________________ 24 योगविंशिका प्रकरण सटीक सानुवाद, गाथा-६ 'सर्व' स्थानादि स्वस्मिन्नुपशमविशेषादिफलं जनयदेव परार्थसाधकं स्वसनिहितानां स्थानादियोगशुद्ध्यभाववतामपि तत्सिद्धिविधानद्वारा परगतस्वसदृशफलसम्पादकं पुनः सिद्धिर्भवति / __ अत एव सिद्धाऽहिंसानां समीपे हिंसाशीला अपि हिंसां कर्तुं नालम्, सिद्धसत्यानां च समीपेऽसत्यप्रिया अप्यसत्यमभिधातुं नालम् / एवं सर्वत्रापि ज्ञेयम् / 'इतिः' इच्छादिभेदपरिसमाप्तिसूचकः / अत्रायं मत्कृतः संग्रहश्लोकः - "इच्छा तद्वत्कथाप्रीतिः, पालनं शमसंयुतम् / પાનં (પ્રવૃત્તિ.) રોષમીનિઃ સ્થી સિદ્ધિ પરાર્થતા સારા” તિ સાદા સ્થાનાદિ સર્વ યોગો, તેને સાધનાર આત્મામાં વિશિષ્ટ ઉપશમાદિ ફળને પ્રગટાવે છે, પછી તેઓ સ્વાશ્રયે આવેલા કે રહેલા અને હજી જેમણે સ્થાનાદિ યોગની શુદ્ધિ કરી નથી એવા જીવોને તે યોગની સિદ્ધિ કરાવે છે. આ રીતે પોતાને સિદ્ધ થયેલો યોગ અન્યને પણ પ્રાપ્ત કરાવવો એ “સિદ્ધિ' નામનો યોગ છે. ઉપર મુજબની વાતનો અનુસંધાન કરતાં જણાવે છે કે - આથી જ અહિંસાની સિદ્ધિ કરનાર યોગીની સમીપ આવેલા હિંસકો પણ હિંસા કરવા સમર્થ રહેતા નથી (અહિંસક બની જાય છે). એ જ રીતે સત્યનિષ્ઠ આત્મા પાસે અસત્યના પ્રેમીઓ પણ અસત્ય બોલી શકતા નથી. એમ દરેક યોગની બાબતમાં જાણવું. તિ=આ રીતે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિયોગની વાત પૂરી થઈ. આ બાબતને એક જ શ્લોકમાં સંગૃહીત કરતા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે - ઈચ્છાયોગ=(સ્થાનાદિ યોગ ધરતા) યોગીઓની કથાની પ્રીતિ, પ્રવૃત્તિયોગsઉપશમયુક્ત (સ્થાનાદિ) યોગનું પાલન, સ્થિરતાયોગ (સ્થાનાદિ યોગમાં લાગતા) દોષો (અતિચાર)ના ભયનો નાશ, સિદ્ધિયોગ સ્વપ્રાપ્ત (સ્થાનાદિ) યોગ બીજાને પમાડવા. 'ડા તાત્પર્ય છાયા - સ્થાનાદિ કોઈ પણ યોગની ઈચ્છા, યોગરૂપ ત્યારે જ બને છે કે, જ્યારે તે તે પ્રકારના યોગીઓની વાતો ન સમજાય તો પણ સાંભળવામાં આનંદ આવે. સાંભળ્યા પછી સમજાય તો વિશેષ આનંદ આવે અને યોગીઓની વાતો સાંભળ્યા કે સમજ્યા પછી, હું પણ આવો યોગ કરી શકું તો કેવું સારું' - એવો ભાવ જન્મ અને શક્તિ મુજબ થોડું ઘણું પણ તે મુજબ કરવાનો પ્રયત્ન કરાય. પછી શક્તિ, સંયોગ, સામગ્રી આદિના અભાવે પૂરેપૂરું ન કરી શકે, પણ યથાશક્ય કરવાનો યત્ન હોય તો તે ઈચ્છાયોગરૂપ ગણાય. જો એ દિશામાં યથાશક્ય પ્રયત્ન પણ ન હોય તો તે ઈચ્છાયોગ' ગણાય નહીં. પ્રવૃત્તિયો- શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખામી વગરના યોગાનુષ્ઠાનને પ્રવૃત્તિયોગ' ત્યારે જ કહેવાય કે, જ્યારે તે ઉપશમ પ્રધાન હોય. અર્થાતું કે જેમ જેમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાનાદિ યોગનું ખામી વગરનું આસેવન થતું જાય તેમ તેમ જો ક્રોધાદિ કષાયોનો ઉપશમ થતો જાય, આત્મા શાંત-પ્રશાંત બનતો જાય તો જ તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરાતું અનુષ્ઠાન પ્રવૃત્તિયોગરૂપ બને છે. - - લોન - આ પ્રવૃત્તિયોગનું ખૂબ જ કુશળતાપૂર્વક આસેવન કરતાં કરતાં એવો અભ્યાસ થઈ જાય કે, તે તે યોગ, સાધકને એવો આત્મસાતુ બની જાય કે જેથી એમાં કોઈ પણ જાતની સ્કૂલના જન