________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ अव. 'आलम्बनविधयैवानालम्बनस्वरूपमुपदर्शयन्नाह - आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमु त्ति / तग्गुणपरिणइरूवो, सुहुमो अणालंबणो नाम / / 19 / / 'आलंबणं पि' त्ति / आलम्बनमपि 'एतत्' प्राकरणिकबुद्धिसंनिहितं 'अत्र' योगविचारे 'रूपि' समवसरणस्थजिनरूपतत्प्रतिमादिलक्षणम्, च पुनः 'अरूपी परमः' सिद्धात्मा इत्येवं द्विविधम् / तत्र तस्य अरूपिपरमात्मलक्षणस्यालम्बनस्य ये गुणा: केवलज्ञानादयस्तेषां परिणतिः समापत्तिलक्षणा तया रूप्यत इति तद्गुणपरिणतिरूप: सूक्ष्मोऽतीन्द्रियविषयत्वादनालम्बनो नाम योगः / अरूप्यालम्बनस्येषदालम्बनत्वेन अलवणा यवागूः' इत्यत्रेवात्र नञ्पदप्रवृत्तेरविरोधात् / શકે, વેચનાનુષ્ઠાન છઠ્ઠી દૃષ્ટિમાં સંભવી શકે અને અસંગાનુષ્ઠાન સાતમી દૃષ્ટિમાં સંભવી શકે. આ વિભાગ નિશ્ચયનયની અપેક્ષાએ છે. વ્યવહારનયથી તો પહેલી પાંચ દૃષ્ટિમાં પણ પ્રીતિ, ભક્તિ અને આંશિકરૂપે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન પણ ઘટી શકે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ વિચારીએ તો નિયથી પાંચમા ગુણસ્થાનકે પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન, છઠ્ઠા ગુણસ્થાનકે વચનાનુષ્ઠાન અને સાતમાથી બારમા ગુણસ્થાનક સુધી અસંગાનુષ્ઠાન સંભવી શકે છે. જ્યારે વ્યવહારથી તો પહેલા ગુણસ્થાનકની અપુનબંધક અવસ્થાથી જ પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન અને આંશિક રૂપે વચન અને અસંગાનુષ્ઠાન પણ ઘટી શકે છે. 18 અવ૦ “આલંબન યોગના સહારે અનાલંબન યોગનું સ્વરૂપ બતાવતાં કહે છે કે - ગાથા-૧૯ : અહીં યોગની વિચારણામાં આલંબન 1 - રૂપી અને 2 - અરૂપી= પરમ એમ બે આ પ્રકારનાં છે. તદ્ગણપરિણતિરૂપ સૂક્ષ્મ એવો અનાલંબન નામનો યોગ છે - 19. : ' વ્યાખ્યાર્થ: અહીં = યોગની વિચારણામાં “પ્રાકરણિક બુદ્ધિસન્નિહિત'=પૂર્વની વાતો કહેવાયા બાદ વર્તમાનમાં જેની વાત કરાતી હતી તેના સંદર્ભમાં કહેવાયેલ આલંબન પણ 1 - રૂપી અને 2 - અરૂપી એમ બે પ્રકારનું છે. 1- રૂપીન્સમવસરણમાં રહેલા જિનેશ્વરના ગુણોનું ભાન કરાવનાર જિનપ્રતિમા રૂપ આલંબન એ રૂપી આલંબન છે અને 2 - અરૂપી–સિદ્ધાત્માના ગુણોનું ભાન કરાવવા રૂપ આલંબન એ અરૂપી આલંબન - એમ બે પ્રકારનું છે. તે બે પ્રકારના આલંબનમાં: અરૂપી એવા પરમાત્મા (સિદ્ધાત્મા) સંબંધિ બીજો પ્રકાર (અરૂપી) છે. તે પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોના ધ્યાનની સમાપત્તિ (એકરસતા) વાળી ધ્યાતાની આત્મપરિણતિરૂપ હોવાથી અને ઈન્દ્રિયોનો વિષય ન બનતો હોવાથી સૂક્ષ્મ' એવો “અનાલંબન' નામનો યોગ છે. (અરૂપી એવા ધ્યેય સાથે ધ્યાતાના ધ્યાનની એકરૂપતા અને ઈન્દ્રિયાતીતતા જેમાં હોય તે અનાલંબન યોગ છે.) * અરૂપી આલંબનમાં કાંઈક આલંબનત્વ રહેલું છે, આમ છતાં જેમ “અલ્પ મીઠાવાળી રાબને મીઠા વિનાની રાબ કહેવાનો વ્યવહાર છે' તેમ અહીં પણ અરૂપી એવા અલ્પ આલંબનને કારણે નગ પદની પ્રવૃત્તિ હોવાથી “અનાલંબનયોગ' કહેવું એ વિરોધાભાસી નથી.