________________ योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ કોઈને એવો પ્રશ્ન થાય કે, તેરમા ગુણસ્થાનકે રહેલા કેવળજ્ઞાનીને આત્મસ્વરૂપનું સાક્ષાત દર્શન થતું હોવાથી ભલે તેમને અનાલંબનયોગ ન હોય, પણ સાલંબનયોગ કેમ ન હોય? કદાચ આ સામે એવો જવાબ અપાય કે, કેવળજ્ઞાનીને હવે યોગની કોઈ જરૂર નથી. કારણ કે, કેવળજ્ઞાનીને આત્મદર્શન કરવું હતું તે થઈ ગયું. તો આ જવાબથી સંતોષ થતો નથી. કારણ કે, કેવળીને કેવળજ્ઞાન દ્વારા આત્મદર્શન થવા છતાં હજુ આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. ભલે એમનાં ચારેય ઘાતિકર્મનો ક્ષય થયો હોય, પણ હજુ અઘાતિકર્મોનાં બંધન તો ઊભાં જ છે. તેને તોડીને તેમણે જે પોતાના શુદ્ધ સ્વરૂપને પામવું છે, તે માટે તેમને પણ યોગની આવશ્યકતા છે જ. એટલે કેવળજ્ઞાનીને આત્મદર્શન થયું હોવાથી ભલે અનાલંબનયોગ ન હોય, પણ સાલંબનયોગ તો હોવો જ જોઈએ. - એનો જવાબ એ છે કે, કેવળજ્ઞાનીએ મોક્ષ પામવાનો બાકી હોવા છતાં ધ્યાનનાં જે બે લક્ષણો છે, તે પૈકીનું એક પણ લક્ષણ એમનામાં ઘટતું નથી. માટે તેમને સાલંબન કેનિરાલંબન કોઈ પણ યોગ હોય એવું કહી શકાય નહિ.' - શુક્લધ્યાનના ચાર પાયા પૈકી પહેલા બે પાયા ચિત્તનિરોધ સ્વરૂપ હોય છે અને છેલ્લા બે પાયાએ મન, વચન, કાયારૂપ જે યોગ તે યોગના નિરોધ સ્વરૂપ હોય છે. - શુક્લધ્યાનના પહેલા બે પાયામાં જેવી જ્ઞાનની આકાંક્ષા હોય છે અને જેવો વિશિષ્ટ પ્રકારનો યોગ પ્રયત્ન હોય છે, તેવી જ્ઞાનાકાંક્ષા કે તેવો યોગ પ્રયત્ન કેવળજ્ઞાનીને હોતો નથી અને એ જ રીતે આવર્જીકરણ પછી પ્રગટતા છેલ્લા બે પાયામાં યોગનિરોધનો પ્રયત્ન હોય છે, તેવો યોગનિરોધનો પ્રયત્ન પણ કેવળજ્ઞાનીને હોતો નથી. તેથી તેમને અનાલંબન કે સાલંબન બેમાંથી એક પણ પ્રકારના ધ્યાન કે યોગ હોતા નથી. કેવળજ્ઞાનીને આવર્જીકરણ કરીને યોગનિરોધ ન કરે ત્યાં સુધી સાલંબન કેનિરાલંબન બેમાંથી કોઈ પણ ધ્યાન કે યોગ હોતા નથી. એટલે નક્કી એ થયું કે, આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સુધી જ નિરાલંબન ધ્યાન કે નિરાલંબનયોગ હોય છે. - આ રીતે જો એવો નિર્ણય કરાય કેક્ષપકશ્રેણીમાં રહેલા આઠમાથી બારમા ગુણસ્થાનકવાળા સાધકોને જો અનાલંબનયોગ હોય તો સઘળાય વિકલ્પોની કલ્લોલમાળા જેઓની શાંત થઈ ગઈ છે, જ્ઞાનમાત્ર સાથેના પ્રતિબંધ-પ્રબળ જોડાણના કારણે જેમણે રત્નત્રયીનું સામ્રાજ્ય આત્મસ્થ કર્યું છે; એવા સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા “જિનકલ્પી’ વગેરેને પણ અનાલંબનયોગ છે - એમ નહિ માની શકાય. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા, આવી ઉત્તમ સાધનદશાને પામેલ સાધકોને અનાલંબનયોગ ન હોય એવું માનવું કેટલું યોગ્ય છે? આ પ્રશ્નના જવાબમાં પહેલાં એ વાત સ્પષ્ટ થવી જરૂરી છે કે, ઉપર કરેલા વર્ણનના આધારે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકને વરેલા જિનકલ્પીઓ વગેરે સાધકોને અનાલંબનયોગનજહોય એવું માનવાની જરૂર નથી. પરંતુ જેવો અનાલંબનયોગ આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીનાસાધકોને હોય છે તેવો વિશિષ્ટ કોટિનો અનાલંબનયોગ ભલેજિનકલ્પીઓ વગેરે સાતમા ગુણસ્થાનકના સાધકોને ન હોય, પણ તેવા વિશિષ્ટ કોટિનાઅનાલંબનયોગને લાવી આપે એનું કારણ બને એવા પ્રકારનો અનાલંબનયોગ તો અવશ્ય હોય છે.આમ કહેવાનું તાત્પર્ય એ છે કે મુખ્ય સ્વરૂપે અનાલંબનયોગ ક્ષપકશ્રેણી કાળમાં હોય છે. જ્યારે મુખ્યનું કારણ બને એવો ગૌણ કોટિનો અનાલંબનયોગસાતમે ગુણસ્થાનકેપણઅવશ્ય હોય છે.