપ્રગથી સુવાસનાનું અમૃત સિંચી કાઢયું તે હરિભદ્રસૂરિજીને નમસ્કાર.” ઉપમિતિની પ્રશસ્તિમાં કહે છે. તે ઉપરાંત આ લલિતવિસ્તરા ગ્રંથ શ્રી સિદ્ધષિને માર્ગે લાવ્યા તે વાત તેમની પછી બસે વર્ષે થયેલ મુનિચંદ્રસૂરિએ લલિત-વિસ્તરા ટીકા ઉપર પંજિકા લખી છે. તેમાં જણાવ્યું છે કે यां बुद्ध्वा किल सिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः सम्बुद्धः सुगतप्रणीतसमयाभ्यासाच्चलच्चेतनः यत्कर्तुः स्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसौ को नां विवृणोतु नाम विवृतिं स्मृत्यै तथाप्यात्मनः બૌદ્ધોના શાસ્ત્રાભ્યાસથી જેમનું ચિત્ત ચલિત થયું હતું તે વ્યાખ્યાતામાં ચૂડામણિ સિદ્ધસાધુને બોધ પમાડી
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy