________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१४ 41 अव. नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनुष्ठाने तीर्थप्रवृत्तिरव्यवच्छिन्ना स्यात्, विधेरेवान्वेषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्याशङ्कायामाह - तित्थस्सुच्छेयाइ वि, नालंबणमित्थ ज स एमेव / सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा / / 14 / / (i) પરમઅમૃત અનુષ્ઠાનમાં પરાયણ એવા છઠ્ઠા ગુણસ્થાનકના સાધકોને ઉત્કૃષ્ટકોટિના અધિકારી તરીકે ઓળખાવ્યા છે. - હવે જો નયસાપેક્ષ દૃષ્ટિએ વિચારીએ તો પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા દેશવિરતિ સર્વવિરતિધર એવા અમૃત અને પરમઅમૃત અનુષ્ઠાનવાળા સાધકો તાત્ત્વિક રીતે એટલે કે નિશ્ચયનયથી યોગના અધિકારી છે, જ્યારે તદ્ધતુ અનુષ્ઠાનમાં પરાયણ બનેલા અવિરત સમ્યગ્દષ્ટિ એવા ચોથા ગુણસ્થાનકવાળા અને અપુનબંધક એવા પહેલા ગુણસ્થાનકવાળા સાધકો ઉપચારથી એટલે કે વ્યવહારનયથી યોગના અધિકારી છે. - નિશ્ચયનયની મુખ્યતાએ વિચારતાં ચૈત્યવંદનયોગ માટે પણ દેશવિરતિધરને અધિકારી માનવાનું કારણ એ છે કે, ચૈત્યવંદનની ક્રિયામાં પણ કાયોત્સર્ગ કરવાનો હોય છે. જેમાં - તાવ કંટાળvi મોનેvi vોળ ગMા વોસિરામિ' એવો પાઠ આવે છે. આ પાઠ દ્વારા કરાતો કાયાનો ત્યાગ એ ગુપ્તિરૂપ છે અને ગુપ્તિ એ ચારિત્રરૂપ વિરતિનો પ્રકાર છે. વ્યવહારનયની મુખ્યતાએ વિચારીએ તો ચૈત્યવંદનની ક્રિયામાં કરાતો આ કાયોત્સર્ગએ અપુનર્બલક અને અવિરતિધર સમ્યગ્દષ્ટિ માટે અભ્યાસરૂપ છે. આ અભ્યાસરૂપ ક્રિયા એ તદ્ધતુ અનુષ્ઠાનરૂપ હોઈ તેને પણ વ્યવહારનય યોગ તરીકે સ્વીકારે છે. માટે અપનબંધક વગેરે પણ ચૈત્યવંદનયોગના અધિકારી બને છે. તહેતુ અનુષ્ઠાનના આરાધકએવા અપુનબંધકકે અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓના મિથ્યાગ્રહનો આ ચૈત્યવંદનાદિ યોગક્રિયા દ્વારા નાશ થાય છે અને એ દ્વારા તેમને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનનું ફળ મળે છે. જેઓ અપુનબંધકદશાને પણ પામ્યા નથી, અગર તો અપુનબંધકદશાને પામ્યા પછી પણ જેઓ વિધિ પ્રત્યેના બહુમાન વગરના છે, આવા લોકો ગતાનુગતિકપણે જ ચૈત્યવંદનાદિ કરે છે. માટે તેઓનું આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન તદ્ધતુ અનુષ્ઠાનરૂપ બનતું ન હોવાથી તેઓ તો આ ચૈત્યવંદનાદિયોગ માટે નિશ્ચયનયના મતે યોગ્ય નથી, વ્યવહારનયના મતે પણ યોગ્ય નથી - 13. અવ) “અવિધિથી પણ કરાતા ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનથી તીર્થ-પ્રવૃત્તિ (શાસન) અવિચ્છિન્ન (અખંડ) પણે પ્રવર્તે. જ્યારે વિધિનો જ આગ્રહ રાખવામાં આવે તો માત્ર બે ત્રણ જણા જ કદાચ વિધિ કરનારા મળે, આ રીતે ક્રમે કરીને - ધીરે ધીરે તીર્થનો નાશ થઈ જાય, આ રીતે તીર્થ (શાસન)ને અખંડ રાખવા માટે અવિધિવાળું અનુષ્ઠાન પણ સ્વીકારવુંચલાવવું જોઈએ. એમ માનનારને જવાબ આપતાં જણાવે છે કે - ગાથા-૧૪ : તીર્થના ઉચ્છેદ વગેરેના ભયને આગળ કરીને અવિધિની ક્રિયાને ટેકો ન આપવો જોઈએ. આમ અવિધિવાળી ક્રિયા કરવાથી (ગડબડ ગોટાળાવાળા વિધાનોથી) તો સૂત્રોક્ત ક્રિયામાર્ગનો નાશ થઈ જાય છે અને સૂત્રોક્ત ક્રિયામાર્ગનો નાશ એ જ વાસ્તવિક તીર્થનાશ છે - 14.