________________ મરણમાં સમાનભાવ રાખે છે તથા બંધુ તેમ જ શત્રુમાં સમભાવધારી છે, તે જ ગી ધ્યાન કરવાની શક્તિ ધરાવે છે. 11 (12) ભવ્યપુરુષને, જેમ-જેમ કાળાદિ લબ્ધિઓ નિકટ આવતી જાય છે, તેમ-તેમ મેક્ષ માટેની સર્વ ઉત્તમ સામગ્રીઓ નિશ્ચયથી પ્રાપ્ત થતી જાય છે. 12 - (13) જેમ બંને પગરહિત મનુષ્ય મેરુપર્વતના શિખર પર ચઢવાનું ચાહે છે, તે જ પ્રમાણે ધ્યાનથી રહિત સાધુ કર્મોને ક્ષય કરવા ચાહે છે. 13 . (14) કેટલાય શંકાશીલ તથા વિષયસુખના અભિલાષી, ઈન્દ્રિય-વિષમાં આસક્ત (વિષયભેગમાં પિતાનું હિત માનવાવાળા), સન્માર્ગ જે રત્નત્રય ધર્મ છે તેનાથી તદ્દન શ્રેષ્ઠ છે. તે એ પ્રકારે કહે છે કે “આ આત્મધ્યાન કરવાને કાળ નથી” (અર્થાત્ વર્તમાનકાળ ધ્યાન કરવાને યોગ્ય નથી). 14 (15) આજે પણ આ પંચમકાળમાં) રત્નત્રયના ધારક મનુષ્ય આત્માનું ધ્યાન કરીને સ્વર્ગમાં જાય છે. ત્યાંથી આવીને મનુષ્યકુળમાં ઉત્પન્ન થઈ મોક્ષને પામે છે. 15 (16) માટે, જે શાશ્વત (અતીન્દ્રિય) સુખને ચાહે છે તે રાગ-દ્વેષ અને મેહને ત્યાગી સદા ધ્યાનને અભ્યાસ કરે, પિતાના જ આમાનું ધ્યાન કરે. 16 (17) નિશ્ચયથી આત્મા દર્શન અને જ્ઞાનગુણ-પ્રધાન છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશને ધારણ કરવાવાળે છે (લેકમાં વ્યાપી શકે છે, અમૂતિક (સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરહિત) છે, વર્તમાનમાં પોતાના શરીર પ્રમાણ આકારધારી છે (પિતાના શરીરમાં વ્યાપક છે); એ પ્રમાણે આત્મા જાણવા યોગ્ય છે. 17 (18) રાગાદિ વિભાવોને તથા બહિરંતર બંને પ્રકારના વિકલ્પ (વિચાર–ીને છેડીને મનને એકાગ્ર કરી પિતાને આત્માને સર્વમલથી રહિત નિરંજન શુદ્ધરૂપ ધ્યાવ. 18 કે (1) જેને ક્રોધ નથી, માન નથી, માયા નથી તથા લેભ નથી, કેઈ શલ્ય નથી, છ પ્રકારની લેયાઓ નથી, અને જેને જન્મ-જરા-મરણ નથી તે નિરંજન હું છું, એમ કહેવામાં આવ્યું છે. 19 (2) તે નિરંજન આત્માને (તેર કલાઓમાંની) ન કેઈ કલા છે, ન કોઈ (છ સંસ્થાનેમાંનું) સંસ્થાન છે, ન કેઈ માર્ગણ કે ગુણસ્થાન છે, ન કેઈ જીવસમાસ કે ન કેઈ સંયમલબ્ધિનાં સ્થાન છે, ન કોઈ બંધનાં સ્થાન કે ન કોઈ ઉદયનાં સ્થાન છે. 20 (21) વળી ને ન કેઈ સ્પ, રસ, રૂપ, ગંધ કે શબ્દાદિક છે, તે શુદ્ધ ચૈતન્યભાવથારી નિરંજન હું છું, એમ કહ્યું છે. 21 1 . (22) પરંતુ, વ્યવહારનયથી આ સર્વ નાના પ્રકારના ભેદવાળી ને કર્મ તથા કર્માનિત પર્યાયે જીવની છે, એમ કહેવામાં આવ્યું છે. 22