________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१५ अव. सूत्रक्रियाविनाशस्यैवाहितावहतां स्पष्टयनाह - - આ બન્નેય વર્ગ એક-એકદિશાના અંતિમ છેડા છે અને આ બન્નેય માન્યતા એકાંતવાદનું - એકાંત આગ્રહનું પરિણામ છે. માટે એ બન્નેય એકાંત માન્યતાઓનો યુક્તિપુરઃસર છેદ કરીને અનેકાંતગર્ભિત વિધિપૂત ક્રિયામાર્ગની સ્થાપના કરવાના ઉદ્દેશપૂર્વક આ 14, 15, ૧૬મી ગાથાનું અવતરણ કરાયું છે. - ગમે તેવી ક્રિયાથી તીર્થની પ્રવૃત્તિ અખંડ રહે છે, તેવી માન્યતાવાળા એકાંત ક્રિયાવાદી વર્ગની સમજ એવી છે કે - ક્રિયાથી તીર્થ ચાલે છે. તીર્થ ચલાવવા માટે માત્રક્રિયા જ જરૂરી છે. તે ક્રિયા વિધિવાળી જ હોવી જોઈએ, તેવું નથી. તેથી તેઓ જ્યારે પણ વિધિમાર્ગનો ઉપદેશ સાંભળે, ત્યારે તેમના મનમાં વિધિની વાત પ્રત્યે અરુચિ-અભાવ થાય છે અને તેઓ કહે છે કે, મૂળમાં ક્રિયા કરનારા જ થોડા છે અને એમને વારંવાર વિધિ-અવિધિની વાતો કરાશે તો તેઓ કંટાળીને આ ક્રિયાઓ છોડી દેશે. પરિણામે ક્રિયા કરનાર જ જો કોઈ નહિ રહે તો આ તીર્થ ચાલશે કઈ રીતે ? માટે વિધિ-અવિધિની વાતો બંધ કરીને તમે માત્રક્રિયા કરવાનો જ ઉપદેશ આપો. આવો ક્રિયાનો ઉપદેશ સાંભળીને શ્રોતાઓ ભલે અવિધિવાળી પણ ક્રિયા કરે, પણ તેવી અવિધિવાળી ક્રિયાથી આ તીર્થ અખંડ રહેશે. - આવા વર્ગની અજ્ઞાનતા-અસમજને દૂર કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, પહેલાં એ વાત સમજવી જરૂરી છે કે, તીર્થ એટલે કે સંઘ કોને કહેવાય ?વિધિવાળી ક્રિયા કરનારા વર્ગને તીર્થ કહેવાય કે અવિધિવાળી ક્રિયા કરનાર વર્ગને તીર્થ કહેવાય? - જે કોઈ અવિધિવાળી ક્રિયાનો પક્ષપાતી વર્ગ હોય તે તીર્થ કે સંઘ ન કહેવાય. જે કોઈ વિધિવાળી ક્રિયાનો પક્ષપાતી વર્ગ હોય તે જ તીર્થ કે સંઘ કહેવાય. - એટલે જે કોઈ વર્ગ પોતાને તીર્થ કે સંઘના નામે ઓળખાવે, તે વર્ગ જો અવિધિવાળી ક્રિયાનો જ પક્ષપાત કે વિધિવાળી ક્રિયાની ઉપેક્ષા કરતો હોય તો તે તીર્થ કે સંઘ નથી. - કારણ કે, ગ્રંથકાર પરમર્ષિ પૂ. આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વયંસંબોધ પ્રકરણ ગ્રંથરત્નમાં તારકતીર્થંકરની આજ્ઞા વગરના તેવા વર્ગને હાડપિંજર તરીકે ઓળખાવેલ છે અને જે આગમ વગેરે શાસ્ત્રોમાં બતાવેલ વિધિપૂર્વકની ક્રિયાના આદરવાળો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો સમુદાય હોય તેને જ તીર્થ કે, સંઘ તરીકે ઓળખાવ્યો છે. - આટલી વાત જો બરાબર સમજવામાં આવે તો સમજાશે કે તીર્થની પ્રવૃત્તિને અખંડ રાખવાના શભભાવથી પણ આજ્ઞા-વિધિ વગરની ક્રિયાનું સમર્થન કરવાથી તીર્થની પ્રવૃત્તિ તો અખંડ નહિ રહે, પણ તીર્થનો જ ઉચ્છેદ થવાનો પ્રસંગ આવશે. ઘડો ઘડા તરીકે ત્યારે જ ઉપયોગી બને છે, જ્યારે તેમાં પાણી ભરી શકાતું હોય. જો ફૂટી જવા વગેરે કોઈ પણ કારણોસર જો તેમાં પાણી ભરવું શક્ય ન બને તો તે ઘડો ઘડા તરીકે નકામો ગણાય છે, તેવી જ રીતે જે વર્ગ આજ્ઞા-વિધિવિનાનો હોય તે તીર્થરૂપે કાર્ય કરી શકતો નથી, માટે તીર્થ તરીકે એ નકામો બની જાય છે - 14 અવળ સુત્રક્રિયાના વિનાશની જ અહિતકારકતાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે -