________________ (69) (સિદ્ધ પરમાત્મા) ઈન્દ્રિયેના ક્રમથી રહિત, એકી સાથે સર્વ કલેકને તથા અનંત પર્યાય અને ગુણથી સંયુક્ત એવું સર્વ મૂર્ત-અમૂર્ત દ્રવ્યને જાણે છે અને દેખે છે. 69 (70) (અલકમાં) ધર્મદ્રવ્યને અભાવ હોવાથી તે સિદ્ધપરમાત્માનું લેકથી આગળ અલેકમાં ગમન થતું નથી, તેથી તેઓ લેકાગ્રનિવાસી થઈ ત્યાં અનંતકાળ બિરાજમાન રહે છે. 70 (71) મુક્તજીવ ઊર્ધ્વગમન સ્વભાવી હોય છે, તે માટે ધર્મદ્રવ્ય હોવા છતાં તે (મુક્તજીવ) નીચે અથવા તીરછે જતા નથી. 71 (72) વળી શરીરથી રહિત, અનંત, ચરમશરીરથી કિંચિત્ ઓછા આકારવાળા, જન્મ તથા મરણથી વિમુક્ત એવા સર્વ સિદ્ધોને હું (દેવસેનાચાર્ય નમસ્કાર કરું છું. 72 (73) જે તત્વમાં લીન બનીને જીવે ભયાનક સંસારરૂપી સમુદ્રને તરી જાય છે, તે ભવ્યજીને શરણભૂત સ્વગત અને પરગત તત્વ સદા વૃદ્ધિને પ્રાપ્ત થાઓ, જયવંત વહેં ! 73 (74) મુનિાથ શ્રી દેવસેનાચાર્ય રચિત આ “તત્વસાર ને સાંભળીને જે કંઈ સમ્યગ્દષ્ટિ જીવ તેની ભાવના કરે છે, તે અવિનાશી સુખને પામે છે. 74