________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ 37 વિનોદિતિ વાદુર્ભાવસારમઃ પુનઃ ! संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः / / " [160 श्लो०] जिनोदितमित्येवं 'भावसारं' श्रद्धाप्रधानं 'अदः' अनुष्ठानं 'संवेगगर्भ' मोक्षाभिलाषसहितं 'अत्यन्तं' अतीव अमरणहेतुत्वादमृतसंज्ञमाहुः 'मुनिपुङ्गवाः गौतमादिमहामुनयः / / एतेषु त्रयं योगाभासत्वादहितम्, द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम् / यत एवं स्थानादियत्नाभाववतोऽनुष्ठाने महादोषः 'तत्' तस्मात् 'अनुरूपाणामेव' योग्यानामेव 'एतद्विन्यासः' चैत्यवन्दनसूत्रप्रदानरूपः कर्तव्यः / / 12 / / આ અનુષ્ઠાન શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલું છે' - એમ માની,ખૂબ ભાવ (શ્રદ્ધા પૂર્વક, મુક્તિની તીવ્ર અભિલાષા (સંવેગ) પૂર્વક જે અનુષ્ઠાન કરાતું હોય, તેને (શ્રી ગૌતમસ્વામી વગેરે) મુનિપુંગવો અમૃતઅનુષ્ઠાન કહે છે.” જિનોદિત જિનેશ્વરએ કહેલું છે તે. ભાવસાર શ્રદ્ધાપૂર્વકનું. અદક=આ=અનુષ્ઠાન. અત્યંત સંવેગગર્ભ=મોક્ષની તીવ્ર અભિલાષા પૂર્વકનું. અમૃત=અત્યંત અમરણનો હેતુ હોવાથી “અમૃત સંજ્ઞા અપાયેલ. મુનિપુંગવા=શ્રી ગૌતમસ્વામી વગેરે મહામુનિઓ. આદુ =કહે છે. આ પાંચ અનુષ્ઠાનો પૈકી 1 -વિષ, ૨-ગર અને 3- અનનુષ્ઠાન દેખાવા માત્રથી જ યોગરૂપ હોઈ તે ત્રણેય અહિતકારી છે; જ્યારે 4- તતુ અને 5 - અમૃત અનુષ્ઠાન સમ્યયોગરૂપ હોઈ તે બંને હિત કરનારાં છે એમ તત્ત્વ જાણવું. પૂર્વે બતાવ્યા મુજબ સ્થાનાદિ યોગમાં પુરુષાર્થ નહિ કરનારા જીવોના અનુષ્ઠાનમાં મોટો દોષ રહેલો છે, તેથી અનુરૂપ-સ્થાનાદિ યોગમાં પુરુષાર્થ કરનારા યોગ્ય જીવોને જ ચૈત્યવંદનાદિનાં સૂત્રો આપવાં જોઈએ. //12/ તાત્પર્ય : જેનશાસ્ત્રોની પરિભાષામાં અનુષ્ઠાનો દ્રવ્યાનુષ્ઠાન અને ભાવાનુષ્ઠાન, એમ બે પ્રકારના છે. એમાંથી દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન અને અપ્રધાન એવા બે ભેદ પડતા હોવાથી અપ્રધાન દ્રવ્યાનુષ્ઠાન૧, પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન-૨ અને ભાવાનુષ્ઠાન-૩, એમ કુલ અનુષ્ઠાનો ત્રણ પ્રકારનાં છે. - જે અનુષ્ઠાન વિધિ અને ભાવ વિનાનું કે તેની અપૂર્ણતાવાળું હોય તે અનુષ્ઠાન, દ્રવ્યાનુષ્ઠાન કહેવાય - જે અનુષ્ઠાન વિધિ અને ભાવની પૂર્ણતાવાળું હોય તે અનુષ્ઠાન, ભાવાનુષ્ઠાન કહેવાય છે. - જે અનુષ્ઠાન વિધિ કે ભાવની પૂર્ણતા વિનાનું હોય અને ક્યારેય વિધિ કે ભાવની પૂર્ણતાવાળું બને તેવું ન હોય તેવું અનુષ્ઠાન, અપ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે. - જે અનુષ્ઠાન વિધિ કે ભાવની પૂર્ણતા વિનાનું હોવાછતાં ક્રમે ક્રમે આગળ વધીને વિધિ અને ભાવની પૂર્ણતાવાળું બને તેવું હોય તેવું અનુષ્ઠાન, પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે. - મહર્ષિ પતંજલિએ વિષાનુષ્ઠાન-૧, ગરાનુષ્ઠાન-૨, અનુષ્ઠાન-૩, તદ્ધાઅનુષ્ઠાન-૪, અને