SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગર્ગષિએ કર્મ વિપાક નામના ગ્રંથ રચે છે. તે વિદ્યાધર શાખાના બહુમાન્ય આચાર્ય હતા. આ હરિભદ્રસૂરીશ્વરજી માટે પ્રશસ્તિમાં आचार्य हरिभद्रो मे धर्मबोधकरो गुरुः प्रस्तावे भावतो अन्तः स एवाये निवेदितः॥६॥ अनागतं परिज्ञाय-चैत्यवंदनाख्यया मदर्थैव कृता येन वृत्तिललितविस्तरा // 37 // (ભાવથી આચાર્ય હરિભદ્રસૂરિ મારા ધર્મબોધ કરનાર ગુરૂ છે અને આ વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં કહી છે. અનાગત ભવિષ્યકાળ પ્રથમથી જાણીને મારે માટે જ ચૈત્યવંદન સંબંધિની લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી.) આચાર્ય હરિભદ્રસૂરિજીને શ્રી સિદ્ધષિગણિ તારિવક રીતે પિતાના ધર્મગુરુ ગણાવે છે. આ ધર્મગુરુ તરીકે તેમને તેમના બનાવેલા લલિતવિસ્તરા આદિ ગ્રંથને લઈને કહે છે. અને વધુમાં આ. હરિભદ્રસૂરિજીને દીર્ઘદૃષ્ટા ઓળખાવી ભવિષ્યમાં કેવા ગ્રંથે લેકને ઉપયોગી થશે તે વિચારી તેવા ગ્ર બનાવ્યા છે. આ લલિતવિસ્તરા ગ્રંથ મારે ભવિષ્યકાળ જાણીને જ બનાવ્યો હોય, આમ આ હરિભદ્રસૂરિના ગ્રંથ સંદ. ભેએ પૂ. સિદ્ધર્ષિગણિના જીવનમાં વિશિષ્ટ ભાગ ભજવ્યું છે. આવે છે. આ પ્રબંધ અને બીજી છૂટીછવાઈ વિગતેને આધારે સિદ્ધર્ષિ ગણિને ટૂંક પરિચય આ પ્રમાણે છે. ભિન્નમાલ નગરમાં વર્મલ રાજા હતા. આ રાજાને સુપ્રભદેવ નામને દીવાન હતે. સુપ્રભદેવને શુભંકર અને દત્ત નામે બે પુત્ર હતા. આ બન્ને પુત્રો કેટધ્વજ હતા. . દત્ત બહુ ઉદારચરિત અને ઉચ્ચ. આચારવાળે હતે. શુભંકર શેઠને સિદ્ધ નામે પુત્ર હતું. સિદ્ધને ધન્યા નામની પત્ની હતી. રૂપ, યૌવન અને સંપત્તિ ભાગ્યે જ કેઈને પાયા વિના રહે છે. સિદ્ધ સમૃદ્ધિવાન, રૂપવાન અને સંપત્તિવાન હતું. તે જુગટના શેખવાળો થયે. રાત દીવસ તેમાં રચ્યા પચ્ચે રહેવા લાગ્યું. મોડી રાતે ઘેર આવતે. તેની સ્ત્રી ધન્યાને પતિની કુટેવ ન ગમી. ઉજાગરાથી તેને અજંપ થયે. સિદ્ધની માતા લક્ષ્મી આ વસ્તુ સમજી ગઈ. સાસુ લકમીએ પુત્રવધૂને કહ્યું, “તું આજે વહેલી સુઈ જા. હું બારણું ઉઘાડીશ'. મધ્યરાતે સિદ્ધ આવ્યું. બારણું ખખડાવ્યાં. માતા લક્ષમીએ કહ્યું, “જેના દરવાજા ઉઘાડા હોય ત્યાં જાઓ. દરવાજો નહી ઊઘડે.” સિદ્ધ જુગારી હતે પણ ટેકીલે હતે. ચાર વાગ્યાને સમય થયું હતું. તે ઘેરથી