________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१३ अव. के एतद्विन्यासानुरूपा इत्याकाङ्क्षायामाह - जे देसविरइजत्ता, जम्हा इह वोसिरामि कायं ति / सुइ विरईए इमं, ता सम्मं चिंतियव्वमिणं / / 13 // 'जे' इत्यादि / ये 'देशविरतियुक्ताः' पञ्चमगुणस्थानपरिणतिमन्तः / ते इह अनुरूपा इति शेषः / कुत: ? इत्याह यस्मात् 'इह' चैत्यवन्दनसूत्रे "व्युत्सृजामि कायम्" इति श्रुयते, इदं च विरतौ सत्यां सम्भवति, तदभावे कायव्युत्सर्गासम्भवात्, तस्य गुप्तिरूपविरतिभेदत्वात्, ततः सम्यक् चिन्तितव्यमेतत् यदुत "कायं व्युत्सृजामि" इति प्रतिज्ञान्यथानुपपत्त्या देशविरतिपरिणामयुक्ता एव चैत्यवन्दनानुष्ठानेऽधिकारिणः, तेषामेवागमपरतन्त्रतया विधियत्नसम्भवेनामृतानुष्ठानसिद्धेरिति / બતાવેલાં લક્ષણો તો જૈનદર્શનનાં જ છે; જે વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ પ્રસંગે - "विषाद्यनष्ठानस्वरूपंचेत्थमपदर्शितंपतचल्याद्यक्तभेदान स्वतन्त्रेण संवादयता ग्रन्थकतैव योगबिन्दौ।" “વિષાદિઅનુષ્ઠાનનું સ્વરૂપ પતંજલિવગેરેએ કહેલા ભેદોને પોતાના (જૈન)દર્શન સાથે સંવાદિત કરતા ગ્રંથકારે (પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિ મહારાજે) યોગબિંદુમાં આ મુજબ બતાવ્યું છે.” એમ કહીને સ્પષ્ટ કર્યું છે. - અને એ જ રીતે યોગબિંદુના ૧૭૦મા શ્લોકના “મુનિપુવા:' પદની વ્યાખ્યા કરતાં તમાનિદાનુનઃ' એમ લખીને આ વ્યાખ્યા ગણધર ભગવંતશ્રી ગૌતમસ્વામીજી વગેરે મહામુનિઓએ કરી છે, તેમ સ્પષ્ટ કર્યું છે.ll૧૨ા અવ ચૈત્યવંદનનાં સૂત્રો યોગ્યને આપવાનું જે કહ્યું, તો ચૈત્યવંદનનાં સૂત્રો માટે અનુરૂપ યોગ્ય જીવો કયા છે? તેવી શંકાનો જવાબ આપતા કહે છે - - ગાથા-૧૩ : તે અનુરૂપ યોગ્ય જીવો દેશવિરતિવાળા' છે. કારણ કે કાયાને વોસિરાવું છું” - એમ જે સંભળાય છે તે વાત વિરતિમાં સંભવે છે. તેથી આ વાતને સમ્યફ પ્રકારે વિચારો ! - 13. વ્યાખ્યાર્થઃ પાંચમા ગુણસ્થાનકના પરિણામવાળા જીવો દેશવિરતિવાળા કહેવાય છે, તે જીવો ચૈત્યવંદનનાં-સૂત્રો આપવા માટે અનુરૂપ યોગ્ય છે, એમ જાણવું. શંકા - તમે દેશવિરતિવાળા જીવો ચૈત્યવંદનનાં સૂત્રો આપવા માટે યોગ્ય છે એમ જણાવ્યું તેનું કારણ શું? સમાધાન - ચૈત્યવંદન સૂત્રમાં કાયાને વોસિરાવું છું' એમ જે સંભળાય છે, તે વિરતિ હોય તો જ શક્ય બને. વિરતિ વિના તો કાયોત્સર્ગ જ શક્ય નથી. કેમકે કાયોત્સર્ગ એ વિરતિનો જ ગુપ્તિરૂપ એક પ્રકાર છે. (ટૂંકમાં : કાયોત્સર્ગ એ કાયગુપ્તિ છે; કાયગુપ્તિ એ વિરતિનો પ્રકાર છે આથી વિરતિવાળો સૂત્રદાન માટેનું યોગ્ય પાત્ર છે.). દેશવિરતિવાળાને જ કાયોત્સર્ગ સંભવે' આ વાત બરાબર વિચારો. કારણ કે, કાયાને વોસિરાવું છુંએવી પ્રતિજ્ઞા દેશવિરતિ પરિણામ વિનાના જીવોને હોતી નથી; માટે જ દેશવિરતિ પરિણામવાળા જીવો જ ચૈત્યવંદન અનુષ્ઠાનના અધિકારી છે. એવા જીવો જ આગમને પરતંત્ર હોય છે; માટે તેમનામાં જ આગમોક્ત વિધિ મુજબ અનુષ્ઠાન કરવાના યત્નનો સંભવ હોય છે, તેથી તેમને જ અમૃત અનુષ્ઠાન હોઈ શકે છે.