________________ 42 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१४, જન્મ 'तित स' इत्यादि / 'अत्र' अविध्यनुष्ठाने 'तीर्थोच्छेदाद्यपि नालम्बनं' तीर्थानुच्छेदायाविध्यनुष्ठानमपि कर्तव्यमिति नालम्बनीयम् / 'यद्यस्मात् ‘एवमेव' अविध्यनुष्ठाने क्रियमाण एव 'असमञ्जसविधानात्' विहितान्यथाकरणादशुद्धपारम्पर्यप्रवृत्त्या सूत्रक्रियाया विनाशः, 'स' एष तीर्थोच्छेदः / न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसङ्घातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधु-साध्वी-श्रावक-श्राविकासमुदायः, तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात्परमार्थतस्तीर्थविनाश एवेति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो मूलक्षतिरायातेत्यर्थः / / 14 / / વ્યાખ્યાર્થ: “અવિધિથી કરાતા અનુષ્ઠાનો પણ ચલાવવાં જોઈએ નહિતર તીર્થનાશ થશે' - એવી વાત રજૂ કરનાર જે ‘તીર્થનાશ'નો હાઉ ઉભો કરે છે, તે અયોગ્ય છે. એટલે કે તીર્થને અખંડ પ્રવર્તતું રાખવા માટે અવિધિવાળાં અનુષ્ઠાન પણ કરવા-કરાવવાં જોઈએ. આવી વાત સ્વીકારી શકાય નહિ. આ રીતે અવિધિવાળા અનુષ્ઠાનો કોઈ કરે-કરાવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી જુદી જ પ્રરૂપણા-આચરણા (વિધાન) ચાલવાથી અશુદ્ધ (શાસ્ત્ર વિરુદ્ધ) પરંપરા ચાલુ થાય છે અને તેનાથી સૂત્રોક્ત ક્રિયાનો (સૂત્રક્રિયાનો) નાશ થાય છે. સૂત્રોક્ત ક્રિયા-માર્ગનો નાશ એ તીર્થોચ્છેદ' છે. ‘તીર્થ નામથી ઓળખાતો) “જન સમૂહ એ જ તીર્થ છે - એમ માનવું નહિ. કેમ કે જિનાજ્ઞારહિત એવા લોકોના સમૂહને (શાસ્ત્રોમાં) હાડકાનો ઢગલો' કહેવામાં આવ્યો છે. જ્યારે શાસ્ત્રમાં બતાવ્યા મુજબ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ એવી ક્રિયા કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય જ તીર્થ છે. અને પૂર્વે જણાવ્યા મુજબ “અવિધિવાળી ક્રિયા ચલાવવાથી સૂત્રક્રિયાનો વિનાશ થાય છે અને સૂત્રક્રિયાનો વિનાશ એ પરમાર્થથી તીર્થનો વિનાશ જ છે” એમ હોવાથી તીર્થનાશના બહાના હેઠળ પણ અવિધિને ચલાવવામાં લાભ માનનારનું “સમૂળગું ગયું.” અર્થાતુ કે વ્યાજ કે નફો મેળવવા જતાં મૂડી ગુમાવવાનો અવસર આવ્યો. આમ અર્થ થયો. I14o તાત્પર્ય : તીર્થની પ્રવૃત્તિ અખંડ બની રહેવી જોઈએ. તેવી માન્યતાને ધરાવવા છતાં જેઓમાં સૂક્ષ્મપ્રજ્ઞા નથી તેવા લોકો બે વિભાગમાં વહેંચાયેલા છે. (i) ક્રિયાઓનો પક્ષપાતી વર્ગ. (i) વિધિનો પક્ષપાતી વર્ગ. (i) પહેલા વર્ગનું એમ માનવું છે કે, તીર્થને અખંડ રાખવા માટે ક્રિયાઓ જીવંત રહેવી જોઈએ. ભલે તે અવિધિવાળી પણ હોય. વિધિવાળી ક્રિયાનો આગ્રહ બિલકુલ રાખવો નહીં. જો વિધિવાળી ક્રિયાનો આગ્રહ રખાશે તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે અને જો અવિધિવાળી પણ ક્રિયા હશે તો તીર્થ ટકી રહેશે. (i) બીજા વર્ગનું એમ માનવું છે કે, વિધિ જ અખંડ રહેવી જોઈએ. કરવી તો વિધિવાળી ક્રિયા જ કરવી. જો વિધિવાળી ક્રિયા ન થાય તો ક્રિયા જ ન કરવી. અવિધિવાળી ક્રિયા ચલાવી લેવાશે તો અવિધિન સામ્રાજ્ય વ્યાપી જશે, એના કરતાં ક્રિયા ન થાય તે ચાલે.