નીકળે. ઉપાશ્રયનું બારણું ઉઘાડું જોયું. ઉપાશ્રયમાં દાખલ થયે. સાધુઓ સ્વાધ્યાય માટે ઊડ્યા હતા. તે સાધુમહારાજ પાસે આવી ઊભો રહ્યો. સાધુઓની સાથે રહેવા તેણે માગણી કરી. ગુરૂએ કહ્યું કે સાધુ થાય તેને તેઓ રાખી શકે. સાધુ થવા સિદ્ધ કબુલ થયા. ગુરૂએ સાધુના વ્રત કેવાં આકરાં અને પરીષહ કેવા સહન કરવા પડે છે તે જણાવ્યું. સિદ્ધ તે બધું સહન કરવા કબુલ થયે. ગુરૂએ કહ્યું “તારા પિતાની સંમતિ મેળવવા દે.” - સવાર પડયું. માતા મૂંઝાઈ. પિતાએ પુત્રની ખબર પૂછી, રાતની બધી વાત કરી. પિતાએ તપાસ કરી તે ઉપાશ્રયમાં સિદ્ધને પત્તો લાગ્યું. તેની ધારણા હતી કે સિદ્ધ કઈ જુગારના અડ્ડામાં હશે પણ તેને સાધુના ઉપાશ્રયમાં જેઈ ધીરજ વળી. તેણે ઘેર આવવા આગ્રહ કર્યો. સિદ્ધ ખૂબ મક્કમ રહ્યો. પિતાએ પિતાની સંપત્તિ મેલે આ બધુ સમજાવ્યું. તેને તે વારસ છે તેને પણ ખ્યાલ આપે. પણ સિદ્ધ કહ્યું કે “ગુરૂ મહારાજને પગે પડી વિજ્ઞપ્તિ કરો કે મને દીક્ષા આપે. હળકમી પિતાએ અનુમતિ આપી. સિદ્ધને ગર્ષિએ દીક્ષા આપી. “કમે શુરા ધમ્મ શુરા” માફક સિદ્ધ થેડા જ વખતમાં વિદ્વાન થયા. ઉપદેશમાળા ઉપર ટીકા લખી. જોત જોતામાં સારો વ્યાખ્યાતા અને ગણનાપાત્ર મુનિપુંગવ બન્યા. ગ્રંથમાં કે ગ્રંથ પ્રશસ્તિમાં સિદ્ધર્ષિગણિ સંબંધી બીજી વધુ હકીકત મળતી નથી, પરંતુ પ્રભાવરિત્ર ભેજપ્રબંધ પ્રબંધચિંતામણિ વિગેરે ગ્રંથમાં મળે છે. પ્રભાવચરિત્રમાં તે સ્વતંત્ર સિદ્ધષિ પ્રબંધ આપે છે. આ સિદ્ધષિ ગણિ અને માઘ કવિ કાકા કાકાના ભાઈ થાય છે. આ વાત પ્રભાવશ્ચરિત્ર, પ્રબંધચિંતામણિ અને ભોજપ્રબંધથી સિદ્ધ થાય છે. - શિશુપાલવધ મહાકાવ્યની પ્રશસ્તિમાં માઘકવિ જણાવે છે કે વર્મલરાજાના સર્વાધિકારી મંત્રી સુપ્રભદેવ હતા તેમને દત્તક નામે પુત્ર હતું. તેનું બીજું નામ સર્વાશ્રય હતું. આ દત્તકના પુત્ર માઘે આ ગ્રંથ બનાવ્યું છે. માઘને સમય વિ. સં. 750 બતાવવામાં આવ્યો છે. વર્મલ રાજાને સમય શીહી પાસેના વસંતગઢ કીલ્લામાંથી મળેલા તામ્રપત્ર ઉપર વિ. સં. 682 બતાવ્યા છે. આથી આની સંગતતા ઘટી શકે છે. * શિશુપાલવધ મહાકાવ્ય, વસંતગઢને શિલાલેખ, ઉપમિતિની પ્રશસ્તિ અને પ્રભાવકચરિત્ર આ બધાને સારી રીતે મેળ મળી રહે છે. પ્રભાવક ચરિત્રકારે સ્વતંત્ર સિદ્ધર્ષિગણિ પ્રબંધ
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy