________________ 40 योगविंशिका प्रकरण सटीक-, सानुवाद, गाथा-१३ एतच मध्यमाधिकारिग्रहणं तुलादण्डन्यायेनाद्यन्तग्रहणार्थम्, तेन परमामृतानुष्ठानपराः सर्वविरतिस्तत्त्वत एव, तद्धत्वनुष्ठानपराः अपुनर्बन्धका अपि च व्यवहारादिहाधिकारिणो गृह्यन्ते, कुग्रहविरहसम्पादनेनापुनर्बन्धकानामपि चैत्यवन्दनानुष्ठानस्य फलसम्पादकतायाः पञ्चाशकादिप्रसिद्धत्वादित्यवधेयम् / ये त्वपुनर्बन्धकादिभावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम् / / 13 / / દેશવિરતિના પરિણામવાળી વ્યક્તિનો અહીં જે અધિકારી તરીકે ઉલ્લેખ કર્યો છે તે તુલાદંડન્યાયથી કર્યો છે. તુલાદંડન્યાયમાં વચ્ચેની વસ્તુ દર્શાવવા દ્વારા તેની આગળ-પાછળની વસ્તુઓની અવસ્થાનું ગ્રહણ કરવાનું હોય છે. તેથી ચૈત્યવંદન માટે દેશવિરતિની પૂર્વના સમ્યગ્દષ્ટિ અને અપુનબંધક જીવો અને દેશવિરતિની બાદમાં સર્વવિરતિવાળા જીવો અધિકારી જાણવા. તે તુલાદંડન્યાયથી બે વાત સિદ્ધ થાય છે કે - 1 - પરમઅમૃતઅનુષ્ઠાનમાં તત્પર એવા સર્વવિરતિવાળા જીવો તત્ત્વથી એટલે કે નિશ્ચયથી ચૈત્યવંદનના અધિકારી છે અને 2 - તદ્ધતુ અનુષ્ઠાનમાં તત્પર એવા અપુનબંધક (અને સમ્યગ્દષ્ટિ) જીવો પણ વ્યવહારનયથી ચૈત્યવંદનના અધિકારી છે. અપુનબંધકજીવોમાં રહેલા કદાગ્રહનો નાશ કરવાને કારણે તેમને પણ ચૈત્યવંદન-અનુષ્ઠાન ફળ પ્રાપ્ત કરાવી શકે છે, એમ પંચાશક વગેરે ગ્રંથોમાં કહેલું હોઈ અપુનબંધક પણ (વ્યવહારનયથી) ચૈત્યવંદનના અધિકારી છે, તેમ જાણવું. આથી સિદ્ધ એ થયું કે - જે જીવો અપુનબંધક કક્ષાને પણ સ્પર્શેલા નથી તેવા (નીચેની કક્ષાના) જીવો, વિધિ પ્રત્યે બહુમાન વિનાના હોય છે અને દેખાદેખીથી જ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરે છે, તેવા જીવો ચૈત્યવંદન માટે બધી રીતે અયોગ્ય-અનધિકારી જ છે. એ ચોક્કસ વાત છે. ||1all. તાત્પર્ય કોઈ પણ સાધના અધિકારી વ્યક્તિને જ ફળે છે. તેથી યોગસાધના માટે અધિકારીની વિચારણા આ ગાથામાં કરાઈ છે. - પહેલા ગુણસ્થાનકે રહેલ અપુનબંધકથી શરૂ કરીને છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલ સર્વવિરતિધર કક્ષાના આત્માઓ આ યોગસાધનાના અધિકારી છે. - આમ છતાં મૂળગાથામાં નેરેશવિરફનુરા' આ પદ દ્વારા જેઓ દેશવિરતિયુક્ત હોય તેમને અધિકારી તરીકે ઓળખાવ્યા છે, એનું કારણ સ્પષ્ટ કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વૃત્તિમાં " મધ્યમથોરિટigટીલાદુન્યાના દત્તાણાન' એ પદો દ્વારા દેશવિરતિધરને મધ્યમ કક્ષાના અધિકારી તરીકે ઓળખાવીને ‘તુલાદંડ' ન્યાયે જઘન્ય અને ઉત્કૃષ્ટ કક્ષાના અધિકારી કોણ છે. તેની પણ સ્પષ્ટતા કરી છે. (i) તહેતુ અનુષ્ઠાનમાં પરાયણ એવા પ્રથમ ગુણસ્થાનકે રહેલા અપુનબંધક કક્ષાના સાધકો અને ચતુર્થ ગુણસ્થાનકે રહેલા સમ્યગ્દષ્ટિ સાધકોને જઘન્યકોટિના અધિકારી તરીકે ઓળખાવ્યાં છે. . (ii) અમૃતઅનુષ્ઠાનમાં પરાયણ એવા દેશવિરતિરૂપ પાંચમા ગુણસ્થાનકના સાધકોને મધ્યમકોટિના અધિકારી તરીકે ઓળખાવ્યા છે.