________________ " (પઈ) જે જીવ નિશ્ચયનયને આશ્રય લે છે, તેને જે આત્મા છે તે જ જ્ઞાન છે. અને જે જ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યફચારિત્ર છે અને શુદ્ધ જ્ઞાનચેતના પણ તે જ છે. 7 '. (58) (રાગ-દ્વેષરૂપ~) બને ભાવેને નાશ થતાં પિતાના શુદ્ધ વિતરાગ આત્મિક સ્વભાવની પ્રાપ્તિ થવાથી યેગીની અંદર ગની શક્તિથી પરમ આનંદ પ્રગટ થાય છે. 58 (59) એવા ગાભ્યાસથી શું લાભ કે જે યોગમાં એવી શક્તિ નથી કે આત્માનુભવથી પ્રાપ્ત સુખકારી પરમાનંદ પ્રગટાવી શકે? (જે યેગ, આત્માનુભવથી પ્રગટ થતે સુખકારી પરમાનંદ પ્રગટાવી ન શકે તેવા યુગ-સાધનથી શું લાભ?) 59 . (6) જ્યાં સુધી કેગના ધારક એવા યોગીનું મન સહેજ પણ ચંચળ રહે છે, ત્યાં સુધી પરમ સુખકારી પરમાનંદ ઉત્પન્ન થતું નથી. 60 - (61) સર્વ વિકલ્પ બંધ થઈ જવાથી કઈ એક એવો અવિનાશી ભાવ ઉત્પન્ન થાય છે કે, જે આત્માને સ્વભાવ છે. નિશ્ચયથી તે જ ભાવ મેક્ષનું કારણ છે. 61 (62) આત્મસ્વભાવમાં સ્થિત એવા ગી ઉદયમાં આવેલા ઈન્દ્રિયના વિષયને જાણુતા (અનુભવતા નથી, પરંતુ પિતાના આત્માને જ જાણે છે અને તે (રાગાદિ રહિત) સુવિશુદ્ધ આત્માને જ દેખે છે. 62 (63) જે ગીએ શુદ્ધ આત્મિક તત્વની ઉપલબ્ધિ કરી લીધી છે, તે લેગીનું મન પાંચ ઈનિના વિષયમાં રમતું નથી, પરંતુ સર્વ આશાતૃષ્ણાથી રહિત થઈ તે મન) આત્માની સાથે એકમેક થઈ જાય છે અને ધ્યાનરૂપી શસ્ત્રથી મરી જાય છે. 63 , (64) જ્યાં સુધી સર્વ મેહને ક્ષય થતું નથી, ત્યાં સુધી આ મન મરતું નથી. મેહને ક્ષય થતાં બાકીનાં ઘાતિયાકર્મ પણ નષ્ટ થઈ જાય છે. 64 , (65) જેમ રાજાને ઘાત થવાથી પ્રભાવરહિત સેના સ્વયં નષ્ટ થઈ જાય છે, તેમ મહરાજાને નાશ થવાથી સમસ્ત ઘાતી કર્મોને નાશ થઈ જાય છે. 65 (66) ચારે ઘાતાંકને ક્ષય થઈ જવાથી કાલેકને પ્રકાશિત કરવાવાળું અને ત્રણે કાળની પર્યાને જાણવાવાળું એવું પરમ નિર્મલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. 66 (67) (કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી) અરિહંત અવસ્થામાં ત્રણે જગતનાં પ્રાણીઓથી પૂજિત બનીને, શેષ કર્મ જાળને (અઘાતિયા કર્મોને પણ) ક્ષય કરીને અભૂતપૂર્વ લેકાગ્રનિવાસી સિદ્ધ ભગવાન બની જાય છે. 67 | (68) સિદ્ધ પરમાત્મા ગમનાગમનથી રહિત, પરિસ્પદ અને હલન-ચલનથી રહિત છે; તથા અવ્યાબાધ સુખમાં લીન અને અનંતજ્ઞાનાદિ પરમાર્થ ગુણ અથવા મુખ્ય આઠ ગુણ સહિત છે. 68