________________ 32 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१०-११ प्रायोग्रहणं सापाययोगवद्व्यावृत्त्यर्थम् / द्विविधो हि योगः सापायो निरपायश्च, तत्र निरुपक्रममोक्षपथप्रतिकूलचित्तवृत्तिकारणं प्राक्कालार्जितं कर्म अपायस्तत्सहितो योगः सापायः, तद्रहितस्तु निरपाय इति / तथा च सापायाालम्बनयोगवतः कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बेन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थः / _ 'इतरेषां-' अर्थालम्बनयोगाभाववतामेतचैत्यवन्दनसूत्रपदपरिज्ञानं 'स्थानादिषु यत्नवतां, गुरूपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां 'परं' केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां प्रच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्वेन ‘अनुपयोगो द्रव्यम्' આલંબનયોગ: આલંબન એટલે ટેકો-ઉદ્દેશ સહારો. સાધનાના પ્રારંભકાળમાં કોઈકરૂપી વ્યક્તિ કે કોઈ પણ રૂપીવસ્તુનો સહારો લઈ મોક્ષની સાથે જોડાણ સાધવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એ રીતે અભ્યાસ કરતાં કરતાં એ સાધના આત્મસા,બનતાં એમાંથી જ અનાલંબન-નિરાલંબન યોગને ' પામવાની ભૂમિકા તૈયાર થાય છે. આલંબનરૂપે ચૈત્યવંદનાદિ સૂત્રના દષ્ટાંતમાં પહેલા દંડકસૂત્ર-“અરિહંતચેઈયાણમાં નિશ્ચિત એક તીર્થંકરનું, બીજા દંડકસૂત્ર-લોગર્સ'માં સર્વ તીર્થકરોનું, ત્રીજા-પુફખરવરદીવ-દંડકસૂત્રમાં જ્ઞાનનું અને ચોથા દંડક સૂત્ર-સિદ્ધાણંબુદ્ધાણં-વેયાવચ્ચગરાણ'માં શાસનના અધિષ્ઠાયક દેવદેવીનું આલંબન-સહારો લેવાનો વિહિત કરાયો છે. એ રીતે તે તે સ્થળે વિહિત તે તે રૂપી વ્યક્તિ કે રૂપીવસ્તુનો આશ્રય કરવો એ આલંબન નામનો યોગ છે. - જિનપ્રતિમા, પરમાત્માની સમવસરણકાળની રૂપી અવસ્થા વગેરે પણ આલંબનરૂપ બને છે. શિંકા - અહીં ‘પ્રાયઃ” શા માટે જણાવ્યું છે ? સમાધાન - “સાપાયયોગી'ની બાદબાકી કરવા માટે “પ્રાયઃ” શબ્દનું ગ્રહણ છે. શિંકા - સાપાયયોગી એટલે શું?] સમાધાન - યોગ બે પ્રકારનો છે 1 - સાપાયયોગ અને 2 - નિરપાયયોગ માટે યોગી પણ બે પ્રકારના થયા. 1 - સાપાયયોગી, 2 - નિરપાયયોગી. સાપાયથોન=મોક્ષમાર્ગની નિર્વિઘ્ન આરાધનામાં પ્રતિકૂળચિત્તવૃત્તિના કારણરૂપ પૂર્વસંચિત કર્મ એટલે અપાય. આવો અપાય જે યોગમાં હોય તે સાપાયયોગ છે અને નિરપીવો =મોક્ષમાર્ગની નિર્વિઘ્ન આરાધનામાં પ્રતિકૂળચિત્તવૃત્તિના કારણરૂપ પૂર્વસંચિત કર્મરૂપ અપાય જે યોગમાં નથી હોતો, તે નિરપાયયોગ છે. સાપાયએવાઅર્થ-આલંબનયોગીને ક્યારેક સાપાયતાને કારણે મુક્તિફળ મોડું મળે તેમ બને છે અને નિરપાય એવા અર્થઆલંબનયોગીને મુક્તિફળ તરત મળે છે, એ બંને બાબતમાં કોઈ વિરોધનમાની બેસે માટે “પ્રાયઃ પદમૂકવામાં આવ્યું છે. અહીં ઈતરોને” એટલે : અર્થ અને આલંબન યોગને નહિ ધરતા એવા અને ગુરુ ઉપદેશથી, વિશુદ્ધ એવા સ્થાનવર્ણયોગમાં પુરુષાર્થ કરનારા અને અર્થ-આલંબન યોગની તાલાવેલીવાળા જીવોનું ચૈત્યવંદનસૂત્રોનાં પદોનું પરિજ્ઞાન માત્ર કલ્યાણ કરે છે. અર્થ અને આલંબન યોગ ન હોય ત્યારે વાચના, પૃચ્છના અથવા પરાવર્તનામાં ચૈત્યવંદનાદિ સૂત્રોના પદોની અનુપ્રેક્ષા હોતી નથી અર્થાત્ ઉપયોગ હોતો નથી. ઉપયોગ વિનાનું અનુષ્ઠાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે. માટે તેમનું