________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ 35 નજીકના __ 'विषं' स्थावरजङ्गमभेदभिन्नम्, ततो विषमिव विषम्, एवं गर इव 'गरः', परं गरः कुद्रव्यसंयोगजो विषविशेषः, 'अननुष्ठानं' अनुष्ठानाभासं, 'तद्धेतुः' अनुष्ठानहेतुः, अमृतमिव अमृतं' अमरणहेतुत्वात्, अपेक्षा इहपरलोकस्पृहा, आदिशब्दादनाभोगादेश्च यद् विधानं विशेषस्तस्मात् / / "विषं लब्ध्याद्यपेक्षातः, इदं सञ्चित्तमारणात् / महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा / / " [156 श्लो०] રા' વિરે “અપેક્ષાત:' દાતઃ " મનુષ્ઠાવં વિષ ' મારા' परिशुद्धान्तःकरण-परिणामविनाशनात्, तथा 'महतो'ऽनुष्ठानस्य ‘अल्पार्थनात्' तुच्छलब्ध्यादिप्रार्थनेन 'लघुत्वस्यापादना'दिदं विषं ज्ञेयम् / / વિષ બે પ્રકારનું હોય છે : 1 - સ્થાવર, 2 --જંગમ સ્થાવર-વૃક્ષ, ફળ, ફુલ તેમજ રસાયણ આદિથી થતું વિષ સ્થાવરવિષ' કહેવાય. જંગમ -ત્રસ - સર્પ, વીંછી આદિ ઝેરી જીવોથી થતું વિષ જંગમ વિષ” કહેવાય. વિષાનુષ્ઠાનઃ વિષ જેવું જે અનુષ્ઠાન હોય તે વિષાનુષ્ઠાન કહેવાય. વિષ તત્કાળ મારે તેમ વિષાનુષ્ઠાન પણ આત્માના ભાવપ્રાણોને તત્કાળ હશે. - ગર - એટલે ખરાબ દ્રવ્યોના સંયોજનથી બનેલ વિષનો જ એક વિશિષ્ટ પ્રકાર. એ તત્કાળ ન મારે પણ કાલાંતરે મારે એટલે એને “ધીમું ઝેર' કહી શકાય. ગરાનુષ્ઠાનઃ ગર જેવું જે અનુષ્ઠાન હોય તે ગરાનુષ્ઠાન કહેવાય. ગર જેમ કાલાંતરે મારે તેમ ગરાનુષ્ઠાન પણ આત્માના ભાવપ્રાણોની કાલાંતરે કતલ કરે. અનુષ્ઠાન - દેખાવે જ જે અનુષ્ઠાન હોય પણ વાસ્તવિક જોતાં તેને અનુષ્ઠાન ન કહી શકાય તે. (એમાં મોક્ષનો રાગ ન હોય, અનુષ્ઠાનનો રાગ ન હોય, જેમ તેમ, ગાડરીયા પ્રવાહ, લોકસંજ્ઞા કે ઓઘથી સંમૂર્છાિમની જેમ જ ઉપયોગ - વિના અનુષ્ઠાન કરાતું હોય છે.) તદ્ધતુ-અનુષ્ઠાન - અનુષ્ઠાનનું કારણ એટલે કે અમૃત અનુષ્ઠાનનાં કારણરૂપ અનુષ્ઠાનને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. અમૃત-અનુષ્ઠાન - અમૃત જેવું જે હોય તે અમૃત-અનુષ્ઠાન કહેવાય છે. જેમ અમર કરે તે અમૃત કહેવાય; તેમ અમરપદ=મોક્ષપદનું કારણ બને તેવું અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન કહેવાય. છે. અહીં અપેક્ષા શબ્દ ઈહલોક, પરલોકની કામના માટે વપરાયો છે. આદિ શબ્દથી અનાભોગ (અનુપયોગ) વગેરે પણ લેવાના છે. વિધાનનો અર્થ “વિશેષ” એટલે “અલગ અલગ.” લબ્ધિવગેરેની અપેક્ષાથી, સચિત્તને મારવાથી અને મહાન પાસે તુચ્છપ્રાર્થના દ્વારા તેની લઘુતા કરવાથી આ (અનુષ્ઠાન) વિષમ છે” આ લોકમાં લબ્ધિ, કીર્તિ વગેરે મેળવવાની કામનાથી સચ્ચિત્તનો-વિશુદ્ધ અંતઃકરણના ભાવોનો નાશ કરનાર આ અનુષ્ઠાન હોવાથી એ વિષ જેવું છે, વળી મોક્ષ જેવા મહાન ફળને આપનાર અનુષ્ઠાનનો સાંસારિક-તુચ્છ લબ્ધિ વગેરે માંગવા માટે ઉપયોગ કરવા દ્વારા અનુષ્ઠાનની લઘુતા કરવાના કારણે આ અનુષ્ઠાન વિષ જેવું બને છે, એમ જાણવું.