________________ ગુજરાતી અનુવાદની પ્રસ્તાવના શુદ્ધ આત્માના ધ્યાનની સાધનામાં વિશિષ્ટપણે પ્રેરણા આપનારે, તત્વજ્ઞાનને આ એક મહાન પ્રાચીન ગ્રંથ છે, જેની રચના એક હજારથી પણ વધારે વર્ષો પૂર્વે થયેલી છે. આ ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા વિષયેનું સવિસ્તર વર્ણન તે હિંદી વિભાગની અનુક્રમણિકામાં આપ્યું છે ત્યાંથી અવલેકવું. ગુજરાતી વાચકવર્ગને માટે અહીં તે માત્ર મુખ્ય-મુખ્ય વિષયોનું સંક્ષિપ્ત દિશાસૂચન કર્યું છે. આ ગ્રંથમાં કુલ 74 ગાથાઓ છે. મંગળાચરણપૂર્વક પહેલી નવ ગાથાઓમાં આત્મતત્વને મુખ્ય કરીને સાત તનું સંક્ષિપ્ત વર્ણન છે. પછીથી ચૌદ ગાથાઓમાં નિગ્રંથનું સ્વરૂપ, મોક્ષની સામ્રગી, પ્રમાદને ત્યાગ અને આત્મધ્યાન કરવાની પ્રેરણું કરીને ગુણસ્થાન-માર્ગણાસ્થાનનું વર્ણન કર્યું છે. પછીથી દસ ગાથાઓમાં ભેદજ્ઞાનનું–વિવેકજ્ઞાનનું માહા, મનેજય અને ઇન્દ્રિયજયની આવશ્યકતા તથા દેહદેવળમાં આત્મદેવના દર્શન કરવા માટે રાગદ્વેષ ઘટાડવાની જરૂરિયાત દર્શાવી છે. પછીની ઓગણીસ ગાથાઓમાં ધ્યાનની સિદ્ધિમાં તત્વજ્ઞાનપ્રાપ્તિની ઉપયોગિતા, નિર્મળ-સ્થિર ચિત્તથી આત્મદર્શનને લાભ, અને વારંવાર આત્મભાવના કરવાથી અને સમતાભાવને અભ્યાસ કરવાથી શુદ્ધ આત્માના અનુભવ પ્રત્યે વળી શકાય છે, એમ પ્રતિપાદન કર્યું છે. પછીથી છ ગાથાઓમાં, આત્માના અનુભવ વડે વર્તમાન જીવનમાં પણ અતીન્દ્રિય આનંદનો અનુભવ થઈ શકે છે, માટે ધ્યાનરૂપી શસ્ત્ર વડે મનને સ્થિર કરીને નિર્વિકલ્પ થવું, એવી પ્રેરણા કરી છે. છેલ્લી તેર ગાથાઓમાં, કર્મોના સેનાપતિ મેહને નાશ થતાં, જ્ઞાનાવરણીય કર્મોને પણું નાશ થાય છે જેથી પ્રથમ દેહસહિત પરમાત્મપદ (અરિહંતપદ) અને પછી દેહરહિત પરમાત્મપદ (સિદ્ધપદ) પ્રગટે છે જેથી સાધક પરમ જ્ઞાનાનંદદશાને અનુભવ કરે છે, એમ પ્રતિપાદન કર્યું છે. સમાપ્તિમાં, સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરી, ફરીથી શુદ્ધ આત્માનું અને પંચ પરમગુરૂઓનું ધ્યાન કરવામાં ઉત્સાહ અને પ્રેરણા આપી આશીર્વાદ આપ્યા છે. આ ગ્રંથને ગુજરાતી અનુવાદ કરવામાં બા. બ્ર. શ્રી હિંમતભાઈ ચીનુભાઈ શાહે ખૂબ પ્રેમપરિશ્રમ લીધે છે, તથા તેને સાગપાંગ તપાસી યોગ્ય સૂચને પંડિત શ્રી બાબુભાઈ જૈને કરેલ છે, જેથી તે બને ધર્મપ્રેમી ભાઈઓને અમે આભાર માનીએ છીએ. તત્વજ્ઞાનના અને અધ્યાત્મના પ્રાચીન ગ્રંથને પદ્ધતિસર અને અર્વાચીન વૈજ્ઞાનિક ઢબથી સંપાદન–અનુવાદ કરવાને આ અમારે પ્રથમ પ્રયત્ન છે. આશા છે કે મુમુક્ષુઓ, સ્વાધ્યાયપ્રેમીઓ અને વિદ્વર્ગ આ ગ્રંથને યથાયોગ્ય આદર કરી, તેમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે અમારું ધ્યાન દેરી ગ્ય સૂચને કરશે. સંસ્થા તરફથી આવા સૂચનેને સત્કાર કરીશું, જેથી પ્રકાશન વધારે ઉપયોગી અને ઉપકારક થઈ શકે. અંતમાં, જ્ઞાનદાનમાં જેઓએ ઉદાર ફાળો આપે છે તેઓને આભાર માની, સૌ ઈને ગ્રંથને સ્વ-પરકલ્યાણ અર્થે ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ. નિવેદક સાહિત્ય પ્રકાશન સમિતિ - સદ્ભુતસેવા-સાધના કેન્દ્ર, અમદાવાદ.