________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३, 4 सकृद् एकवारमावर्तन्ते उत्कृष्टां स्थितिं बध्नन्ति ये ते सकृदावर्तनाः, आदिशब्दाद् द्विरावर्त्तनादिग्रहः, 'अतात्त्विकः' व्यवहारतो निश्चयतश्चातत्त्वरूपः / / 3 / / अव. तदेवं स्थानादियोगस्वामित्वं विवेचितम्, अर्थतेष्वेव प्रतिभेदानाह - इक्किको य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो / इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए / / 4 / / મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને જે જીવો હવે પછી એક જ વાર બાંધનારા હોય તે જીવો ‘સકૃબંધક' કહેવાય છે. આદિ શબ્દથી દ્વિબંધક=બે વાર એવી સ્થિતિને બાંધનારા જીવો વગેરે લેવા. અતાત્વિક' એટલે નિશ્ચય અને વ્યવહાર બંને નયની અપેક્ષાએ તે અતત્ત્વરૂપ છે. Ilal તાત્પર્ય : આ ગાથામાં યોગનો અધિકારી કોણ ? આ વિષયનું નિરૂપણ નિશ્ચયનય અને વ્યવહારનયની અપેક્ષાએ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. - નિશ્ચયનય તાત્ત્વિક સ્વરૂપનો જ સ્વીકાર કરે છે. જ્યારે વ્યવહારનય ઉપચરિત અવસ્થાનો પણ સ્વીકાર કરે છે અર્થાત કેનિશ્ચયનય કાર્યનો જ કાર્યરૂપે સ્વીકાર કરે છે, જ્યારે વ્યવહારનય કારણનો પણ કાર્યરૂપે સ્વીકાર કરે છે. - આથી પાંચમા, છટ્ટા વગેરે ગુણસ્થાનકમાં રહેલા દેશવિરતિ, સર્વવિરતિથી યુક્ત આત્માઓ જે સ્થાનાદિયોગનું આરાધન કરે, તે સ્થાનાદિને જ નિશ્ચયનય યોગરૂપે સ્વીકારે છે. પણ પહેલા ગુણસ્થાનકે રહેલા અપુનબંધકકે ચોથા ગુણસ્થાનકે રહેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ કે જે વિરતિધર નથી, તેવા આત્માઓ જે સ્થાનાદિ યોગનું આરાધન કરે, તે સ્થાનાદિને નિશ્ચયનય યોગરૂપે ન સ્વીકારતાં યોગબીજરૂપે સ્વીકારે છે. કારણ કે, અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના સ્થાનાદિયોગોનું આરાધન અવશ્ય યોગનું કારણ બને છે. વ્યવહારનય તો અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિના સ્થાનાદિ યોગના આરાધનને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગરૂપ જ માને છે. હવે જે આત્માઓ સક્રબંધક કે દ્વિબંધક વગેરે અપુનબંધક કરતાં પણ નીચેની ભૂમિકામાં રહેલ છે, તેમના સ્થાનાદિયોગની પ્રવૃત્તિને તો નિશ્ચયનય કે વ્યવહારનય, કોઈ પણ યોગરૂપે સ્વીકારતા નથી. કારણ કે, તેની સ્થાનાદિ યોગની પ્રવૃત્તિ યોગરૂપ તો નથી જ, પણ યોગનાં કારણરૂપ પણ નથી બનતી. આથી તેની સ્થાનાદિ યોગની પ્રવૃત્તિ અતાત્વિક યોગરૂપ છે. તેનાથી સકદબંધક કે દ્વિબંધક આત્માઓ દ્વારા કરાતીસ્થાનાદિ યોગની પ્રવૃત્તિથી તે આત્માઓને ફળરૂપે મોટે ભાગે માત્ર અપાયો જ પ્રાપ્ત થાય છે. - જે આત્મા મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે કદી બાંધવાનો નથી, તે “અપુનબંધક કહેવાય છે. જે આત્મા મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવાર બાંધવાનો હોય તે ‘સકબંધક કહેવાય છે. જે આત્મા મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બેવાર બાંધવાનો હોય તે ‘ક્રિબંધક' કહેવાય છે. all અવ. આ રીતે સ્થાનાદિ યોગના સ્વામિ અંગેની વાત પૂર્ણ થઈ. હવે સ્થાનાદિમાં રહેલા પેટા પ્રકારો બતાવતાં કહે છે - ગાથા-૪: અને હવે ફરી, સ્થાનાદિ દરેક યોગો યોગશાસ્ત્રીય નીતિ મુજબ, તત્ત્વથી, 1 - ઈચ્છા, 2 - પ્રવૃત્તિ, 3 - સ્થિરતા અને 4 - સિદ્ધિ નામના પ્રકારોથી જાણવા -4.