________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१६ - શાસ્ત્રનિરપેક્ષ એવો વ્યવહાર જીતવ્યવહાર નથી અને એવો વ્યવહાર ક્યારેય આલંબનભૂત બનતો નથી, - જેઓ એવું માને છે કે કહે છે કે - પાંચમા આરાના છેડા સુધી કેવળ જીતવ્યવહાર જ નિયામક છે, શાસ્ત્ર નહિ” તે પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. - કોઈ પણ શાસ્ત્રવચનનો ઉપયોગ પોતાની કલ્પના મુજબ ન કરતાં તે વચનો જે સંદર્ભમાં હોય તે સંદર્ભમાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે, “અવિધિથી કરવું તેના કરતાંનકરવું સારું” આવું બોલાય જ નહિ.આવું બોલવું તે ઉસૂત્ર છે. એમ સર્વજ્ઞોએ કહ્યું છે. કારણ કે, “જે અવિધિવાળી ક્રિયા કરે છે, તેને નાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને જે ક્રિયા નથી કરતો તેને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે.” - આવાં વચનનો ઉપયોગ કરીને જેઓ ‘અવિધિવાળી ક્રિયા કરી, કરાવી શકાય એવું માને, મનાવે છે તેઓ માર્ગ ભૂલ્યા છે. તેમણે એ સમજવાની જરૂર છે કે, આ ગાથા મૂળથી અવિધિવાળી ક્રિયા કરવાની વાતનું સમર્થન નથી કરતી, પણ વિધિ કરવા જતાં થતા અવિધિવાળા અનુષ્ઠાનનો ત્યાગ ન કરવાની વાતનું સમર્થન કરે છે. - એકાંત ક્રિયાવાદી જેમ માર્ગ ભૂલ્યા છે, તેમ એકાંત વિધિવાદીઓ પણ માર્ગ ભૂલ્યા છે. એકાંત વિધિવાદીઓનું એમ માનવું- કહેવું છે કે, ‘ક્રિયા કરવી તો વિધિપૂર્વક જ કરવી. જ્યાં સુધી વિધિપૂર્વક ક્રિયા કરવાનું સામર્થ્ય ન આવે ત્યાં સુધી ક્રિયા કરવી જ નહિ.' આવો એકાંત આગ્રહ પણ માર્ગલોપનું કારણ બને છે. કારણ કે, દરેક વ્યક્તિ પ્રારંભથી જ દરેક ક્રિયા સર્વીશ શુદ્ધ, પૂર્ણ વિધિવાળી કરી શકે, તેવું બનતું નથી. - અભ્યાસકાલીન ક્રિયાઓમાં તો અનેક પ્રકારની અશુદ્ધિઓ-અવિધિઓ થવાની સંભાવના રહે છે. આમ છતાં એ ક્રિયા કરનાર સાધકના હૃદયમાં વિવિધ પ્રત્યેનો બહુમાનભાવ હોય અને અવિધિના ખંડનપૂર્વક વિધિનું પ્રતિપાદન કરનાર એવા ગુરુની આજ્ઞામાં જો તે રહેલો હોય તો તેને વિધિપૂર્વક ક્રિયા કરવાના ભાવ સાથે કરાતી ક્રિયામાં થતી અવિધિની પરંપરા ચાલતી નથી, ઉત્તરોત્તર અવિધિઅશુદ્ધિ ઘટવા સાથે ઉત્તરોત્તર વિધિ-શુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. આથી તેની એ અવિધિપૂર્વકની ક્રિયા પણ વિધિવાળી ક્રિયાનું કારણ બને છે. - અવિધિવાળી ક્રિયાવિધિવાળી બનવામાં મુખ્ય કારણ ક્રિયા કરનારના હૃદયમાં રહેલો વિધિબહુમાન અને ગુર્વાજ્ઞાસમર્પણરૂપ સદાશય છે. - વિધિ પ્રત્યેના બહુમાન ભાવપૂર્વક પ્રજ્ઞાપનીય - સદ્ગુરુ દ્વારા વાળી વળે તેવી વ્યક્તિ દ્વારા કરાતી અવિધિવાળી ક્રિયા એ ઈચ્છાયોગરૂ૫ છે અને આ ઈચ્છાયોગ પરંપરાએ મુક્તિનું કારણ છે. - સાધુમાં પણ જેઓ સંપૂર્ણ વિધિનું પાલન ન કરી શકે તેમને પણ પ્રરૂપણા તો વિધિમાર્ગની જ કરવી જોઈએ. આચારમાં શિથિલ બનેલા સાધુને માટે તો વિધિમાર્ગની શુદ્ધ પ્રરૂપણા એ જ એક તરવાનું મોટામાં મોટું આલંબન છે. આમ છતાં વિધિમાર્ગના એકાંત આગ્રહી બનેલા વિધિના અભિમાની જે લોકો ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ બનીને સાંપ્રતકાળમાં ચાલતા વિધિના લક્ષપૂર્વકનાં અવિધિવાળાં અનુષ્ઠાનો બંધ કરાવે છે અને આજ્ઞાસાપેક્ષ વિશુદ્ધ વ્યવહાર સ્થાપી પણ શકતા નથી, તેઓ તો વ્યવહારનય સ્વીકૃત એવા બીજરૂપ યોગમાર્ગનો પણ ઉચ્છેદ કરીને મહાદોષના ભાગી બને છે - /16