________________ 70 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२० एतद् एव आह 'ततश्च' केवलज्ञानलाभादनन्तरंच 'अयोगयोगः' वृत्तिबीजदाहायोगाख्यः समाधिर्भवति / ગ 2 ‘ઘર્ષને ' તિ પતયો , “અમૃતાત્મા' ત્ય, “ખવ' ત્યારે “શિવો?' , સર્વાનન' ચેક, પરશ' પર.. ‘મેન' ૩૫ર્શિતપરમ્પર્વેદ તોડવોનાવો પર સર્વોSB, નિર્વા પતિ પારા તે કેવળજ્ઞાન મળ્યા બાદ તરત જ વૃત્તિરૂપ બીજ બળી જવાથી મળનારી ‘અયોગયોગ' નામની (બીજી) સમાધિ પ્રાપ્ત થાય છે. અને “અયોગ સમાધિ' નામનો યોગ, પાતંજલ-મતને માનનારાઓથી ધર્મમેઘના નામે વર્ણવાય છે અન્ય મતવાળાઓથી અમૃતાત્માના નામે વર્ણવાય છે. બીજા (કેટલાક) મતવાળાઓથી તે “ભવશત્રુ'ના નામે વર્ણવાય. છે. એનાથી અન્ય ધર્મીઓ વડે તે ‘શિવોદય’ના નામે વવાય છે. કેટલાક તેને “સત્ત્વાનંદ' નામે વર્ણવે છે, તો વળી બીજ કેટલાક મતધારીઓ તેને “પર” સ્વરૂપે વર્ણવે છે. ફળપરંપરાના ચાલુ વર્ણનના અનુસંધાનમાં આગળ વધતાં કહે છે કે - અયોગ નામનો યોગ પ્રાપ્ત થયા બાદ પરમ સર્વોત્કૃષ્ટ ફળરૂપ નિર્વાણ=મોક્ષ પ્રાપ્ત થાય છે. /રol તાત્પર્ય : ઓગણીશમી ગાથામાં પાંચ યોગ પૈકી છેલ્લા નિરાલંબનયોગનું સ્વરૂપ અને એના અધિકારીઓનું વર્ણન કર્યું. આ વીશમી ગાથામાં નિરાલંબનયોગનાં ફળનું વર્ણન કર્યું છે. - સ્થાનયોગ, ઊર્ણયોગ, અયોગ, આલંબનયોગ અને અનાલંબનયોગ : આ પાંચે યોગમાં શ્રેષ્ઠ અને છેલ્લો યોગનિરાલંબનયોગ છે. - આ નિરાલંબનયોગ દ્વારા આત્માની શ્રેષ્ઠ કક્ષાની, પરાકાષ્ઠાની સાધકદશા અને શ્રેષ્ઠ કક્ષાની પરાકાષ્ઠાની સિદ્ધિઓ મળે છે. જેના પરિણામે પૂર્ણસિદ્ધ પરમમોક્ષ પ્રાપ્ત થાય છે. આ શ્રેષ્ઠ કક્ષાની પરાકાષ્ઠાની સાધના અને સિદ્ધિમાં 1 - મોહસાગરને તરી જવો, 2- ક્ષપકશ્રેણીને પૂર્ણ કરવી, 3 - કેવળજ્ઞાન પામવું. 4 - અયોગ યોગને પામવો અને 5 - પરમ નિર્વાણ-મોક્ષનો સમાવેશ થાય છે. આ રીતે પાંચમા અનાલંબન-નિરાલંબનયોગનાં પાંચ ફળો છે. ટુંકમાં કહીએ તો, અનાલંબન-નિરાલંબનયોગ દ્વારા મોહનો વિજય,ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન, અયોગી અવસ્થા અને પરમનિર્વાણ-મોક્ષ પામી શકાય છે. આમાંથી ક્ષપકશ્રેણી એ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ યોગપંચકના પ્રકર્ષવાળા. આશય-વિશેષરૂપ છે. - અનાલંબનયોગનાં ફળ તરીકે પ્રગટતી આ અવસ્થાઓને અન્ય દર્શનકારો પણ પોતપોતાની પરિભાષાથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે અને સાપેક્ષ રીતે વિચારાય તો આ ફળોને આ રીતે ઓળખાવવામાં પણ વાંધો જણાતો નથી. મહર્ષિ પતંજલિએ પોતાના યોગદર્શનમાં ક્ષપકશ્રેણીને [આઠથી બારમાં ગુણસ્થાનક સુધીની અવસ્થાને સંપ્રજ્ઞાત સમાધિના નામે વર્ણવી છે, જ્યારે તિરમાં ગુણસ્થાનકની] સયોગી કેવલી અવસ્થાને અને ચિૌદમા ગુણસ્થાનકની] અયોગી કેવલી અવસ્થાને “અસંપ્રજ્ઞાત સમાધિ'ના નામે ઓળખાવી છે.