________________ 52 योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१६ ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलभबोही य / વરાર વિશુદ્ધ, વકૂદંતો પરૂવિંત પારા" [થા-રૂ૨-૩૪] કૃતિ છે ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृजन्ति अन्यं च विशुद्धं व्यवहार सम्पादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति / विधिसम्पादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूहव्यूहविनाशनमिति वयं वदामः / / 16 / / “અવસગ્ન એટલે સાધુચર્યામાં શિથિલ એવો પણ સાધુ, જો પોતે - 1 - વિશુદ્ધ ચરણ-કરણની પ્રશંસા કરે અને 2 - વિશુદ્ધ ચરણ-કરણની પ્રરૂપણા કરે તો કર્મની શુદ્ધિ કરે છે અને સુલભબોધિ બને છે.” (નિશીથભાષ્ય - ગા. 5436, દર્શનશુદ્ધિપ્રકરણ - ગા.૯૫ વળી, ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ બનેલા જે લોકો વિધિનું અભિમાન રાખનારા છે, તેઓ વર્તમાનમાં પ્રવર્તત અશદ્ધ એવા પણ ધર્મક્રિયાના વ્યવહાર છોડી દે છે અને વિશદ્ધ એવા અન્ય વ્યવહારને સ્થાપી શકતા નથી. આ રીતે તેઓ બીજમાત્રનો નાશ કરી મહાદોષવાળા બને છે. જેઓ પોતે વિધિપૂર્વકનું અનુષ્ઠાન કરે છે તેમનું અને જેઓ સંપૂર્ણપણે વિધિ પાળી શકતા નથી છતાં અન્ય જીવો સંપૂર્ણ વિધિની પ્રરૂપણા દ્વારા વિધિમાર્ગમાં પ્રવર્તાવે છે, તેમનું દર્શન પણ વિનોના સમૂહનો નાશ કરનાર છે, એ અમે કહીએ છીએ. ll૧કા તાત્પર્ય : શાસ્ત્રનિરપેક્ષ એવી લોકસાપેક્ષ મતિને લોકસંજ્ઞા કહેવાય છે. આવી લોકસંજ્ઞાનો ત્યાગ કરવા પૂર્વક સમ્યફ શાસ્ત્રોનાં રહસ્યો જાણીને વિધિપૂર્વક જ ચૈત્યવંદનાદિ યોગમાર્ગમાં પ્રવર્તવું જોઈએ. - સર્વજ્ઞકથિત શાસ્ત્ર એ સ્વતંત્રરૂપે બળવાન છે. જ્યારે જીતવ્યવહાર શાસ્ત્રસાપેક્ષતાના આધારે બળવાન બને છે. - જે વ્યવહાર શાસ્ત્રસાપેક્ષ હોય તેને જ જીવ્યવહાર” કહેવાય છે અને જે વ્યવહાર શાસ્ત્રનિરપેક્ષ હોય તેને ક્યારેય જીતવ્યવહાર” કહેવાતો નથી. - શાસ્ત્રોક્ત સૂક્ષ્મ વિધિ-નિષેધો પ્રત્યે જેને રુચિ નથી તેવા લોકો શાસ્ત્રની ઉપેક્ષા કરીને લોકમતનું અનુસરણ કરવાનું પસંદ કરે છે. આમ છતાં પોતે શાસ્ત્રની ઉપેક્ષા કરે છે, તેવું ન લાગે તે માટે લોકમતના અનુસરણને શાસ્ત્રીય એવા જીતવ્યવહાર’ શબ્દના સહારે સાચું ઠેરવવાનો પ્રયત્ન કરે છે. - જેઓનું જ્ઞાન ઊંડું નથી હોતું, તેઓ શાસ્ત્રનિરપેક્ષ લોકમતના અનુસરણરૂપ “લોકસંજ્ઞા' અને શાસ્ત્રસાપેક્ષ સંવિજ્ઞગીતાર્થોના સમુચિત આચરણરૂપજીતવ્યવહાર' વચ્ચેનો ભેદ સમજી શકતા નથી. આ રીતે લોકસંજ્ઞા અને જીતવ્યવહાર વચ્ચેના ભેદને નહિ સમજનાર લોકો અગર તો તેવા લોકોને ભરમાવનારા શાસ્ત્રનિરપેક્ષ લોકો શાસ્ત્રીય વિધિમાર્ગની વિચારણાના માર્ગને બંધ કરવા માટે જીતવ્યવહારના નામે લોકસંજ્ઞા, લોકહેરી, બહુમતીવાદને અનુસરવા માટે ‘મહાનનો વેન તિ: સ કન્યા:' જેવા સૂત્રોને આગળ કરે છે. એવા લોકોની ભ્રમણાને - મિથ્થામાન્યતાને દૂર કરવા માટે આ શ્લોકમાં આ બધી રજૂઆત કરાઈ છે. - જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી પ્રથમ નંબરે “શ્રુત' જ પરમ આલંબનભૂત બને છે અને તે પછી શ્રતસાપેક્ષ એવો જીતવ્યવહાર બીજા નંબરે આલંબનભૂત બને છે.