________________ 46 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१५ नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि / कुर्वनेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः / / 2 / / " [10 षो० 14-15] 'मण्डल्युपवेशनं सिद्धान्तदानेऽर्थमण्डल्युपवेशनम् / 'तदधिकदोषः' अयोग्यश्रोतुरधिकदोष:, पापकर्तुरपेक्षया तत्कारयितुर्महादोषत्वात् / तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति; विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति सिद्धम् / / 15 / / “આવા (અચિકિત્સ) આત્માને માંડલીમાં બેસવા દેવો એ પણ સારું નથી. એવા આત્માને જો ગુરુ માંડલીમાં બેસવા દે તો એ ગુરુ તેના કરતા વધારે દોષી છે,” એમ જાણવું. (ષોડશક-૧૦/૧૪-૧૫]. અહીં જે માંડલીમાં બેસવા દેવાની વાત જણાવી છે તે સિદ્ધાંત ભણાવતી વખતે બેસતી અર્થ-માંડલીમાં બેસવું તે છે. ‘તદધિક દોષ' એ શબ્દપ્રયોગ અયોગ્ય શ્રોતા કરતાં અયોગ્યને સંભળાવનારને વધારે મોટો દોષ લાગે છે, એમ સમજાવવા લખ્યો છે. કારણ કે, સ્વયં પાપ કરનાર કરતાં અન્ય પાસે પાપ કરાવનારને મોટો દોષ લાગતો હોય છે. તેથી વિધિ સાંભળવાના રસિયા શ્રોતાને લક્ષમાં લઈને વિધિ પમાડવા દ્વારા જ ધર્મોપદેશક) ગુરુ તીર્થની વ્યવસ્થા (સુરક્ષિત પ્રવર્તાવવાપણું) કરનાર બને છે અને વિધિમાર્ગ પ્રવર્તવાથી જ તીર્થ અખંડ બને છે, એમ સિદ્ધ થયું. ll15ll તાત્પર્યઃ અવિધિવાળી ક્રિયાને ટેકો આપવાનો અર્થ એ છે કે, શાસ્ત્રોક્ત ક્રિયાનો નાશ કરવો અને શાસ્ત્રોક્ત ક્રિયાનો નાશ એ પરંપરા એ તીર્થનો નાશ કરનાર બને છે. એટલે જે કોઈ અવિધિવાળી ક્રિયાને ટેકો આપીને શાસ્ત્રોક્ત ક્રિયાના નાશમાં નિમિત્ત બને છે. તેઓ પરંપરાએ પણ તીર્થના નાશમાં નિમિત્ત બનીને દુરંત એવા દુઃખફળના ભોગી બને છે. - આમ છતાં કેટલાકનું એવું માનવું છે કે, “શુદ્ધ ક્રિયાનો જ જો આગ્રહ રાખવામાં આવશે તો અશુદ્ધ ક્રિયા કરનારો વર્ગ તૂટી જશે અને શુદ્ધ ક્રિયા કરનાર તો કોઈ મળશે જ નહિ. પરિણામ સ્પષ્ટ છે કે, એવો શુદ્ધ ક્રિયાનો આગ્રહ રાખવાથી જ તીર્થનો ઉચ્છેદ થશે. ભલે તે શુદ્ધ ક્રિયાનો આગ્રહ તીર્થ પ્રત્યેની ભક્તિથી રખાયો હોય. એના કરતાં તો અવિધિવાળી અશુદ્ધ ક્રિયા કરનાર વર્ગને ટકાવી રાખવાથી જેવો તેવો પણ જેનધર્મની ક્રિયા કરનાર વર્ગરૂપ તીર્થ ટકી જશે. માટે ધર્મોપદેશકગુરુએ કોઈને ‘તમે વિધિવાળી ક્રિયા કરો કે અવિધિવાળી ક્રિયા કરો' એમ કહેવાનું નથી. એમણે તો માત્ર ક્રિયા કરવાનો જ ઉપદેશ આપવાનો છે. એમનો આ ઉપદેશ સાંભળીને જેને જે રીતે ક્રિયા કરવી હશે તે રીતે કરશે અને એમાં કોઈ અવિધિવાળી અશુદ્ધ ક્રિયા કરશે તેનો દોષ ગુરુને નહિ લાગે. ગુરુને તો માત્ર ક્રિયાપ્રવર્તન કરાવવાનો લાભ જ મળશે. કારણ કે, તેમણે તો અવિધિવાળી અશુદ્ધ ક્રિયા કરવાનો ઉપદેશ આપ્યો નથી. તેથી ક્રિયા કરનાર પોતે ક્રિયા કરે છે, તેમાં ગુરુનો ઉપદેશ જરૂર કારણ છે, પણ તે વિધિવાળી શુદ્ધ કેઅવિધિવાળી અશુદ્ધ ક્રિયા કરે છે, તેમાં ગુરુ ક્યાંય નિમિત્ત બનતા નથી.” આવી માન્યતા ધરાવનાર વર્ગની ભ્રમણાને દૂર કરતાં જણાવ્યું કે, જેમ કોઈ પણ વ્યક્તિ સ્વયં મરે કે તેને અન્ય કોઈ મારે, બન્નેના મૃત્યુમાં તેના આયુષ્યની પૂર્ણતા એકસરખું કારણ હોવા છતાં જે સ્વયં મરે છે, તેમાં અન્યનો મારવાનો ભાવ કે પ્રવૃત્તિ કારણ નથી બનતાં, જ્યારે જેને કોઈ મારે છે, તેમાં તેના આયુષ્યની પૂર્ણતા ઉપરાંત અન્યનો મારવાનો દુષ્ટભાવ કે તેવી પ્રવૃત્તિ પણ કારણ બને છે.