________________ શ્રી દેવસેનાચાર્ય-વિરચિત તવસાર (બા. બ, શ્રી હિંમતભાઈ ચીનુભાઈ શાહ (માંડળવાળા) કૃત ગુજરાતી ભાષાંતર) (1) આત્મધ્યાનરૂપ અગ્નિવડે જ્ઞાનાવરણાદિ સર્વ કમેને ભસ્મ કરનાર તથા પિતાના વીતરાગ પરમ-શુદ્ધસ્વભાવને પ્રાપ્ત કરનાર એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીને (હું દેવસેનાચાર્ય) સુંદર “તસારને કહીશ. 1.. (2) આ લેકમાં પૂર્વે થયેલા આચાર્યોએ ધમની પ્રવૃત્તિ કરવા માટે અને ભવ્યજેને સમજાવવા માટે બહુ ભેદરૂપે તત્વને કહ્યું છે. 2 (3) વળી એક સ્વગત-તત્વ છે તથા બીજું પરગત-તત્વ કહેવામાં આવ્યું છે. સ્વગત-તત્વ એ પિતાને આત્મા છે, બીજુ પરગત-તત્વ પાંચેય પરમેષ્ઠી છે. 3 - (4) તે પંચપરમેષ્ઠીઓના વાચક અક્ષરરૂપ માનું ધ્યાન કરવાથી ભવ્ય મનુષ્યને બહુ અધિક પુણ્ય બંધાય છે, અને પરમ્પરાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 (5) ફરી જે સ્વગતતત્વ છે, તે સવિકલ્પ તથા અવિકલ્પના ભેદથી બે પ્રકારનું છે. સવિકલ્પ સ્વતત્વ આસવસહિત છે, તથા નિર્વિકલ્પ સ્વતત્વ આસવરહિત છે. 5 ' ' (6) જ્યારે ઇન્દ્રિયના વિષયેની ઈચ્છાઓ વિરામ પામી જાય છે, ત્યારે મનના વિચાર રહેતા નથી (સંકલ્પ-વિકલ્પ બંધ થાય છે); તે સમયે અવિકલ્પ સ્વતવ પ્રગટ થાય છે, અને આ આત્મા સ્વભાવમાં તન્મય હોય છે. 6 " () જ્યારે પિતાનું મન નિશ્ચળ થાય છે અને સર્વ ભેદરૂપ વિચારોના વિકલ્પસમૂહ નાશ પામે છે, ત્યારે વિકલ્પરહિત, અભેદ નિશ્ચલ, નિત્ય, આત્માને શુદ્ધ સ્વભાવ સ્થિર થાય છે. છે (8) નિશ્ચયથી જે આત્માને શુદ્ધ વીતરાગભાવ છે, તે જ આત્મા છે, તેને સમ્યફદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર પણ કહેવાય છે, અથવા તે શુદ્ધ ચેતનારૂપ છે. 8 (ઈ જે આ અવિકલ્પ સ્વતત્ત્વ છે તે જ સાર છે, તે જ મોક્ષનું કારણ છે. તે શુદ્ધ તત્ત્વને સભ્યપ્રકારે જાણીને, નિગ્રન્થ બનીને તેનું ધ્યાન કરે. 9 10) આ લેકમાં જેણે મન વચન કાય એ ત્રણે વેગથી બહાાંતર પરિગ્રહને ત્યાગી, દીધા છે તે જિનેન્દ્રના વેષને ધારણ કરનારા શ્રમણ અથવા નિગ્રંથમુનિ કહેવાય છે. 10 . (11) જે, લાભ તથા અલાભમાં, સુખ તથા દુઃખમાં, તે જ પ્રમાણે જીવન તથા