________________ 28 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ અમૃતઅનુષ્ઠાન-૫ એમ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોનું વર્ણન કર્યું છે. આ અનુષ્ઠાનોની જેનદર્શનમાન્ય એવી વ્યાખ્યા કરીને તેને અહીં રજુ કરવામાં આવ્યાં છે. - આ પાંચ અનુષ્ઠાનો પૈકીવિષાનુષ્ઠાન,ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન,તેઅપ્રધાનદ્રવ્યાનુષ્ઠાનરૂપ છે, જ્યારે તદ્ધતુ અનુષ્ઠાનને પ્રધાન-દ્રવ્યાનુષ્ઠાનરૂપ છે અને અમૃતઅનુષ્ઠાનતે ભાવાનુષ્ઠાનરૂપ છે. - અપેક્ષાનો અર્થ સ્પૃહા થાય છે. પ્રસ્તુત વિષયમાં આલોકનાં દુન્યવી સુખો અને પરલોકનાંદુન્યવી સુખોની સ્પૃહા એટલે અપેક્ષા, એવો અર્થ સમજવો. - એ જ રીતે આદિ શબ્દનો ઉપયોગ અનાભોગ વગેરેને કારણોને સમજાવવા કર્યો છે. - આ બધાનો સારાંશ એ થયો કે, આ લોકનાંદુન્યવી સુખોની અપેક્ષા-સ્પૃહાથી કરાતું અનુષ્ઠાન તે વિષાનુષ્ઠાન, પરલોકનાં દુન્યવી સુખોની સ્પૃહાથી કરાતું અનુષ્ઠાન તે ગરાનુષ્ઠાન અને અનાભોગ વગેરેથી કરાતું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન. - અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજે વિષ-ગર અનુષ્ઠાનનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે “આ બંને અનુષ્ઠાનો વિચિત્ર અનર્થને આપનારા છે અને તેથી જ તેના નિષેધ માટે જિનેશ્વરોએ સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં અનિદાનપણું કરવાનું કહ્યું છે.” મહોપાધ્યાયજી મહારાજના આ વચનને જોયા પછી વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનને નિયામાંથી એકાંતે ભિન્ન માનવા તે શાસ્ત્રસાપેક્ષ જણાતું નથી. - ધર્માનુષ્ઠાનને આચરનારી વ્યક્તિને કાળભેદે વિચારતાં અચરમાવર્તકાળમાં પ્રથમ ત્રણ અનુષ્ઠાનો (વિષ-ગર અને અનુષ્ઠાન) પૈકીનું અનુષ્ઠાન હોય છે પરંતુ તહેતુ કે અમૃત અનુષ્ઠાન હોઈ શકતું નથી. જ્યારે શરમાવર્તકાળમાં ધર્માનુષ્ઠાન આચરનારી વ્યક્તિને પાંચ પૈકી કોઈ પણ અનુષ્ઠાન હોઈ શકે. - અચરમાવર્તકાળમાં રહેલી વ્યક્તિને પ્રથમ ત્રણ અનુષ્ઠાનો પૈકી કયું અનુષ્ઠાન હોય છે અને શરમાવર્તકાળમાં રહેલી વ્યક્તિને પાંચ પૈકી કયું અનુષ્ઠાન છે તે જાણવા માટે તે વ્યક્તિનો આશય જ અગત્યનો ભાગ ભજવે છે. - કેટલાક વિદ્વાનોનું ચરમાવર્તકાળમાં અંતિમ બે અનુષ્ઠાનો જ હોય પણ પહેલાં ત્રણ અનુષ્ઠાનોન હોય આવું માનવું એ ભૂલભરેલું છે કારણ કે શાસ્ત્રોમાં ઉપદેશના અધિકારી તરીકે ગણાવેલા ચરમાવર્તી (અપુનબંધક કક્ષાના) જીવોને પાંચ અનુષ્ઠાનો પૈકી એ ઉપાદેય છે અને ત્રણ અનુષ્ઠાનો હેય છે” તેવો ઉપદેશ આપેલ છે. હવે, જો તે ચરમાવર્તમાં પહેલાં ત્રણ અનુષ્ઠાનો હોય જ નહીં તો ઉપદેશમાં તેનો નિષેધ કરવાનો રહેતો જ નથી. - એટલા જ માટે કહ્યું કે, આ પાંચ અનુષ્ઠાનમાંથી પહેલાં ત્રણ યોગાભાસ (દેખાવ માત્રથી જ યોગરૂ૫) હોવાથી છોડવા યોગ્ય છે. કારણ કે, તે અપ્રધાન કક્ષાનાં દ્રવ્યાનુષ્ઠાનરૂપ છે. જ્યારે છેલ્લાં બે તદ્ધતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાન એ સદ્યોગરૂપ હોવાથી હિતકર છે, માટે તે આદરવા યોગ્ય છે. આથી જેઓનો સ્થાનાદિ યોગ સાધવામાં કોઈપણ જાતનો પ્રયત્ન ન હોય તેમને આ અનુષ્ઠાનમાં જોડવાથી મોટો દોષ લાગે છે. તેથી જે યોગ્ય હોય, સ્થાનાદિયોગમાં પ્રયત્નવાળા હોય તેમને જ આ અનુષ્ઠાનોમાં જોડવા જોઈએ. - વિષાનુષ્ઠાન વગેરે અનુષ્ઠાનનાં પાંચ પ્રકારો મહર્ષિ પતંજલિએ બતાવેલા હોવા છતાં અત્રે એનાં