________________ 28 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-९ अव. तदेवं हेतुभेदेनानुभावभेदेन चेच्छादिभेदविवेचनं कृतम्, तथा च स्थानादावेकैकस्मिन्निच्छादि 1- માત્ર સમ્યકત્વના કારણે પ્રગટતાં અનુકંપાદિ સામાન્ય પ્રકારનાં હોય છે અને પાંચમા વગેરે ગુણસ્થાનકમાં રહેલ વિરતિધર આત્માના ઈચ્છાયોગાદિથી પ્રગટતાં અનુકંપાદિ વિશિષ્ટ પ્રકારના હોય છે. - અહીં જે- ઈચ્છાયોગાદિના કાર્યભૂત અનુકંપાદિજણાવ્યાં છે. તે વિશિષ્ટ પ્રકારના અનુકંપાદિને લક્ષ્યમાં રાખીને જણાવ્યાં છે અને શાસ્ત્રોમાં અન્યત્ર જે માત્ર સમ્યકત્વનાં કાર્યભૂત લિંગો તરીકે અનુકંપાદિ જણાવ્યાં છે, તે સામાન્ય કક્ષાના ઈચ્છાદિને લક્ષ્યમાં રાખીને જણાવ્યાં છે - આ વસ્તુને લક્ષ્યમાં રાખીને વિચારવામાં આવે તો ક્યાંય પરસ્પર વિરોધાભાસ નહીં જણાય. બીજી વાત એ છે કે, અનુકંપાદિને માત્ર ઈચ્છાયોગના જ કાર્યરૂપે માનવામાં આવે અને સ ત્ત્વના કાર્યરૂપે ન માનવામાં આવે તો પણ ચોથા ગુણસ્થાનકે અનુકંપાદિ માનવામાં વાંધો આવતો નથી. કારણ કે - ચોથા ગુણસ્થાનકે વિરતિના પરિણામો ન હોવાથી ભલે તાત્ત્વિક ઈચ્છાદિ યોગ ન હોય; પરંતુ વ્યવહારથી તો માત્ર સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હોય ત્યારે પણ ઈચ્છાદિ યોગની પ્રવૃત્તિ માનવામાં આવી છે. એટલે ચોથા ગુણસ્થાનકે પણ જે જે અંશે ઈચ્છાદિ યોગની પ્રવૃત્તિ હોય તે તે અંશે તે ઈચ્છાદિ યોગના કાર્યભૂત/ફળભૂત અનુકંપાદિ માનવામાં જરા પણ બાધ જણાતો નથી. આ સમગ્ર કથનનું તાત્પર્ય એક જ છે કે, ચોથા ગુણસ્થાનકે માત્ર સમ્યકત્વની હાજરીમાં સામાન્ય કક્ષાનો ઈચ્છાદિ યોગ હોવાથી ત્યાં તેના કાર્યભૂત/ફળભૂત સામાન્ય કક્ષાના અનુકંપાદિ યોગ હોય છે અને પાંચમા વગેરે ગુણસ્થાનકે વિરતિના પરિણામ હોવાથી વિશિષ્ટ પ્રકારનો ઈચ્છાદિ યોગ હોવાથી ત્યાં તેના કાર્યભૂત વિશિષ્ટ પ્રકારના અનુકંપાદિ હોય છે. આ રીતે સામાન્ય કક્ષાના અનુકંપાદિ પ્રત્યે સામાન્ય કક્ષાના ઈચ્છાદિ યોગની અને વિશિષ્ટ કક્ષાના અનુકંપાદિ પ્રત્યે વિશિષ્ટ કક્ષાના ઈચ્છાદિ યોગની કારણતા છે. શાસ્ત્રમાં જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય એવો ક્રમ દર્શાવ્યો છે તે પ્રાધાન્ય/શ્રેષ્ઠતાની અપેક્ષાએ દર્શાવ્યો છે. અર્થાતુ કે આસ્તિક્ય કરતાં અનુકંપા, અનુકંપા કરતાં નિર્વેદ, નિર્વેદ કરતા સંવેગ, સંવેગ કરતાં શમશ્રેષ્ઠ છે. એટલે કે સૌથી પહેલો શમપછી સંવેગ પછી નિર્વેદ, પછી અનુકંપા અને ત્યાર બાદ આસ્તિકા મૂકવામાં આવ્યું છે. જ્યારે અહીં ‘આસ્તિષ અનુકંપાદિ ગુણોની પ્રાપ્તિ જે ક્રમે થાય છે, તે પ્રાપ્તિના ક્રમને લક્ષ્યમાં રાખીને સૌ પ્રથમ અનુકંપા, તે પછી નિર્વેદ, તે પછી સંવેગ અને તે પછી પ્રશમને મૂકવામાં આવ્યો છે. અર્થાત્ કે અન્ય શાસ્ત્રમાં શ્રેષ્ઠતાની અપેક્ષાને લક્ષ્યમાં રાખીને ક્રમ દર્શાવ્યો છે. જ્યારે અહીં પ્રાપ્તિની/ઉત્પત્તિની અપેક્ષાને લક્ષ્યમાં રાખીને ક્રમ દર્શાવ્યો છે. આ બધી ચર્ચાથી એક વાત એ પણ ફલિત થાય છે કે -શમાદિ પાંચમાંથી ઈચ્છાયોગનાં ફળરૂપે અનુકંપા, પ્રવૃત્તિયોગના ફળરૂપે નિર્વેદ, સ્પેર્યયોગના ફળરૂપે સંવેગ અને સિદ્ધિયોગના ફળરૂપે ઉપશમ પ્રગટે છે. આમાં આસ્તિષ્પ બાકી રાખ્યું, આથી એમ નક્કી થાય છે કે, આસ્તિક્ય એ માત્ર સમ્યકત્વનું કાર્ય છે અને અનુકંપાદિ ઈચ્છાદિનું કાર્ય છે. આ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તત્ત્વાર્થના પહેલા અધ્યાયની ટીકામાં સારો ખુલાસો કર્યો છે. વિશેષ જિજ્ઞાસુએ પૂ. ઉપાધ્યાયજી ભગવંતની ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પહેલા અધ્યાયની ટીકા જોઈ જવી - 8 અવ. આમ, હેતુ (કારણ) ભેદથી અને અનુભાવ (કાર્ય) ભેદથી ઈચ્છાદિ યોગના પ્રકારોનું વિવેચન કરાયું.