________________ 26 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-७,८ योगतः' तत्तत्कार्यजननानुकूलविचित्रक्षयोपशमसम्पत्त्या भवन्ति, इच्छायोगादिविशेषे आशयभेदाभिव्यङ्गयः क्षयोपशमभेदो हेतुरिति परमार्थः / अत एव यस्य यावन्मात्रः क्षयोपशमस्तस्य तावन्मात्रेच्छादिसम्पत्त्या मार्गे प्रवर्तमानस्य सूक्ष्मबोधाभावेऽपि मार्गानुसारिता न व्याहन्यत इति सम्प्रदायः / / 7 / / अव. इच्छादीनामेव हेतुभेदमभिधाय कार्यभेदमभिधत्ते - अणुकंपा निव्वेओ, संवेगो होइ तह य पसमु त्ति / एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं / / 8 / / 'अणुकंप' त्ति / 'अनुकम्पा' द्रव्यतो भावतश्च यथाशक्ति दुःखितदुःखपरिहारेच्छा / ‘નિર્વઃ' તેથરિનાને મવપરાદિter | સંવે?’ મોક્ષામિત્રા: | तथा 'प्रशमश्च' क्रोधकण्डूविषयतृष्णोपशमः / इत्येते 'एतेषां' इच्छादीनां योगानां यथासङ्ख्यं अनु पश्चाद् भावाः 'अनुभावाः' - कार्याणि भवन्ति / - એ વિવિધ પ્રકારના ઈચ્છાદિ યોગોને પેદા કરવામાં અનુકૂળ એવા વિવિધ પ્રકારના ક્ષયોપશમની સંપત્તિથી ઈચ્છાદિ યોગો પ્રગટ થાય છે. (એટલે વિવિધ પ્રકારના ક્ષયોપશમની સંપત્તિથી વિવિધ પ્રકારના ઈચ્છ પ્રગટે છે.). ઈચ્છાદિ યોગવિશેષમાં શ્રદ્ધાદિ આશય વિશેષોથી જાણી શકાતો ક્ષયોપશમ જ કારણરૂપ છે. આ અહીં રહસ્ય છે. આથી જ, જીવને જેટલો ક્ષયોપશમ પ્રગટે છે, તેને તેટલી જ ઈચ્છાદિ યોગસંપત્તિની પ્રાપ્તિ થાય છે. એ યોગસંપત્તિના માર્ગે પ્રવર્તતા જીવનો બોધ સૂક્ષ્મ ન હોય તો પણ તેનું મોક્ષમાર્ગનુસારીપણું નષ્ટ થતું નથી. આ રીતે સંપ્રદાય છે. ll અવઢ ઈચ્છા વગેરેને ઉત્પન્ન કરનાર કારણના પ્રકારોને વર્ણવીને હવે તેના કાર્યના પ્રકારોને કહે છે. ગાથા-૮ : આ ઈચ્છા વગેરેનાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ ક્રમિક થનારાં કાર્યો છે. એટલે કે, ઇચ્છાયોગથી અનુકંપા, પ્રવૃત્તિયોગથી નિર્વેદ, ધૈર્યયોગથી સંવેગ તથા સિદ્ધિયોગથી પ્રથમ પ્રગટે છે. 8. વ્યાખ્યાર્થ: શક્તિ મુજબ દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ઈચ્છા એટલે અનુકંપા. તે 1 - દ્રવ્યાનુકંપા અને 2 ભાવાનુકંપા; એમ બે પ્રકારની છે. આ સંસાર અસાર-નિર્ગુણ છે' એવું જ્ઞાન થવાથી, સમગ્ર સંસાર કારાવાસસમો છે એવું લગાડનાર વૈરાગ્ય નિર્વેદ છે. મુક્તિ મેળવવાની તાલાવેલી તે સંવેગ છે. અને ક્રોધરૂપી ખણજ અને વિષયરૂપી તૃષ્ણાનો ઉપશમ એટલે ‘પ્રશમે.” આ ઈચ્છાદિ યોગોનાં ક્રમશઃ ફળ-કાર્યરૂપ આ (અનુકંપાદિ ચારેય) થાય છે. તેથી તેમને ‘અનુભાવ' કહેવાય છે. અનુભાવ=કાર્ય, ફળ.