________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-११ - - 'एयं च'त्ति / एतच' - परिशुद्धं, चैत्यवन्दनदण्डकपदपरिज्ञानम्, 'अर्थः' उपदेशपदप्रसिद्धपदवाक्यमहावाक्यैदंपर्यार्थपरिशुद्धज्ञानम्, 'आलम्बनं' च प्रथमे दण्डकेऽधिकृततीर्थकृद्, द्वितीये सर्वे तीर्थकृतः, तृतीये प्रवचनम्, चतुर्थे सम्यग्दृष्टिः शासनाधिष्ठायक इत्यादि, 'तद्योगवतः' तत्प्रणिधानवत: 'प्रायः' - बाहुल्येन ‘अविपरीतं तु' अभीप्सितपरमफलसम्पादकमेव, अर्थाऽऽलम्बनयोगयोर्ज्ञानयोगतयोपयोगरूपत्वात्, तत्सहितस्य चैत्यवन्दनस्य भावचैत्यवन्दनत्वसिद्धेः, भावचैत्यवन्दनस्य चामृतानुष्ठानरूपत्वेनावश्यं निर्वाणफलत्वादिति भावः / દોષરૂપ જણાવી, હંમેશાં તેની આલોચના કરવાનું જણાવ્યું છે. માટે જ પગામસિજ્જામાં તેત્રીશ આશાતનાઓનું વર્ણન કરતાં 'i વાદ્ધ, વધ્યાત્રિાં , , કવર, પથરી .. રોસરીનં 'વગેરે પદની વ્યાખ્યા કરતાં લખ્યું કે - - ... તથા હોલુ છુ વીતત્તાથા.... અને પ્રશાળવા આશાતના તથા દેતુપૂરા થોડતિવારઃ ઋતત્તસ્સ મિચ્છાતિ ક્રિયા.... (ાર્મસંપ્રદ સહિ. 3) [તથા દોષપૂર્ણ શ્રુત જે ભણ્યું તે આ મુજબ. આ પ્રકારે જે આશાતના થઈ હોય, તેના કારણે જે અતિચાર કરાયો તે દુષ્કત મિથ્યા થાઓ' આ પ્રમાણેની ક્રિયા. 1oll. આ દરેક રીતે શુદ્ધ એવું ચૈત્યવંદન દંડકનાં પદોનું દરેક પ્રકારનું જ્ઞાન (‘અર્થ યોગ અને “આલંબન યોગવાળાનું મોટે ભાગે અવિપરીત બને છે. એમાં...) અર્થ એટલે ઉપદેશપદ નામના ગ્રંથમાં બતાવેલ પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાર્થ દ્વારા નિશ્ચિત થયેલ - જ્ઞાનબોધ, અને આલંબન એટલે “પહેલા દંડક-અરિહંતચેઈયાણમાં મુળનાયક ભગવાનનું, “બીજા દંડક-લોગસ્સ'માં સર્વ ભગવાનનું, ‘ત્રીજા દંડક-પુખરવરદીવઠું'માં - જ્ઞાનનું અને ચોથા દંડક-સિદ્ધાણં-બુદ્ધાણં'માં સમકિતી શાસનદેવ-દેવીને ઉદ્દેશીને (કાયોત્સર્ગ-સ્તુતિ આદિ કરવા). અને આ ચૈત્યવંદન સૂત્રોના પદોનું પરિશુદ્ધ જ્ઞાન અર્થયોગી અને આલંબન યોગીને પ્રાયઃ ઈષ્ટ એવા પરમફળ આપનારું બને છે. કેમ કે અર્થયોગ અને આલંબનયોગ આ બંને જ્ઞાનયોગરૂપ હોવાના કારણે ઉપયોગરૂપ છે. શિંકા - આ રીતે કરાયેલું ચૈત્યવંદનાદિ સૂત્રોનું પદજ્ઞાન મોક્ષફળ આપનાર કેમ બને છે ? સમાધાન - આવા અર્થ અને આલંબનયોગના ઉપયોગથી યુક્ત ચૈત્યવંદનાદિ એ ભાવચૈત્યવંદનાદિ બને છે અને એવાં ભાવચૈત્યવંદનાદિ અનુષ્ઠાન એ અમૃતઅનુષ્ઠાનરૂપ હોવાથી અવશ્ય નિર્વાણ ફળને આપનાર બને છે. કેમ કે અમૃતઅનુષ્ઠાન અવશ્ય નિર્વાણ ફળને આપનારું હોય છે. તાત્પર્ય : અર્થયોગ ચેત્યવંદનાદિ સૂત્રોનું પરિશુદ્ધ પદજ્ઞાન મોક્ષફળ આપનારું બને છે. એવું પરિશુદ્ધ પદજ્ઞાન અર્થયોગ અને આલંબનયોગની પ્રધાનતા ધરાવતા યોગીઓને થાય છે. - અર્થયો ત્યારે જ સધાય કે જ્યારે ચૈત્યવંદનાદિ સૂત્રોના પ્રત્યેક પદના ઉપદેશપદ' વગેરે ગ્રંથોમાં બતાવ્યા મુજબ પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને એદંપર્યાર્થિનો બોધ થાય. જણાવ્યું પણ છે કે - पयवक्कमहावक्वत्थमइदंपजं च एत्थ चत्तारि / सुअभावावगमंमि हंदि पगारा विणिद्दिठा / / - ‘પદાર્થ, વાક્ષાર્થ, મહાવાક્ષાર્થ અને એદંપર્યાર્થ - આ ચાર પ્રકારો શ્રુતના ભાવાર્થનું જ્ઞાન કરવા માટે બતાવેલા છે.'