________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१०-११ જન્મ 'अरिहंतचेइयाणं, करेमि उस्सग्ग' एवमाइयं / सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणं / / 10 / / एयं चऽत्थालंबणजोगवओ पायमविवरीयं तु / इयरेसिं ठाणाइसु, जत्तपराणं परं सेयं / / 11 / / ' 'अरिहंत' इत्यादि / “अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं" एवमादि चैत्यवन्दनदण्डकविषयं श्रद्धायुक्तस्य' क्रियास्तिक्यवत: 'तथा' तेन प्रकारेणोछार्यमाणस्वरसम्पन्मात्रादिशुद्धस्फुटवर्णानुपूर्वीलक्षणेन 'यथार्थं' अभ्रान्तं पदज्ञानं भवति, परिशुद्धपदोछारे दोषाभावे सति परिशुद्धपदज्ञानस्य श्रावणसामग्रीमात्राधीनत्वादिति માવ: T20 aa ગાથા-૧૦-૧૧૪ તથા પ્રકારે ઉચ્ચાર કરાતા “અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ” આવા પર્દોનું યથાર્થ પદજ્ઞાન શ્રદ્ધાયુક્ત આત્માને થાય છે - “આવું' પદજ્ઞાન અર્થાલંબન યોગવાળાને (અર્થયોગી-આલંબનયોગીને) પ્રાયઃ અવિપરિત એવું મોક્ષ ફળદાયી હોય છે. જ્યારે ઈતર=(અર્થયોગ, આલંબનયોગ નહિ પામેલાને) જો તે સ્થાનાદિ યોગોમાં પ્રયત્નશીલ રહે તો પરં=અવશ્ય શ્રેય=મોક્ષફળદાયી બને છે. 10-11. વ્યાખ્યાર્થ: “અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ' વગેરે ચૈત્યવંદન વિધિમાં બોલાતાં સૂત્રો “દંડસૂત્રો' તરીકે ગણાય છે. (નમુત્યુર્ણ, અરિહંતચેઈયા, લોગસ્સ, પુષ્પરવરદીવઢે અને સિદ્ધાણં બુદ્ધાણં) યથાયોગ્ય સ્વર, સંપદા, માત્રા વગેરેના લક્ષ્યપૂર્વક શુદ્ધ, પ્રગટ, વર્ણ, આનુપૂર્વી વગેરેના ઉપયોગપૂર્વક બોલાતાં સૂત્રોથી શ્રદ્ધાવાનને એટલે કે ક્રિયા પ્રત્યે આસ્તિક્ય ધરાવનારને યથાર્થ-ભ્રમ વિનાનું પદજ્ઞાન થાય છે. આવો શુદ્ધ સૂત્રોચ્ચાર થાય ત્યારે બીજા દોષો વિદ્યમાન ન હોય તો શુદ્ધ પદજ્ઞાન થાય છે. (બીજા દોષ=કોઈને સાંભળવાની તકલીફ હોવી વગેરે) કારણ કે, શુદ્ધ પદજ્ઞાન એ શ્રવણસામગ્રી માત્રને આધીન છે. II૧૦ના તાત્પર્ય : વર્ણયોગ સ્થાનાદિ પાંચ પ્રકારના યોગને ચૈત્યવંદનના દષ્ટાંતથી સમજાવવા માટે આ ગાથામાં વર્ણયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. - “અરિહંતચેઈયાણ' વગેરે પદોનું યથાર્થકોટિનું જ્ઞાન થાય, તેને વર્ણજ્ઞાન કહેલું છે. આ યથાર્થ વર્ણજ્ઞાન ત્યારે જ થાય છે, જ્યારે ચૈત્યવંદનનાં તે તે સૂત્રોના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં આવે. કારણ કે, શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચાર સૂત્રોના યથાર્થ પદજ્ઞાનમાં કારણ છે. - જે સૂત્ર બોલાતું હોય, તેમાં આવતા સ્વરોમાં હ્રસ્વ, દીર્ઘ, પ્લત વગેરે સ્વરોના જે જે પ્રકારો હોય, તે તે સ્વરોનો બરાબર તે તે મુજબ જ ઉચ્ચાર કરવો જોઈએ. જો હ્રસ્વ સ્વરનો દીર્ઘ કે દીર્ધસ્વરનો હ્રસ્વ ઉચ્ચાર કરાય તો તે ઉચ્ચાર અશુદ્ધ ઉચ્ચાર ગણાય છે. તે જ રીતે જે જે સૂત્રમાં જે જે સંપદાઓ હોય, જે જે પદો હોય, જે જે માત્રા હોય, તેનો તે તે પ્રકારે અટકીને જ ઉચ્ચાર થવો જોઈએ, નહિ તો તે ઉચ્ચાર અશુદ્ધ થાય છે. આવા અશુદ્ધ ઉચ્ચારથી શ્રોતાને તે પદોનું જ્ઞાન પણ તેવું જ અશુદ્ધ થાય, અશુદ્ધ પદજ્ઞાનના કારણે અર્થજ્ઞાન પણ અશુદ્ધ થાય છે અને અશુદ્ધ અર્થજ્ઞાનના કારણે પ્રવૃત્તિ પણ અશુદ્ધ થાય છે. આવા બધા અનર્થો ન થાય તે માટે શુદ્ધ ઉચ્ચાર કરવો જોઈએ. આવો શુદ્ધ ઉચ્ચાર કરવો એ જ વર્ણયોગ છે. આ વર્ણયોગ જ્ઞાનયોગનું કારણ છે. અશુદ્ધ ઉચ્ચારને શાસ્ત્રકારોએ