________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-५-६ 23 त्किञ्चिदभ्यांसादिरूपं विचित्रं परिणाममादधाना इच्छा भवति, द्रव्यक्षेत्राद्यसामग्र्येणाङ्गसाकल्याभावेऽपि यथाविहितस्थानादियोगेच्छया यथाशक्ति क्रियमाणं स्थानादि इच्छारूपमित्यर्थः / ___ प्रवृत्तिस्तु 'सर्वत्र' सर्वावस्थायां 'उपशमसारं' उपशमप्रधानं यथा स्यात्तथा 'तत्पालनं' यथाविहितस्थानादियोगपालनम्, 'ओ' त्ति प्राकृतत्वात् / वीर्यातिशयाद् यथाशास्त्रमङ्गसाकल्येन विधीयमानं स्थानादि પ્રવૃત્તિરૂપમિર્થ સાધી 'तह चेव' त्ति / तथैव' प्रवृत्तिवदेव सर्वत्रोपशमसारं स्थानादिपालनमेतस्य पाल्यमानस्य स्थानादेर्बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् / प्रवृत्तिस्थिरयोगयोरेतावान् विशेषः यदुत-प्रवृत्तिरूपं स्थानादियोगविधानं सातिचारत्वाद्वाधकचिन्तासहितं મતિ ! स्थिररूपं त्वभ्याससौष्ठवेन निर्बाधकमेव जायमानं तजातीयत्वेन बाधकचिन्ताप्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाञ्च तद्रहितमेव भवतीति / શક્તિ, સંયોગ વગેરેની હીનતાના કારણે વિધિપૂર્વક ઉત્તમ યોગ ન સેવી શકનારો પણ આત્મા, વિધિપૂર્વક ઉત્તમ યોગને સેવતા યોગીઓ પ્રત્યે હૈયામાં બહુમાનભાવ ધારણ કરી, પોતાના ઉલ્લાસપૂર્વક શક્ય તેટલો યોગાભ્યાસ કરી, વિધિપૂર્વકના તે ઉત્તમ યોગને સેવવાનો મનોરથ કરે તે ઈચ્છા ‘વિપરિણામિની ઈચ્છા' કહેવાય છે. સ્થાનાદિ યોગને વિધિપૂર્વક સેવવાની ઈચ્છાપૂર્વક, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપૂર્ણતાથી સંપૂર્ણ દ્રવ્યાદિના અભાવમાં પણ શક્તિ મુજબ કરાતા સ્થાનાદિ યોગો એ “ઈચ્છાયોગ' રૂપ છે. સ્થાનાદિ યોગોના સેવનની દરેક અવસ્થામાં જે રીતે ‘ઉપશમ'મુખ્ય બને તે રીતે શાસ્ત્રોક્ત સ્થાનાદિ યોગોનું પાલન એ ‘પ્રવૃત્તિયોગ' છે. (ગાથામાં જણાવેલ પાલ્ટીમો માંનો '' સાથે જોડાયેલ ‘ગો' પ્રાકૃત ભાષાને કારણે થયો છે.) વીર્યના અતિશયથી (પ્રબળ ઉલ્લાસ-પરાક્રમથી) શાસ્ત્ર મુજબ, દરેક અંગોના પૂર્ણ પાલનરૂપ કરાતી સ્થાનાદિપ્રવૃત્તિ એ ‘પ્રવૃત્તિયોગરૂપ’ છે. પણ પ્રવૃત્તિમાં જેમ સ્થાનાદિ દરેક યોગોનું ઉપશમની મુખ્યતાવાળું પાલન હતું, તેવું જ “અતિચારરૂપ વિપ્નોની ચિંતા - વિનાનું - એટલે કે “અતિચાર વિનાનું દોષરહિત સ્થાનાદિ યોગનું પાલન તે ‘સ્થિરતાયોગ” છે. શિકા - પ્રવૃત્તિ અને સ્થિરતા આ બંને યોગોમાં એક સમાન પાલન દેખાય છે, તો બંનેને અલગ કેમ કહ્યાં ?]. સમાધાન - બંને એક જેવા દેખાતા હોવા છતાં તેમાં જૂદાપણું છે. “પ્રવૃત્તિમાં પાલન થતા સ્થાનાદિ યોગોમાં . અતિચારો લાગતા હોવાથી તેમાં અતિચાર લાગવાની ચિંતા રહેતી હોય છે. (જ્યારે ‘સ્થિરતા'માં અતિચાર લાગવાની ચિંતા હોતી નથી.) સ્થિરતા યોગને પામનારા સ્થાનાદિ યોગો - 1 - અભ્યાસની નિપુણતાના કારણે અતિચારરૂપ વિપ્નની ચિંતા વિનાનાં બને છે, (બાધા વિનાનાં તે થતાં હોય છે) 2 - અતિચારરૂપ વિપ્ન-ચિંતા વિનાનાં તે એકસરખાં થવાથી વિશિષ્ટ શુદ્ધિ થાય છે. 3 - નિરતિચાર એવા તે એકસરખાં અનુષ્ઠાનની વિશિષ્ટ શુદ્ધિને કારણે તેમાં બાધક દોષો (અતિચારો) પેદા જ થતા નથી. માટે તે સ્થાનાદિ યોગો વિઘ્ન-ચિંતા (અતિચાર) રહિત જ બનતા હોય છે. આટલો પ્રવૃત્તિ અને સ્થિરતા યોગ વચ્ચે ફરક જાણવો.