________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१८ - રૂમ કે 'खलु' इति निश्चये एतेष्वनुष्ठानभेदेषु 'एषः' एतदः समीपतरवृत्तिवाचकत्वात्समीपाभिहिताऽसङ्गानुष्ठानात्मा चरमो योगोऽनालम्बनयोगो भवति, सङ्गत्यागस्यैवानालम्बनलक्षणत्वादिति भावः / / 18 / / મૂળ ગાથામાં કહેલ “વહુ નિશ્ચય-ચોક્કસપણું બતાવવા માટે છે. સો' શબ્દ પાસે રહેલાનો બોધ કરાવે છે. એટલે પ્રીતિ વગેરે ચારે અનુષ્ઠાનમાં જે છેલ્લું છે, તે અસંગ-અનુષ્ઠાનનો po' શબ્દ બોધ કરાવે છે અને આ=અસંગ અનુષ્ઠાન એ છેલ્લો યોગ=અનાલંબન યોગ છે. કારણ કે, સંગત્યાગ જ અનાલંબન યોગનું લક્ષણ છે. II18 તાત્પર્ય : પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન - આ રીતે યોગના ચાર પ્રકાર છે. તેમાં આ છેલ્લા અસંગાનુષ્ઠાનરૂ૫“અનાલંબનયોગ બને છે. - આ ચારેય અનુષ્ઠાનની અત્યંત ટૂંકી છતાં સ્પષ્ટ વ્યાખ્યા દર્શાવતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે અઠ્યાવીસમી દીક્ષા-બત્રીસી'ના આઠમા શ્લોકની વ્યાખ્યામાં લખ્યું છે કે- सुन्दरतामात्राऽऽहितरुचिपूर्वकाऽनुष्ठानमाद्यम् / गौरवाऽऽहितरुचिपूर्वकाऽनुष्ठानं द्वितीयम् / सर्वत्राऽऽप्तवचनपुरस्कार-प्रवृत्तमनुष्ठानं तृतीयम् / अभ्यासादात्मसाद्भूतं परद्रव्याऽनपेक्षमनुष्ठानं चतुर्थम् / “સુંદરતા માત્રના કારણે પ્રગટેલી રુચિપૂર્વકનું અનુષ્ઠાન પ્રીતિ-અનુષ્ઠાન છે - 1. પૂજ્યભાવના કારણે પ્રગટેલી રુચિપૂર્વકનું અનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાન છે - 2. સર્વત્ર આપ્તપુરુષના વચનને આગળ કરીને કરાતું અનુષ્ઠાન વચન-અનુષ્ઠાન છે - 3 અભ્યાસના કારણે આત્મસાત થયેલું પરદ્રવ્યની અપેક્ષા વિનાનું અનુષ્ઠાન અસંગ-અનુષ્ઠાન છે- 4." - પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનમાં બાહ્યક્રિયા સમાન હોવા છતાં તે બન્નેયનો ભેદ આંતરિક પરિણામના કારણે પડે છે. બેમાંથી એકમાં પ્રતિભાવ છે, જ્યારે બીજામાં ભક્તિભાવ - પૂજ્યભાવ - વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનમાં પણ બાહ્ય ક્રિયા સમાન હોવા છતાં, એકમાં વચનનું આલંબન પ્રધાન છે, જ્યારે બીજામાં વચનનું આલંબન નથી, પણ વચનના સંસ્કાર કામ કરે છે, તેથી સ્વાભાવિક રૂપે જ તે અનુષ્ઠાન પ્રવર્તે છે. - પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનનો સમાવેશ‘તહેતુઅનુષ્ઠાન'માં થાય છે. જેને ‘પ્રધાનદ્રવ્યાનુષ્ઠાન' કહેવાય છે અને વચન-અસંગાનુષ્ઠાનનો સમાવેશ‘અમૃતાનુષ્ઠાન'માં થાય છે, જેને ‘ભાવાનુષ્ઠાન' કહેવાય છે. - ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગની અપેક્ષાએ વિચારીએ તો પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનનો ઈચ્છાયોગ'માં, વચન અને અસંગ અનુષ્ઠાનનો શાસ્ત્રયોગમાં અને અસંગાનુષ્ઠાનનો સામર્થયોગમાં પણ સમાવેશ થાય છે. - છેલ્લા અસંગઅનુષ્ઠાનને સાંખ્યદર્શનમાં પ્રશાંતવાહિતા, બૌદ્ધદર્શનમાં વિસભાગપરિક્ષય, શૈવદર્શનમાં શિવવર્ધ, મહાવ્રતિકોમાં ધ્રુવાધ્યા એવા નામથી ઓળખવામાં આવે છે. એવું યોગદષ્ટિ સમુચ્ચયના ૧૭૬મા શ્લોકમાં જણાવ્યું છે. - આઠદષ્ટિઓની અપેક્ષાએ વિચારીએ તો, પતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન પાંચમી દષ્ટિમાં સંભવી