________________ (35) ઈન્દ્રિયના વિષયમાં આસક્ત મૂઢ, કષાયસંયુક્ત અજ્ઞાની જીવ સદાય કેઈમાં રેષ (દ્વેષ, ક્રોધ) કરે છે ને કોઈમાં સતેષ માને છે (પ્રસન્ન થાય છે), પરંતુ જ્ઞાની પુરુષ એથી વિપરીત સ્વભાવવાળા હોય છે. 35 (36) આત્મધ્યાની યેગી વિચારે છે કે, અહીં (આ જગતમાં) ચેતનારહિત પદાર્થ (સ્થૂલ પુગલ શરીરાદિ, દેખાય છે, ચેતનાવાળે પદાર્થ દેખાતું નથી, તેથી હું મધ્યસ્થ કેના પ્રત્યે રોષ કરું ને કેનામાં સંતોષ પામું (રાજી થાઉ) 36 (37) ત્રણે ભુવનમાં રહેલા બધા જ પિતાના જેવા જ દેખાય છે. તેથી તે મધ્યસ્થ યેગી કઈમાં ન તે રોષ કરે છે, ન તે કઈમાં સંતેષ પામે છે. 37 (38) નિશ્ચયનયથી સર્વ જી જન્મ-મરણથી રહિત, આત્મપ્રદેશની અપેક્ષાએ (લેકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાત આત્મપ્રદેશની અપેક્ષાએ) સર્વ સમાન તથા આત્મીય ગુણેમાં બધા સરખા અને જ્ઞાનમય છે. 38 (39) જે કઈ જ્ઞાની બંને (નિશ્ચય અને વ્યવહાર અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) નય વડે આ પ્રકારે વસ્તુના સ્વભાવને સમજે છે, તેનું મન રાગ-દ્વેષ-મહના ભાવથી ડોલાયમાન (ડેલડોલા) થતું નથી. 39 | (40) જેનું મનરૂપી જળ રાગ-દ્વેષાદિ વિકારોથી ચલાયમાન થતું નથી, તે ગી નિજતત્વને (શુદ્ધ આત્મસ્વરૂપને) દેખે છે-અનુભવે છે, તેનાથી વિપરીત પુરુષ (અર્થાત્ જે રાગી-દ્વેષી-મોહી છે તે) નિશ્ચયથી દેખી શકતું નથી. 40 (41) જેવી રીતે સરેવરનું જળ સ્થિર થવાથી અંદર પડેલું રત્ન નિશ્ચયથી દેખાય છે, તેવી રીતે મનરૂપી જળ સ્થિર થવાથી નિર્મલભાવમાં પિતાને આત્મા દેખાય છે (અનુભવમાં આવે છે). 41 (42) ઈન્દ્રિયેના વિષથી રહિત નિર્મળ વીતરાગ સ્વભાવવાળું એવું પોતાનું આત્મતત્ત્વ દેખવામાં (અનુભવવામાં આવે છે ત્યારે ક્ષણાદ્ધમાં (અડધી ક્ષણમાં) યેગીને દેવત્વ-સર્વજ્ઞત્વ પ્રગટ થાય છે. 42 (43) જ્ઞાનમયી નિજતત્વ સિવાય અન્ય સર્વ ભાવે પરગત છે, (માટે) તેમને છોડીને શુદ્ધસ્વભાવવાળા પોતાના આત્માની જ ભાવના કરવી જોઈએ. 43 (44) જે કઈ યોગી સ્વસંવેદનજ્ઞાનમાં ઉપયુક્ત થઈને પિતાના આત્માને ધ્યાવે છે, તે નિર્મલ રત્નત્રયના ધારક સાધુ વીતરાગ બની જાય છે. 44 (45) જે ગી સચેતન અને શુદ્ધભાવમાં સ્થિત આત્માને ધ્યાવે છે, તેને આ લેકમાં (અથવા આ કલિકાલમાં) નિશ્ચય સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવામાં આવે છે. 45