________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-७ अव. उक्ता इच्छादयो भेदाः, अर्थतेषां हेतूनाह - एए य चित्तरूवा, तहाखओवसमजोगओ हंति / तस्स उ सद्धापीयाइजोगओ भव्वसत्ताणं / / 7 / / एए य 'त्ति / एते च' इच्छादयः चित्ररूपाः परस्परं विजातीयाः स्वस्थाने चासङ्ख्यभेदभाजः, 'तस्य तु' अधिकृतस्य स्थानादियोगस्यैव श्रद्धा इदमित्थमेवेति प्रतिपत्तिः, प्रीतिः तत्करणादौ हर्षः, आदिना धृतिधारणादिपरिग्रहस्तद्योगत: 'भव्यसत्त्वानां' मोक्षगमनयोग्यानामपुनर्बन्धकादिजन्तूनां 'तथाक्षयोपशम થાય અને પ્રત્યેકવખતે અનુષ્ઠાન આ રીતે નિરતિચાર બનવાના કારણે ભવિષ્યના પ્રત્યેક અનુષ્ઠાનો માટે સાધકને પોતાને પણ એવો આત્મવિશ્વાસ પ્રગટી જાય કે, હવે મારું આ અનુષ્ઠાન સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત રીતે જ પ્રવર્તશે, તેમાં ક્યાંય ખામી કે અલના નહીં થાય. આવા વિશ્વાસના યોગે તેના અંતઃક્કરણમાંથી સાધનામાં બાધક બનતા અતિચારો લાગવાની ચિંતા દૂર થઈ જાય છે. આથી સાધકનું ચિત્ત અત્યંત સ્વસ્થ બની જાય છે અને પોતાની યોગ પ્રવૃત્તિમાં તે અત્યંત એકાગ્રતા/સ્વૈર્યનો અનુભવ કરે છે. આવી આંતરિક ભૂમિકાવાળા યોગાનુષ્ઠાનને“સ્થર્યયોગ’ કહેવાય છે. સિદ્ધિોન- સિદ્ધિયોગમાં પરોપકારની મુખ્યતા રહે છે. સ્થાનાદિયોગની સિદ્ધિ થતાં યોગી અત્યંત વિશિષ્ટ પ્રકારના ઉપશમાદિનો અનુભવ કરે છે. આવા યોગીની આંતરિક પરિશુદ્ધિ ઘણી જવિશિષ્ટ પ્રકારની હોય છે. તેમના સાંનિધ્યમાં આવનાર પ્રત્યેક જીવો એ સિદ્ધિથી ભાવિત બને છે. યોગીને જે યોગ, સિદ્ધ થયો હોય તેનો અનુભવ પોતપોતાના પરિચયમાં આવનાર અન્યને પણ કરાવી શકે છે. શાસ્ત્રમાં બળદેવમુનિ વગેરેનાં દૃષ્ટાંતો આવે છે, જેમાં જણાવ્યું છે કે, તેમના સાન્નિધ્યમાં આવતાં હિંસક પ્રાણીઓ પણ પોતાના હિંસકભાવને છોડી દેતા હતા. તીર્થંકર પરમાત્મા તો અહિંસાદિ ધર્મોની પ્રકષ્ટસિદ્ધિને વરેલા હોય છે. આથી તેમના અતિશયોમાં તો આ બધી વિગતો આવે જ છે. પણ અન્ય યોગસિદ્ધ યોગીઓના જીવનમાં પણ આ હકીકત સ્પષ્ટ જોવા મળે છે - પ-૭ll . . અવ૦ ઈચ્છા વગેરે (સ્થાનાદિ) યોગના ભેદ કહ્યા. હવે તેઓનાં કારણો જણાવે છે. ગાથા-૭ : (સ્થાનાદિ યોગોમાં) શ્રદ્ધા, પ્રીતિ આદિના કારણે ભવ્ય જીવોના તે તે પ્રકારના - ક્ષયોપશમથી “ઈચ્છાદિ યોગો’ અનેક પ્રકારવાળા થાય છે - 7. વ્યાખ્યાર્થઃ આ ઈચ્છાદિ યોગો ચિત્રરૂપ છે, એટલે અંદરોઅંદર વિજાતીય વિવિધ પ્રકારના છે; તેઓ પોતાના સ્થાને અસંખ્ય ભેટવાળા છે. તે અધિકૃત સ્થાનાદિ યોગમાં જ - 1 - શ્રદ્ધાનું શાસ્ત્રમાં એ યોગ જેવો વર્ણવાયેલ છે, તે ખરેખર તેવો જ છે' એવો સ્વીકાર. 2 - પ્રીતિ=(શક્તિ મુજબ) એ યોગનું પાલન કરતાં થતો આનંદ. 3- ‘આદિ થી ધૃતિ, ધારણા વગેરે લેવાનાં ધૃતિ એ યોગમાં ધીરજ, ધૈર્ય, ટકી રહેવું તે. ધારણા એ યોગના સંસ્કારોનું દઢીકરણ.] - - સ્થાનાદિ યોગોમાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા આદિથી મોક્ષે જવાની યોગ્યતા ધરાવતા અપુનબંધકાદિ કક્ષાવાળા ભવ્ય જીવોને તેવા (વિવિધ) પ્રકારના ક્ષયોપશમો પ્રગટે છે.